July 28, 2026
Vartman Pravah
Breaking NewsOtherઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

દાનહ સાંસદ કલાબેન ડેલકરે મણિપુરની જઘન્‍ય ઘટનાના આરોપીઓને કડકમાં કડક સજા કરવા પ્રધાનમંત્રી મોદીને કરેલી રજૂઆત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.24 : સંઘપ્રદેશ દાદરા નગર હવેલીનાસાંસદ શ્રીમતી કલાબેન ડેલકર દ્વારા મણિપુરમાં આચરેલી જઘન્‍ય અને સમગ્ર દેશને શર્મસાર કરતી ઘટના અંગે પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીને પત્ર લખી આરોપીઓને કડકમાં કડક સજા કરવા રજૂઆત કરી છે.
શ્રીમતી કલાબેન ડેલકરે પ્રધાનમંત્રીશ્રીને લખેલા પત્રમાં જણાવ્‍યું છે કે, મણિપુરમાં થયેલ મહિલાઓ વિરુદ્ધ યૌન હિંસાની તસ્‍વીરો હૃદયને કંપાવી દે એવી છે. મહિલાઓ સાથે ઘટેલ આ ભયાવહ હિંસાની ઘટનાની જેટલી નિંદા કરવામાં આવે એટલી ઓછી છે. મણિપુરની ઘટના કોઈપણ સભ્‍ય સમાજ માટે શર્મસાર કરનારી અને રાક્ષસી કૃત્‍ય છે. મણિપુરની દિકરીઓ સાથે રાક્ષસી જઘન્‍ય કૃત્‍ય કરનારાઓને કદી માફ નહિ કરી શકાય.
શ્રીમતી કલાબેન ડેલકરે જણાવ્‍યું છે કે, અમારી માતાઓ, બહેનોની રક્ષાના માટે કઠોર પગલાં ઉઠાવી આ ઘટનાની ઉચ્‍ચ સ્‍તરે તપાસ થાય અને ફાસ્‍ટટ્રેક કોર્ટમાં વહેલામાં વહેલી ઘટના બાબતની સુનાવણી કરવામાં આવે અને આવા દરિન્‍દોને એવી સજા આપવામાં આવે કે ભવિષ્‍યમાં કોઈપણ વ્‍યક્‍તિ આવું રાક્ષસી કૃત્‍ય કરવા પહેલાં હજારવાર વિચાર કરે. તેથી આશા કરીએ છીએ કે, આપ આ ઘટનાની ગંભીરતાને ધ્‍યાનમાં રાખતા યોગ્‍ય પગલાં લેશો.

Related posts

કોવિડ-19ના ચુસ્‍ત પાલન સાથે દાનહ જિલ્લા પંચાયત, ગ્રામ પંચાયત અને પ્રાથમિક શાળાઓમાં ‘મુક્‍તિ દિવસ’ તથા ‘સ્‍વતંત્રતા દિન’ની થનારી ઉજવણી

vartmanpravah

કપરાડામાં ખેતી અને પશુસંવર્ધન માટે 31 પશુધન દાનમાં અપાયા

vartmanpravah

દાનહ પોલીસ દ્વારા દાદરા ગામે હત્‍યાના આરોપીની ધરપકડ કરાઈ

vartmanpravah

ખોરાક અને ઔષધ નિયમનતંત્ર દ્વારા એપ્રિલમાં ખાદ્ય પદાર્થોના ૩૬ નમૂનાની ચકાસણી

vartmanpravah

સેલવાસના વેપારીઓની સમસ્‍યાના નિરાકરણ માટે પ્રદેશ ભાજપે લગાવેલું એડીચોટીનું જોર : કલેક્‍ટર દ્વારા સોમવારે યોજાશે સંકલન બેઠક

vartmanpravah

વ્‍યાજખોરી અંગે સમાજમાં જાગૃતિ લાવવા માટે વાપીમાં પોલીસ લોકદરબાર યોજાયો

vartmanpravah

Leave a Comment