October 14, 2025
Vartman Pravah
Breaking NewsOtherખેલડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દમણના પાર્થ જોશીએ ગોવાની સ્‍ટેટ રેન્‍કિંગ બેડમિન્‍ટન ટુર્નામેન્‍ટમાં રજત ચંદ્રક જીત્‍યો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.25 : ગોવા બેડમિન્‍ટન એસોસિએશન દ્વારા ગત 21મી જૂનથી 23મી જૂન, 2024 દરમિયાન ગોવાના ફોંડા ખાતે ગોવા સ્‍ટેટ રેન્‍કિંગ ટુર્નામેન્‍ટનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ ટુર્નામેન્‍ટમાં વિવિધ વયની શ્રેણીમાં લગભગ 250થી વધુ ખિલાડીઓએ ભાગ લીધો હતો. જેમાં કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ તરફથી શ્રી પાર્થ જોશીએ પણ ભાગ લીધો હતો. શ્રી પાર્થ જોશીએ રમતનું શાનદાર પ્રદર્શન કર્યું હતું અને તેના સાથી ખેલાડી શ્રી અશ્‍મિત પારશેકરની સાથે ફાઈનલમાં સ્‍થાન મેળવ્‍યું હતું. ફાઈનલમાં તેઓનો સામનો શ્રી યશ દેસાઈ અને શ્રી અદ્વૈત બાલાકૃષ્‍ણનની સાથે થયો હતો, જેમાં ભારે રસાકસી બાદ શ્રી પાર્થ જોશીની જોડી દ્વિતીય ક્રમે વિજેતા બની હતી.
અત્રે યાદ રહે કે, દમણના શ્રી પાર્થ જોશીની ગત વર્ષે ગોવાના ‘ખેલો ઇન્‍ડિયા સ્‍ટેટ સેન્‍ટર ઓફ એક્‍સેલેન્‍સ’માં પસંદગી થઈ હતી ત્‍યારથી તેઓ ગોવાનું પ્રતિનિધિત્‍વ કરી રહ્યા છે. ગત વર્ષે શ્રી પાર્થ જોશીએ અંડર-19 વયની શ્રેણીમાં પણ બીજું સ્‍થાન મેળવ્‍યું હતું અને ગોવાની ટીમમાં પોતાનું સ્‍થાન હાંસલ કર્યું હતું. આ વર્ષે પણ શાનદાર પ્રદર્શન ચાલુ રાખ્‍યું હતું અનેફાઇનલમાં દ્વિતીય ક્રમ હાંસલ કરી રજત ચંદ્રક પ્રાપ્ત કરવામાં સફળતા મેળવી સંઘપ્રદેશનું નામ રોશન કર્યું છે.
આ અવસરે દાદરા નગર હવેલી અને દમણ-દીવ બેડમિન્‍ટન એસોસિએશનના સચિવ શ્રી જયેશ જોશીએ એસોસિએશન તફરથી શુભકામના પાઠવી હતી અને જણાવ્‍યું હતું કે, આપણાં પ્રદેશમાં પણ પાર્થ જોશી જેવા કેટલાય પ્રતિભાશાળી યુવક-યુવતિઓ છે તેમને જો સમયસર મદદ મળી રહે તો તેઓ પણ પ્રદેશનું નામ રોશન કરવાની ક્ષમતા ધરાવે છે. શ્રી જયેશ જોશીએ શ્રી પાર્થ જોશીને પ્રશાસન તરફથી મળતી સહાય બદલ પ્રશાસનનો આભાર વ્‍યક્‍ત કરતા જણાવ્‍યું હતું કે, આવનારા સમયમાં પ્રશાસન તરફથી ઔર વધુ સહાયની અપેક્ષા કરીએ છીએ. શ્રી જયેશ જોશીએ આ માટે ઉદ્યોગજગત પાસેથી પણ મદદની આશા વ્‍યક્‍ત કરી છે કે તેઓ પણ આગળ આવે અને એસોસિએશનમાં જોડાઈને ઉજ્જવળ કારકિર્દી ધરાવતા બાળકોને સ્‍પોન્‍સર કરે.

Related posts

ચીખલી નેશનલ હાઈવે થાલા પાસે સર્વિસ રોડ ઉપર રાત્રીના સમયે જ્‍વલંત કેમિકલ ભરેલ ટેન્‍કર ગટરમાં ઉતરી જતા નાસભાગ મચી

vartmanpravah

સંઘપ્રદેશ પ્રશાસન : અસંભવથી સંભવ, નમો મેડિકલ કોલેજનો આરંભ અને માંડ દોઢ વર્ષમાં 331 પોસ્‍ટો માટે નાણાં મંત્રાલયની મંજૂરી

vartmanpravah

વાપી ડુંગરી ફળીયામાં પાલિકાના પાણી સંપમાં પડી જતા 7 વર્ષિય બાળકનું ડૂબી જતા મોત

vartmanpravah

વાપી યુપીએલ બ્રિજ નજીક એલ.સી.બી.એ ફિલ્‍મી ઢબે રૂા.2.75 લાખનો દારૂનો જથ્‍થો ભરેલ આઈશર ટેમ્‍પો ઝડપ્‍યો

vartmanpravah

દાનહના વૃદ્ધ દંપતીએ રેડિયો ઉપર સાંભળી વડાપ્રધાનશ્રીની ‘મન કી બાત’

vartmanpravah

દમણના ભામટી ગામ ખાતે સંત નિરંકારી મંડળનો વિશાળ સત્‍સંગ સમારંભ યોજાયો: વ્‍યાસપીઠ ઉપરથી સુરત ઝોનના ક્ષેત્રિય સંચાલક શૈલેષભાઈ સોલંકીએ આપેલા આશીર્વચન

vartmanpravah

Leave a Comment