December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લા લઘુ ઉદ્યોગ ભારતીની સામાન્‍ય સભા વી.આઈ.એ.માં યોજાઈ : કારોબારીની રચના

રાષ્‍ટ્રિય અધ્‍યક્ષ બળવંત પ્રજાપતિની અધ્‍યક્ષતામાં જિલ્લા પ્રમુખ તરીકે મેહુલ પટેલની નિમણૂંક

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.21: લઘુ ઉદ્યોગો માટે રાષ્‍ટ્રિય સ્‍તરે કામગીરી કરતી લઘુઉદ્યોગ ભારતીની વલસાડ જિલ્લાની સામાન્‍ય સભા વી.આઈ.એ.માં યોજાઈ હતી. સામાન્‍ય સભામાં નવી ટર્મની કારોબારીની રચના કરાઈ હતી.
લઘુ ઉદ્યોગ ભારતી વલસાડ જિલ્લાની વી.આઈ.એ.માં યોજાયેલી સામાન્‍ય સભામાં રાષ્‍ટ્રિય અધ્‍યક્ષ બળવંત પ્રજાપતિએ સંગઠનની કાર્યપ્રણાલી ઉપર પ્રકાશ નાખતા જણાવ્‍યું હતું કે, સુક્ષ્મ અને મધ્‍યમ આકારના ઉદ્યોગોની જુદી જુદી સમસ્‍યા હલ કરવા માટે લઘુ ઉદ્યોગ ભારતીના પ્રયાસોની વિસ્‍તારથી જાણકારી આપી હતી. સામાન્‍ય સભામાં રચના કરાયેલ નવિન કારોબારીની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં વલસાડ જિલ્લા લઘુ ઉદ્યોગ ભારતી પ્રમુખ તરીકે યુવાન ઉદ્યોગપતિ મેહુલ પટેલની વરણી કરાઈ હતી. કારોબારી મેમ્‍બરમાં અમિત ભટ્ટ, આનંદ પટેલ, જયદીપ દલસાણીયા, ઉપ પ્રમુખ તરીકે અને મહા સચિવ તરીકે સંતોષ સદાનંદની નિમણૂંક કરાઈ છે.

Related posts

કપરાડા નાનાપોંઢા હદમાં આવેલ કોલક નદી ચેકડેમના 33 માંથી 32 દરવાજા ગાયબ થઈ ગયા

vartmanpravah

કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાનહ અને દમણ-દીવ તથા લક્ષદ્વીપના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે દિલ્‍હી ખાતે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંઘની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

વલસાડ ભાજપ ટીમે સાંસદ ધવલ પટેલના નેતૃત્‍વમાં ગણેશ મહોત્‍સવ માટે ગૃહમંત્રીને લેખિત રજૂઆત કરી

vartmanpravah

વલસાડ જિલ્લામાં 3896 વ્‍યક્‍તિઓએ વોક ઈન વેક્‍સિનેશનનો લાભ લીધો

vartmanpravah

દાનહ-નરોલી ગામની ત્રણ સગીર યુવતી ઉત્તર પ્રદેશથી મળી આવી

vartmanpravah

નાની દમણ પોલીસ બીચ રોડ ઉપર ફેરી કરતા અને ઊંટ-ઘોડા ચલાવનારાઓને પોતાના ‘ખબરી’ બનાવશે

vartmanpravah

Leave a Comment