October 14, 2025
Vartman Pravah
Breaking Newsસેલવાસ

રખોલી પંચાયત ખાતે મહેસૂલ વિભાગ દ્વારા શિબિર યોજાઈ

શિબિરમાં ગામના લોકો માટે દરેક પ્રકારના પ્રમાણપત્ર, વરસાઈની કાર્યવાહી, લગ્ન નોંધણી, વિધવા પેન્‍શન, આધારકાર્ડ તથા અન્‍ય મહેસૂલ વિભાગની સેવાઓનો લાભ 1500થી વધુ લોકોએ લીધેલો લાભ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.24
દાદરા નગર હવેલી પ્રશાસન દ્વારા રખોલી પંચાયત ખાતે મહેસૂલ વિભાગ દ્વારા શિબિરનું આયોજન કરવામાં આવ્‍યું હતું. માનનીય પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી બાજપેયીના જન્‍મ દિવસ રૂપે મનાવવામાં આવે છે જેના ઉપલક્ષમાંકલેક્‍ટરના દિશા-નિર્દેશ અનુસાર મહેસૂલ વિભાગ દ્વારા રખોલી પંચાયત અને સાયલી પંચાયતના નિવાસીઓ માટે મહેસૂલ વિભાગની સેવાઓ માટે આરડીસી ચાર્મી પારેખની અધ્‍યક્ષતામાં શિબિરનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ શિબિરમા મહેસૂલ વિભાગ, સર્વે અને બંદોબસ્‍ત કાર્યાલય, લગ્ન નોંધણી વિભાગ, ખાદ્ય અને આપૂર્તિ વિભાગ, દાનહ અને ડીડી એસ.સી./એસ.ટી./ઓ.બી.સી. અને લઘુમતિ ફાઈનાન્‍સિયલ અને ડેવલોપમેન્‍ટ કોર્પોરેશન લીમીટેડ, જિલ્લા પંચાયત અને આધારકાર્ડ વિભાગના કર્મચારીઓ વિદ્યુત વિભાગ અને ખેતીવાડી વિભાગના અધિકારીઓ ઉપસ્‍થિત હતા. આ શિબિરમાં ગામના લોકો માટે દરેક પ્રકારના પ્રમાણપત્ર, વરસાઈની કાર્યવાહી લગ્ન નોંધણી, વિધવા પેન્‍શન, આધારકાર્ડ અને અન્‍ય મહેસૂલ વિભાગની સેવાઓનો લાભ 1500થી વધુ લોકોએ લાભ લીધો હતો, જેમાં 809 લોકોના પ્રમાણપત્ર જગ્‍યા પર જ બનાવી આપવામાં આવ્‍યા હતા. બાકી રહેલા લોકોને અરજીનો નિકાલ પાંચ દિવસમાં કરી દેવામાં આવશે જે ગામના તલાટી કાર્યાલય પરથી મેળવી શકાશે. આ શિબિર દરમ્‍યાન રખોલી પંચાયતના જિ.પં.સભ્‍ય દિપક પ્રધાને આર.ડી.સી.ને રજુઆત કરી હતી કે ગામડાઓમાં રાખવામાં આવતી શિબિરોમાં બેંકના અધિકારીઓ અને આયુષ્‍યમાન કાર્ડ માટે પણ લાભ મળવો જોઈએ. જે સંદર્ભે આરડીસીએ પણબાહેંધરી આપી હતી કે હવે પછીના શિબિરમાં આ સેવાઓને પણ આપવામાં આવશે. આ શિબિરમાં મોટી સંખ્‍યામાં લાભાર્થીઓએ લાભ લીધોહતો.

Related posts

વાપી કેબીએસ કોલેજમાં હંગામા વીકની ઉજવણી કરાઈ

vartmanpravah

ચીખલી તાલુકાના ગામોમાં પણ પરવાનગી વિના ચિકન-મટનની દુકાન, ઢાબાઓ ધમધમી રહ્યા છે!

vartmanpravah

વાપી પોલીસ સ્‍ટેશનના હેડ કોન્‍સ્‍ટેબલ સાગર ડોડીયા અને હોમગાર્ડ આશિષ પાલ 2 હજારની લાંચ લેતા ઝડપાયા

vartmanpravah

દાદરા નગર હવેલીમાં ગુરુવારે સવારે ગાઢ ધુમ્‍મસવાળા વાતાવરણને કારણે વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. ત્‍યારબાદ આખો દિવસ વાદળછાયું વાતાવરણ હોવાને કારણે આંશિક ઠંડીનો પણ અહેસાસ થયો હતો.

vartmanpravah

વલસાડ જિલ્લામાં 25-26મીએ કમોસમી વરસાદની આગાહી

vartmanpravah

સાયલીમાં ‘સ્‍વચ્‍છતા હી સેવા’ પખવાડિયા અંતર્ગત સાફ-સફાઈ કરાઈ

vartmanpravah

Leave a Comment