Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાંસદાનો કેલિયા ડેમ ઓવરફલો: ૨૩ ગામના લોકોને સાવચેત રહેવા સૂચના આપતું જિલ્લા વહીવટીતંત્ર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ),તા.23: નવસારી જિલ્લામાં વરસેલા ધોધમાર વરસાદથી નદી તળાવો છલકાય જવા પામ્‍યા છે. જિલ્લામાં થતાં ભારે વરસાદના લીધે વાંસદા તાલુકાનો જીવાદોરી સમાન કેલિયા ડેમ ઓવરફલો થયો છે. જેને અનુલક્ષીને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આગમચેતીના ભાગરૂપે ડેમના નિચાણવાળા ગામોના લોકોને ખરેરા નદીના પટમાં અવરજવર નહીં કરવા અને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.
કેલિયા ડેમથી પ્રભાવિત થતા ગામોમાં ચીખલી તાલુકાના કાકડવેલ, માંડવખડક, ગોડથલ, કણભઇ, સીયાદા, મોગરાવાડી, આમધરા, ઘેજ, મલિયાધરા, સોલધરા, પીપલગભાણ, ઘોલાર, કલિયારી, બલવાડા, તેજલાવ, ખેરગામ તાલુકામાં વાડ તેમજ ગણદેવી તાલુકામાં ઉંડાચ, ગોયંદી, વાઘરેચ, ખાપરવાડા અને દેસરા ગામોનો સમાવેશ થાય છે.
હાલમાં કેલિયા ડેમની જળાશયની સપાટી 113.40 મીટર તેમજ જળાશયની સપાટી 113.45 મીટર છે. તેમ નાયબ કાર્યપાલક ઇજનેરશ્રી, કેલિયા સિંચાઇ પેટા વિભાગ વાંસદા દ્વારા જણાવાયું છે.

Related posts

દાનહમાં લાયસન્‍સધારી દુકાનોમાં કન્‍ટ્રી લીકરના ભાવે જ મળતો વિદેશી દારૂઃ કન્‍ટ્રી લીકરના લાયસન્‍સધારીઓની કફોડી સ્‍થિતિ

vartmanpravah

લીલાછમ સૌંદર્ય વાતાવરણમાં રાષ્‍ટ્રીય પક્ષી મોર પ્રિયતમા ઢેલને આકર્ષવા કળા કરી થનગનાટ કરતો કેમેરામાં કેદ થયો

vartmanpravah

પોર્ટુગીઝ આક્રમણનું સ્‍વરૂપ અને તત્ત્વજ્ઞાન

vartmanpravah

વાપી વીઆઈએ ખાતે ટેક્‍સ રિટર્ન અંગે વેબપોર્ટલ અંતર્ગત શિબિરનું આયોજન કરાયું

vartmanpravah

જાયન્‍ટ્‍સ ગ્રુપ ઓફ વલસાડ દ્વારા ગાયનેકોલોજિસ્‍ટ ડૉ. યોગિની રોલેકરનું વક્‍તવ્‍ય યોજાયું

vartmanpravah

વાપી જીઆઈડીસી હેરંબા ઈન્‍ડસ્‍ટ્રીઝમાં કલર કામ કરતા બે કામદાર પટકાતા એકનું મોત, એક ઘાયલ : કોન્‍ટ્રાક્‍ટર પર હુમલો

vartmanpravah

Leave a Comment