Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

શ્રી સ્‍વામિનારાયણ શિક્ષણ સેવા કેન્‍દ્ર સંચાલિત શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજમાં વિદ્યાર્થીઓ માટે રાષ્‍ટ્ર ઉત્‍થાન અનુલક્ષીને વ્‍યાખ્‍યાન યોજાયું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.23: શ્રી સ્‍વામિનારાયણ શિક્ષણ સેવા કેન્‍દ્ર સલવાવ, સંચાલિત શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજમાં તારીખ 22 જુલાઈ 2023 શનિવારના રોજ વિદ્યાર્થીઓ એટલે કે આજની યુવા પેઢી માટે રાષ્‍ટ્ર ભાવના સંદર્ભે વિશેષ અતિથિ વ્‍યાખ્‍યાન યોજાયું હતું. આ કાર્યક્રમનો મુખ્‍ય હેતુ આજની યુવા પેઢીમાં રાષ્‍ટ્રની ભાવના પ્રબળ રહે અને રાષ્‍ટ્રના કલ્‍યાણ માટે હર હંમેશ તત્‍પર રહે અને દેશ માટે હંમેશા પ્રગતિ કરતા રહે અને સનાતનની રક્ષા માટે ઘર-ઘર ગંગા, ઘર-ઘર ગીતા, ઘર-ઘર તુલસી જેવા મહાભિયાન લોકો સુધી પહોંચે એ હતો અને આ ઉપરાંત સંસ્‍થાના મેનેજિંગ ટ્રસ્‍ટી પૂજ્‍ય પૂરાણી સ્‍વામી કપિલજીવનદાસજી વિશ્વ પ્રવાસી ધર્મ પરિષદમાં આંતરરાષ્‍ટ્રીય પ્રમુખ પદે નિયુક્‍ત થયા છે. જે સમગ્ર સંસ્‍થા અને જિલ્લા માટે ગૌરવવંતી બાબત છે. આ સમગ્ર કાર્યક્રમ સંસ્‍થાના પૂજ્‍ય રામસ્‍વામીજીના માર્ગદર્શન હેઠળ અને કેમ્‍પસ એકેડેમી ડીરેકટર ડૉ.શૈલેષ વી. લુહાર અને કોલેજના આચાર્યશ્રી ડૉ. સચિન બી. નારખેડેના નેતૃત્‍વ હેઠળ સફળતાપૂર્વક યોજાયો હતો. આ કાર્યક્રમના મુખ્‍ય અતિથિ વિશેષ વિશ્વ પ્રવાસી સામાજિક અને સંસ્‍કળતિક સંઘના ડો.એસ. પી. તિવારી જે સનાતન પ્રમુખ, અરુણ સિંહજી સનાતન સદસ્‍ય અને મહારાષ્‍ટ્રના ચીફ એક્‍ઝિકયુટિવ વુમન ઈન્‍ચાર્જ ડો.ચૈતાલી શાહ ધરમસિંહ હાજર રહ્યા હતા.
આ કાર્યક્રમની શરૂઆત પૂજ્‍ય રામસ્‍વામીજીના આશીર્વાદ અને પ્રેરણાદાયી વચનથી થઈ હતી. જેમાં તેમણે આજની નવી યુવા પેઢીને રાષ્‍ટ્ર માટે કંઈક કરી છૂટવા અને રાષ્‍ટ્રના વિકાસ માટે પ્રોત્‍સાહિત કર્યા હતા. આ ઉપરાંત વિશેષ મુખ્‍ય અતિથિ ડૉ.એસ. પી. તિવારીજીએ વિદ્યાર્થીઓને તેમના જીવનના અમુલ્‍ય અનુભવો, વિવિધ મહાન હસ્‍તીઓના કિસ્‍સાઓ કે જેમણે રાષ્‍ટ્ર માટે ત્‍યાગ અને બલિદાન આપ્‍યા છે જે આજની યુવાપેઢીને સમજવા ખૂબ જરૂરી છે તેમજ રાષ્‍ટ્રની પ્રગતિ માટે હર હંમેશ આગળ પડતા રહેવા પ્રોત્‍સાહિત કર્યા હતા. આ ઉપરાંત ડો. ચૈતાલી શાહે વિદ્યાર્થીઓને નારી શક્‍તિ ઉપર વિશેષ માર્ગદર્શન આપ્‍યું હતું જેમાં તેમણે વિદ્યાર્થીઓને જણાવ્‍યું હતું કોઈપણ ક્ષેત્રમાં નારી હવે પાછળ નથી જે રાષ્‍ટ્ર માટે ગૌરવંતી બાબત છે આ ઉપરાંત પુસ્‍તકો સારા મિત્ર છે એપંક્‍તિને સાર્થક કરતા વિદ્યાર્થીઓને વાંચન માટે પણ પ્રોત્‍સાહિત કર્યા હતા ત્‍યારબાદ કાર્યક્રમની પુર્ણાહુતી શ્રીમતી નેહા એસ. વડગામા દ્વારા આભારવિધિ સાથે રાષ્‍ટ્રગાન થી થઇ હતી. જે બદલ શ્રી સ્‍વામિનારાયણ સંસ્‍થાના અધ્‍યસ્‍થાપક પૂજ્‍ય પૂરાણી સ્‍વામી કેશવચરણદાસજી, મેનેજિંગ ટ્રસ્‍ટી પૂજ્‍ય પૂરાણી સ્‍વામી કપિલજીવનદાસજી, પૂજ્‍ય રામ સ્‍વામીજી, સંસ્‍થાના ટ્રસ્‍ટી શ્રી બાબુભાઈ સોડવડીયા તથા અન્‍ય ટ્રસ્‍ટીશ્રીઓ, કેમ્‍પસ એકેડેમિક ડિરેકટર ડૉ. શૈલેષ વી. લુહાર, કેમ્‍પસ એડમીન ડિરેકટર શ્રી હિતેન બી. ઉપાધ્‍યાય, આચાર્યશ્રી ડો. સચિન બી. નારખેડે, શિક્ષકો અને તમામ સ્‍ટાફે અભાર માન્‍યો હતો.

Related posts

સ્‍વામી વિવેકાનંદ ગુજરાત રાજ્‍ય યુવા બોર્ડ કપરાડા દ્વારા વૃક્ષારોપણ કરાયું

vartmanpravah

આદર્શ નિવાસી શાળા બામટી ખાતે વલસાડ જિલ્લાકક્ષાના આંતરરાષ્‍ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરાઈ

vartmanpravah

દાદરા નગર હવેલીમાં 02 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

vartmanpravah

દાનહ જિલ્લાની આંગણવાડીઓમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા દિવાળી પર્વની કરાયેલી ઉજવણી

vartmanpravah

વલસાડ ડુંગરી હાઈવે ઉપર ફિલ્‍મી ઢબે પોલીસે કારનો પીછો કરી લાખોનો ગાંજો ભરેલી કાર ઝડપી

vartmanpravah

રખોલીની યુવતીએ ગળે ફાંસો લગાવી કરેલી આત્‍મહત્‍યા

vartmanpravah

Leave a Comment