Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

સેલવાસ વૃંદાવન સોસાયટીના રહેવાસી પિતા-પુત્રનું નદીના ધસમસતા પ્રવાહમાં તણાઈ જવાથી મોત થતાં પરિવારને આર્થિક સહાયતા ચુકવવા ન.પા.કાઉન્‍સિલર સુમનભાઈ પટેલે કલેક્‍ટરને કરેલી રજૂઆત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.24 : દક્ષિણ ગુજરાત સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણમાં છેલ્લા કેટલાક દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે જેના પગલે નદી નાળા છલકાય ગયા છે, ત્‍યારે સેલવાસના ડોકમરડીમાં આવેલા ધસમસતા પાણીના પ્રવાહમાં લો-લેવલ બ્રિજ પર ગત શુક્રવારે સેલવાસની વૃંદાવન સોસાયટીના રહેવાસી પિતા-પુત્રનું કાર સાથે તણાઈ જવાને કારણે દર્દનાક મોત થયા હતા.
ડોકમરડીમાં લો-લેવલ બ્રિજ પરથી પિતા-પુત્રનું કાર સાથે તણાઈ જવાના કારણે બંનેનું મૃત્‍યું થયું હતું. જેમની લાશ પણ 18 કલાક બાદ ભારે શોધખોળ બાદ મળી હતી. મૃતક પિતા-પુત્રના પરિવારજનોને પ્રશાસન દ્વારા આર્થિક સહાયતા પ્રદાન કરવામાં આવે એ માટે સેલવાસ ન.પા. કાઉન્‍સિલર શ્રી સુમનભાઈ પટેલે કલેક્‍ટર શ્રીમતી ભાનુ પ્રભાને લેખિત રજુઆત કરી છે. શ્રી સુમનભાઈ પટેલે કરેલીલેખિત રજુઆતમાંજણાવ્‍યા અનુસાર પ્રમાણે પિતા-પુત્રના મોત થવાની ઘટનાના વિષયમાં સૂચિત કરવા માંગીએ છીએ કે જે ઘટના બની છે એ દરેકને ખબર છે, એમાં મારી અને પ્રશાસનની ભૂલના કારણે આ ભયાનક ઘટના બની. કારણ કે આ બ્રિજ પ્રશાસન બંધ નહિ કરી શક્‍યું અને મારા તરફથી પણ સૂચિત કરવામાં વિલંબ થયો જેનો ભોગ પિતા-પુત્ર બન્‍યા. આ ઘટના કેટલી ભયાનક છે તે વિડીયો દ્વારા અંદાજ લગાવી શકાય છે. આ ઘટનામાં પિતા પુત્રને શોધવાની ઘણી કોશિશો કરવામાં આવી હતી, પરંતુ લગભગ 18 કલાક જેટલા સમય બાદ દિવસ-રાત એક કરી પરંતુ તેમને તેઓને જીવિત બચાવી ન શક્‍યા.
પિતા-પુત્રનું મૃત્‍યું થતાં એમના પરિવારમાં હવે કોઈ પણ કમાવવાવાળુ રહ્યું નથી. તેથી એમની હાલની પરિસ્‍થિતિને ધ્‍યાનમાં રાખતા પ્રશાસનને વિનંતી કરીએ છીએ કે આ પરિવારને તાત્‍કાલિક આર્થિક સહાયતા પ્રદાન કરવામાં આવે જેથી પ્રશાસનની ભૂલની થોડી ભરપાઈ થઈ શકે અને આ પરિવારને સહકાર મળી શકે.
સેલવાસ ન.પા. કાઉન્‍સિલર શ્રી સભ્‍ય સુમન પટેલે પ્રશાસનને જણાવ્‍યું છે કે, ભારત સરકાર દ્વારા પ્રદેશમાં વિકાસ કાર્યો માટે પર્યાપ્ત ફંડ આપવામાં આવે છે. ભારત દેશમાં બીજા પ્રદેશોમાં આવી ઘટના બને છે ત્‍યારે ત્‍યા ચૂંટાયેલ સરકાર દ્વારા તાત્‍કાલિક વળતર પીડિત પરિવારોનેઆપવામાં આવે છે, જ્‍યારે સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવમાં દરેક નિર્ણય પ્રશાસન દ્વારા લેવામાં આવે છે તો દર્દનાક ઘટના ઉપર પણ વ્‍યવસ્‍થાનું પ્રાવધાન હોવું જોઈએ એવો અનુરોધ કરીએ છીએ.

