Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડમાં 40 વર્ષીય મહિલાની 30 વર્ષીય યુવકે છેડતી કરતા અભયમ ટીમ મદદે પહોંચી

વરસાદ પડતો હતો ત્‍યારે નશામાં ધૂત યુવક મહિલાને ઘરમાં ખેંચી ગયો હતો: પીડિતાએ બૂમો પાડતા મહિલાઓએ દોડી આવી યુવકને પકડી મેથીપાક ચખાડયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.24: વલસાડના ધરમપુર રોડ પર આવેલા વિસ્‍તારમાં રહેતી મોટી બહેનના ઘરે 40 વર્ષીય નાની બહેન થોડા દિવસ માટે રહેવા આવી હતી. આજે વરસાદ પડતો હોવાથી મહિલા બહાર ઊભી હતી. તે દરમિયાન ગામનો 30 વર્ષીય એક ઈસમ નશાની હાલતમાં ત્‍યાંથી પસાર થતો હતો. ત્‍યારે મહિલાની એકલતાનો લાભ લઈ તેણીને બળજબરીપૂર્વક ઘરમાં ખેંચી જઈ છેડતી કરવાની કોશિશ કરી હતી. જેથી તેણીએ બૂમો પાડતા આજુબાજુની બહેનોએ દોડી આવી મહિલાનો બચાવ કર્યો હતો. અગાઉ પણ આ શખ્‍સે અન્‍ય મહિલાઓ સાથે પણ આવી કોશિશ કરી હોવાનું બહાર આવ્‍યું હતું. બાદમાં પીડિતાએ 181 ટીમને બોલાવી હતી. અભયમની ટીમ આવે તે પહેલા છેડતી કરનાર શખ્‍સે ભાગવાની કોશિશ કરી હતી પરંતુ બધી મહિલાઓએ નરાધમને પકડીને મેથીપાક ચખાડ્‍યો હતો. 181ની ટીમે 30 વર્ષીય યુવકને સમજાવવાની કોશિશ કરી એમના પરિવારને પણ જાણ કરી હતી પરંતુ પરિવાજનોએ પણ આવવા માટે ના પાડીહતી. જેથી ગામના લોકોએ અને પીડિતાએ કાર્યવાહી કરવા જણાવતા 181 ટીમે કાયદાકીય માહિતી આપી હતી. જેથી સિટી પોલીસ સ્‍ટેશન જઈ અરજી આપતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Related posts

આજે સેલવાસમાં ‘વિભાજનની ભયાનકતા સ્‍મરણ દિવસ’ના ઉપક્રમે મૌન રેલીનું આયોજન પેટાઃ સાંજે પાંચ વાગ્‍યે સેલવાસ કલેક્‍ટરાલયથી કિલવણી નાકા થઈ કલા કેન્‍દ્ર ખાતે મૌન રેલી પહોંચશે (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા. 13 14મી ઓગસ્‍ટ, 2022ના રોજ સમગ્ર ભારતભરમાં ‘વિભાજનની ભયાનકતા સ્‍મરણ દિવસ’ (પાર્ટીશન હોરરર્સ રેમમ્‍બ્રેસ ડે) મનાવવામાં આવશે. જેના ઉપલક્ષમાં દાદરા નગર હવેલીના સેલવાસમાં પણ જિલ્લા પ્રશાસન દ્વારા ‘વિભાજનની ભયાનકતા સ્‍મરણ દિવસ’ મનાવવામાં આવશે. ભારતનીઆઝાદીની પૂર્વ સંધ્‍યાએ 14મી ઓગસ્‍ટ, 1947ના રોજ પાકિસ્‍તાનનું સર્જન થતાં ત્‍યાં રહેતા હજારો બિન મુસ્‍લિમોને હિજરત કરવાની ફરજ પડી હતી, અને તેમને વિસ્‍થાપિત થવા પડયું હતું. આ કાળા દિવસને યાદ કરી તેમાં શહિદ થયેલા પરિવારની સ્‍મરાંજલિ માટે ભારત સરકાર દ્વારા ‘વિભાજનની ભયાનકતા સ્‍મરણ દિવસ’ મનાવવાનો પ્રારંભ આઝાદીના અમૃત વર્ષથી કરાયો છે. આવતી કાલે સેલવાસ ખાતે સાંજે 5:00 વાગ્‍યે એક મૌન યાત્રા નિકળશે. જે સેલવાસ કલેક્‍ટરાલયથી કિલવણી નાકા થઈ કલા કેન્‍દ્ર ખાતે પહોંચશે. જ્‍યાં 14 થી 16 ઓગસ્‍ટ દરમિયાન ‘વિભાજનની ભયાનકતા’ પ્રદર્શિત કરતું પ્રદર્શન લોકો માટે 3 દિવસ સુધી ખુલ્લુ રહેશે. સેલવાસના રેસિડેન્‍ટ ડેપ્‍યુટી કલેક્‍ટર સુશ્રી ચાર્મી પારેખે આમજનતાને આવતી કાલે સફેદ અથવા હલકા રંગના વષા પરિધાન કરે તથા ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને આગેવાનો આ અભિયાનમાં સામેલ થઈ મૌન યાત્રામાં ભાગ લેવા આહ્‌વાન કર્યું છે.

vartmanpravah

વાપી સલવાવ સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજમાં ઉદ્યોગ સાહસિક દિવસ 2024 ની ઉજવણી કરાઈ

vartmanpravah

સલવાવ ફાર્મસી કોલેજ ફસ્ટ સેમેસ્ટરનું ૧૦૦ ટકા પરિણામઃ જીટીયુ ટોપટેનમાં 4 વિદ્યાર્થીઓએ સિદ્ધિ

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે દમણના સોમનાથ તીર્થ ક્ષેત્રની કરેલી સાફ-સફાઈ અને વૃક્ષારોપણ

vartmanpravah

ભીલાડની સરકારી વિજ્ઞાન કોલેજના વિદ્યાર્થીઓએ વઘઈ બોટાનિકલ ગાર્ડનમાં વિવિધ છોડની પ્રજાતિનો અભ્‍યાસ કર્યો

vartmanpravah

સેલવાસના માનસિક રીતે અસ્‍થિર યુવાનની લાશ નાળામાંથી મળી આવી

vartmanpravah

Leave a Comment