July 18, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી સહિત વલસાડ જિલ્લામાં પોલીસ દ્વારા વાહન ચેકીંગ મેગા ડ્રાઈવનો આજથી આરંભ

આંતરિક તાલુકાની પોલીસ ચેકીંગ કામગીરી કરશે : રાજ્‍યભરમાં અભિયાન

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.25: અમદાવાદમાં એસ.જી. હાઈવે ઉપર રફ ડ્રાઈવિંગને કારણે અમીર બાપની ઓલાદ તથ્‍ય પટેલએ ફુલ ઝડપે કાર ચલાવીને 9 નિર્દોષની જીંદગી છીનવી લીધી. કેટલાય પરિવારો વિંખાઈ ગયાની બનેલી જધન્‍ય ઘટના બાદ સમગ્ર રાજ્‍યની પોલીસ એકશનમાં આવી ગઈ છે. રાજ્‍યભર પોલીસ દ્વારા એક મહિના સુધી મેગા ડ્રાઈવનો અમલ જારી કરી દેવાયો છે તે મુજબ વાપી સહિત વલસાડ જિલ્લામાં પોલીસ કટીબધ્‍ધ રીતે હાઈવે સહિત વિવિધ રોડો ઉપર ઘનિષ્‍ઠ વાહન ચેકિંગ ઝુંબેશ ચલાવાશે.
રાજ્‍યના મુખ્‍ય પોલીસ વડા વિકાસ સહાય, લો એન્‍ડ ઓર્ડર વડાનરસિંહમાં કોમાર અને આઈ.બી. વડા અનુપમ સિંહ દ્વારા રાજ્‍યભરના પોલીસ અધિકારીઓને મેગા ડ્રાઈવનો આદેશ ફાળવી દેવાયો છે. ઓવરસ્‍પિડ ડ્રાઈવ, સ્‍ટંટબાજોને વીણી વીણી લોકઅપ ભેગા કરાશે તેમજ વાહનો પોલીસ સ્‍ટેશને જપ્ત કરી લેવાશે. બીજુ વધુ કડકાઈભર્યા નિર્ણય એ લેવાયો છે કે આંતરિક તાલુકાની પોલીસ અભિયાનમાં જોડાશે. તેથી વાપી સહિત વલસાડ જિલ્લામાં આજથી અમલવારી શરૂ થઈ ચૂકી છે.

Related posts

વાપી રેલવે સ્‍ટેશન ઉપર વર્તમાન ફૂટ બ્રિજ તોડીને 12 મીટર પહોળો નવો ફૂટ બ્રિજ બનશે

vartmanpravah

‘સતર્કતા એજ જાગરૂકતા સપ્તાહ- 2023’ની ઉજવણી અંતર્ગત ‘પાવર ગ્રિડ’ મગરવાડાએ દમણની સરકારી પોલિટેકનિક કોલેજમાં યોજેલી વક્‍તવ્‍ય સ્‍પર્ધા

vartmanpravah

‘આંતરરાષ્‍ટ્રીય સમુદ્ર તટ સફાઈ દિવસ’ના ભાગરૂપે દમણમાં ભારતીય કોસ્‍ટ ગાર્ડ દ્વારા સાયક્‍લોથોન યોજાઈ

vartmanpravah

વલસાડના બાળ કવિ ધનસુખલાલ પારેખનું જૈફ વયે નિધન

vartmanpravah

વાપી ગ્રીન એન્‍વાયરોની 26મી સાધારણ સભા યોજાઈ

vartmanpravah

વાપી છીરીમાં ગાયત્રી કોમ્‍પલેક્ષમાં હત્‍યા કરાયેલી મહિલાની લાશ મળી

vartmanpravah

Leave a Comment