વૃંદાવન સોસાયટીના સભ્‍યો દ્વારા પણ મુકુલ ભગતના પરિવારને સહાય માટે કલેક્‍ટરને કરાયેલી રજૂઆત

ડોકમરડી નદીના પ્રવાહમાં કાર સાથે તણાંતા પિતા-પુત્રના મોત થથતાં પરિવારને આર્થિક સહાય પુરી પાડવા વૃંદાવન સોસાયટીના રહેવાસીઓ અને પરિવાર દ્વારા દાનહ જિલ્લા કલેક્‍ટર શ્રીમતી ભાનુ પ્રભાને લેખિત રજૂઆત કરવામાં આવી છે.
સોસાયટીવાસીઓના જણાવ્‍યા પ્રમાણે અમારી સોસાયટીમાં રહેતા મુકુલ રાજેશ્વર ભગત (ઉ.વ.51) અને એમનો પુત્ર સિદ્ધાર્થ ભગત (ઉ.વ.7) જેઓ શુક્રવારના રોજ સેલવાસ બજારમાં અર્થે માટે ગયા હતા. ત્‍યાંથી ઘરે પરત ફરતી વખતે ડોકમરડી ખાડીના જૂના પુલ ઉપરથી પસાર થઈ રહ્યા હતા તે સમયે અચાનક પાણીનો પ્રવાહ વધવાને કારણે એમની કાર આઇટેન નંબર ડીડી- 01 એ-2916 જે ધસમસતા પાણીના પ્રવાહમાં વહી ગયા હતા. જેના કારણે બન્ને પિતા-પુત્રનું દુઃખદ અવસાન થયેલ છે. મુકુલ ભગતના પરિવારમાં એકલા કમાવવાવાળા વ્‍યક્‍તિ હતા. એમના ઉપર એમના પરિવાર સાથે એમની વૃદ્ધ વિધવા માતાની સારસંભાળની જવાબદારી પણ છે. એક મોટો દીકરોશશાંક ભગત (ઉ.વ.17) જે લાયન્‍સ સ્‍કૂલનો વિદ્યાર્થી છે. દરેકનું જીવન અંધકારમય થઈ ગયું છે. જેથી આપને નિવેદન કરીએ છીએ કે ઉપરોક્‍ત સંદર્ભમાં આ પરિવારને ઓછામાં ઓછા પચાસ લાખની સહાયતા રાશિ પ્રદાન કરવા મહેરબાની કરે અને સ્‍વ.મુકુલ ભગતની વિધવા પત્‍નીને સરકારી નોકરી અપાવવાની કૃપા કરે, જેથી કાલ સુધી આ હસતો રમતો પરિવારને વિખેરાતા બચાવી શકાય.
રજૂઆતના સંદર્ભમાં કલેક્‍ટર શ્રીમતી ભાનુ પ્રભાએ પણ સોસાયટીના રહીશોની રજૂઆત બાદ મુકુલ ભગતના પરિવારને જરૂરી સહાયતા કરવાની બાહેંધરી આપી હતી. જેમાં મુકુલ ભગતની પત્‍નીને નોકરી અપાવવાની, પુત્ર શશાંકના ભણતરનો ખર્ચ ઉઠાવવો, શાળામાં ફીમાફ કરાવવી, ફલેટની બાકી રકમ પણ માફ કરાવવાની અને વિધવા માતાને પેન્‍શન તેમજ આર્થિક સહાયતા માટે પ્રશાસકશ્રીને મળીને વિચાર-વિમર્શ કરવાની બાહેંધરી આપી હતી.
કલેક્‍ટર શ્રીમતી ભાનુ પ્રભાએ ડોકમરડીના જૂના પુલની મુલાકાત પણ લીધી અને અને કોન્‍ટ્રાક્‍ટરને બોલાવી પુલને બન્ને તરફથી બંધ કરવાનો આદેશ આપવામાં આવ્‍યો હતો.

Related posts

ઉમરગામની કંપનીમાં લોખંડની ભઠ્ઠીમાંથી લાવા બહાર આવતા સાત કામદારો દાઝ્‍યા

vartmanpravah

વલસાડમાં પૂર અસરગ્રસ્ત વિસ્તારોમાં જિલ્લાની ૫ નગરપાલિકાઓ અને સુરત મહાનગરપાલિકાની ટીમો દ્વારા સફાઇ કામગીરી શરૂ

vartmanpravah

બિહાર વેલ્‍ફેર એસોસિએશન દ્વારા વાપીમાં ભવ્‍ય સરસ્‍વતી પૂજન મહોત્‍સવ યોજાયો

vartmanpravah

ભારત સરકારના આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ મંત્રાલય દ્વારા ટી.બી. ઉન્‍મૂલનના ક્ષેત્રમાં મહત્‍વપૂર્ણ પ્રગતિ અને ઉત્‍કૃષ્‍ટ કાર્ય માટે દમણ અને દીવ જિલ્લાનું પ્રશસ્‍તિ પત્ર અને મેડલથી કરાયેલું સન્‍માન

vartmanpravah

ચીખલીમાં ધારાસભ્‍ય અનંત પટેલની આગેવાનીમાં કોંગ્રેસ દ્વારા પ્રાંત અધિકારીને આવેદન પત્ર પાઠવી આરોગ્‍ય વિભાગના ફાર્મસીસ્‍ટના વર્ષો જુના પડતર પ્રશ્નોના નિરાકરણ માટે રજૂઆત કરી

vartmanpravah

ટોરેન્‍ટ પાવર કંપનીના સહયોગથી સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવમાં ‘નિક્ષય-નિકુષ્‍ઠ મિત્રો’ દ્વારા ટી.બી. અને રક્‍તપિત્તના દર્દીઓને પૌષ્‍ટિક આહારનું કરાયેલું વિતરણ

vartmanpravah

Leave a Comment