Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણ

દમણમાં રહેતી 12 વર્ષિય બાળાને ગર્ભવતી બનાવનાર આધેડની પોલીસે કરેલી ધરપકડ આઈપીસીની 376 અને પોક્‍સો એક્‍ટની કલમ 4 મુજબ નોંધેલો ગુનો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.23: દમણમાં રહેતી એક 12 વર્ષિય સગીર બાળાને લલચાવી પટાવી પોતાના ઘરમાં લઈ જઈ બળાત્‍કાર કરનાર 61 વર્ષિય આધેડ ઈસમની પોલીસે ધરપકડ કરી છે અને તેની વિરૂદ્ધ નાની દમણ પોલીસ મથકમાં આઈપીસીની 376 અને પોક્‍સો એક્‍ટની કલમ 4 અંતર્ગત કેસ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે દમણમાં એક ચાલમાં રહેતી 12 વર્ષિય સગીર બાળા તેના પડોશીના ઘરે રમવા માટે જતી હતી. એક દિવસ તેના પડોશની ચાલમાં રહેતા 61 વર્ષિય આધેડઈસમે સગીર બાળાને ઘરે એકલી જોઈ હતી. આધેડે સગીર બાળાને લલચાવી પટાવી તેણીને હવસનો શિકાર બનાવી હતી. આ ઘટનાને લગભગ 20 દિવસ પસાર થયા બાદ બાળાના પેટમાં દુઃખવા લાગ્‍યું, જે બાબતે તેના વાલીઓએ વિચાર્યું કે વરસાદની સિઝનના કારણે બાળકીને પેટની બિમારી થઈ હશે. તેઓ ઘરગથ્‍થું ઈલાજ કરીને તેના દુઃખાવાને બંધ કરવાના પ્રયાસ કરી રહ્યા હતા. પરંતુ દુઃખાવો બંધ નહીં થતાં બાળકીની સારવાર માટે મોટી દમણ સામુદાયિક આરોગ્‍ય કેન્‍દ્રમાં ડોક્‍ટરને બતાવ્‍યું, જ્‍યાંથી બાળાની સોનોગ્રાફી કરવા માટે મરવડ હોસ્‍પિટલમાં મોકલી દીધી. સોનોગ્રાફીમાં ખબર પડી કે સગીરને લગભગ દોઢ મહિનાનો ગર્ભ રહી ગયો છે. 12 વર્ષિય સગીર ગર્ભવતી હોવાની વાત જાણીને તેના માતા-પિતા સ્‍તબ્‍ધ રહી ગયા હતા. જિલ્લા હોસ્‍પિટલ દ્વારા પોલીસ અને બાળ કલ્‍યાણ સમિતિને કેસની સૂચના આપવામાં આવી અને બાળ કલ્‍યાણ સમિતિની ટીમે હોસ્‍પિટલમાં આવીને પીડિતાની પૂછરછ કરી હતી. ત્‍યારે બાળાએ તેની આપવિતી સંભળાવી હતી. નાની દમણ પોલીસ સ્‍ટેશનના અધિકારીઓ દ્વારા આઈપીસીની કલમ 376 અને પોક્‍સો એક્‍ટની કલમ 4 મુજબ કેસ નોંધીને આરોપીની ધરપકડ કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે.

Related posts

નર્સિગ કોલેજ સ્ટેટ હોસ્પિટલ ધરમપુર ખાતે ઘરેલુ હિંસા અધિનિયમ-૨૦૦૫ અંતર્ગત કાયદાકીય માર્ગદર્શન સેમિનાર યોજાયો

vartmanpravah

પારડી વિસ્‍તારમાં બિન્‍દાસ ફરી રહ્યા છે ચેઈન સ્‍નેચિંગરો

vartmanpravah

વલસાડ ધારાસભ્‍ય ભરતભાઈની કથિત વિરુદ્ય ડીએસપીમાં રાવ

vartmanpravah

કે.બી.એસ. કોમર્સ એન્‍ડ નટરાજ સાયન્‍સીસ કોલેજ હેન્‍ડબોલમાં ઝળકી

vartmanpravah

નવસારી જિલ્લા વિકાસ અધિકારી અર્પિત સાગરના અધ્‍યક્ષસ્‍થાને ગરીબ કલ્‍યાણ મેળાના આયોજન અંગે બેઠક યોજાઈ

vartmanpravah

નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે 14 વર્ષના સમયગાળા બાદ 14 કરોડથી વધુના ખર્ચે બનેલ સરદાર વલ્લભભાઈ પટેલ ઉદ્યાનનું થયુ લોકાર્પણ

vartmanpravah

Leave a Comment