October 14, 2025
Vartman Pravah
Breaking Newsદમણદીવસેલવાસ

દાનહ અને દમણમાં કોરોનાનો આંકડો 15-15 નોંધાયો : દીવમાં કોરોનાના 02 કેસ નોંધાયા

(વર્તમાન પ્રવાહન્‍યુઝ નેટવર્ક)
દમણ/સેલવાસ/દીવ, તા.1ર
દમણમાં આજે કોરોનાના 1પ પોઝિટિવ કેસ અને દાનહ ખાતે 15 પોઝિટિવ કેસ નોંધાતા સંઘપ્રદેશના બંને જિલ્લામાં કોરોના ભયજનક રીતે આગળ વધી રહ્યો હોવાનું પ્રતિત થઈ રહ્યું છે. સંઘપ્રદેશ પ્રશાસને પણ અગમચેતીના પગલાં રૂપે સતર્કતાના અનેક પગલાં પણ ભર્યા છે. ત્રણેય જિલ્લામાં તંત્ર દ્વારા માસ્‍ક પહેરવા, સોશિયલ ડિસ્‍ટન્‍સીંગ જાળવવા અને વારંવાર સેનેટાઈઝનો ઉપયોગ કરી હાથ સ્‍વચ્‍છ રાખવા ઉપર પણ જોર આપવામાં આવી રહ્યું છે.
દમણ જિલ્લામાં આજરોજ 294 નમુનાઓ લેવામાં આવ્‍યા હતા. જેમાંથી કોરોના 1પ કેસ પોઝિટિવ નોંધાયા છે. હાલમાં દમણમાં કુલ 86 જેટલા સક્રિય કેસો છે. અત્‍યાર સુધીમાં 3531 જેટલા રીકવર થયા છે. અત્‍યાર સુધીમાં દમણમાં 01 વ્‍યક્‍તિનું મૃત્‍યુ નોંધાયેલ છે. આજરોજ કોઈપણ વ્‍યક્‍તિને કોરોના સુવિધામાંથી રજા આપવામાં આવી નથી.
પ્રદેશમાં આજરોજ 06 નવા કન્‍ટેન્‍મેન્‍ટ ઝોન જાહેર કરવામાં આવ્‍યા છે. જેમાં (1) રોયલ હાઉસ, ક્રોસ લેન-3, દિલીપ નગર, દમણ (ર) સંજુ ચાલ, દાભેલ, નાની દમણ (3) શૈલેષની ચાલ, દલવાડા, નાની દમણ (4) મનુભાઈની ચાલ, સીમાબારની પાછળ (પ) દમણિયા એક્‍લેવ, એ-વિંગ,ખારીવાડ, દમણ (6) મદ્રાસા ચાલ, ખારીવાડ, દમણ
હાલમાં દમણમાં કુલ 33કન્‍ટેન્‍મેન્‍ટ ઝોન જાહેર છે. જેમાં દાભેલ-19, કચીગામ-0ર, દુણેઠા-04, દલવાડા-01, નાની દમણ નગર પાલિકા વિસ્‍તાર-06 અને મોટી દમણ નગર પાલિકા વિસ્‍તારમાં 01 કન્‍ટેન્‍મેન્‍ટ ઝોન જાહેર છે.
જ્‍યારે દાનહમાં નવા 15 કોરોના પોઝીટીવ કેસો નોંધાયા છે. પ્રદેશમા હાલમાં 70 સક્રિય કેસ છે, અત્‍યાર સુધીમા 5931 કેસ રીકવર થઈ ચુકયા છે, ત્રણ વ્‍યક્‍તિના મોત થયેલ છે. પ્રદેશમા આરટીપીસીઆરના 571 નમૂનાઓ લેવામા આવ્‍યા હતા. જેમાંથી 15 વ્‍યક્‍તિનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્‍યા હતો અને રેપિડ એન્‍ટિજન 236 નમૂના લેવામા આવ્‍યા હતા. જેમાંથી એકપણ રિપોર્ટ પોઝીટીવ નહી નોંધાતા કુલ 15 રિપોર્ટ પોઝીટીવ આવ્‍યા છે. હાલમાં પ્રદેશમાં 15 કન્‍ટાઈમેન્‍ટ ઝોન નક્કી કરાયા છે. આજરોજ 03 દર્દી રીકવર થતા રજા આપવામા આવી છે.
દાનહ આરોગ્‍ય વિભાગ દ્વારા પીએચસી-સીએચસી સેન્‍ટર પર અને સબ સેન્‍ટરમાં કોવીશીલ્‍ડ વેક્‍સીનનુ રસીકરણ કરવામા આવ્‍યું હતું. જેમા આજે 2572 લોકોને વેક્‍સીન આપવામા આવ્‍યા છે -દેશમા -થમ ડોઝ 434600 અને બીજો ડોઝ 302559 વ્‍યક્‍તિઓને આપવામા આવ્‍યો છે. પ્રેકયુશન ડોઝ 734 વ્‍યક્‍તિઓને આપવામા આવ્‍યા છે. કુલ 737892 લોકોને વેક્‍સીન આપવામા આવી છે. દીવમાં પણ આજરોજ 0ર કોરોના પોઝિટિવ કેસોનોંધાયા હોવાની માહિતી સાંપડી છે. હાલમાં દીવમાં કુલ 18 કેસો સક્રિય છે. અત્‍યાર સુધીમાં 1223 કેસો રીકવર થઈ ચૂક્‍યા છે. હાલમાં દીવમાં 07, ઘોઘલા વિસ્‍તારમાં 04, વણાંકબારામાં-04 અને બુચરવાડા અને ઝોલાવાડી વિસ્‍તારમાં કુલ 04 કન્‍ટેઈન્‍ટમેન્‍ટ ઝોન જાહેર કરાયા છે.

Related posts

દીવ જિલ્લાના વિદ્યાર્થીઓ યુટી લેવલે કલા ઉત્‍સવ 2024-25 માં ભાગ લેવા સેલવાસ જવા રવાના

vartmanpravah

મરઘમાળ ગામે સાકાર વાંચન કુટીર સ્‍થાપના દિનની – મહામાનવ ડૉ. એ.પી.જે અબ્‍દુલ કલામની જન્‍મ જયંતીની ઉજવણી કરવામાં આવી

vartmanpravah

વલસાડ સાંસદ ડો.કે.સી. પટેલએ સંસદગૃહમાં કેરી પાક નુકશાન માટે ખેડૂતોને વળતરની માંગ કરી

vartmanpravah

દાનહના સામરવરણીની એક ખાનગી શાળાના સંચાલક અને શિક્ષકે સગીર વિદ્યાર્થીની સાથે આચરેલું દુષ્‍કર્મઃ બંને આરોપીઓની ધરપકડઃ 3 સપ્‍ટે. સુધી પોલીસ રિમાન્‍ડ

vartmanpravah

નાની દમણ ડાભેલ સરકારી પ્રાથમિક શાળામાં શિક્ષક દિવસની ઉજવણી કરાઈ

vartmanpravah

દમણવાડાના ઢોલર-બારિયાવાડ ખાતે અતિ પ્રાચીન સોપાની માતા મંદિરના ભાવ પ્રતિષ્‍ઠા મહોત્‍સવનું આનંદ-ઉલ્લાસ સાથે કરાયું આયોજન

vartmanpravah

Leave a Comment