October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી પોદાર ઈન્‍ટરનેશનલ સ્‍કૂલમાં ‘એક મુઠ્ઠી અનાજ, હર ઘર પોદાર, હર ઘર અનાજ’ કાર્યક્રમનું આયોજન થયું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.12: વાપી પોદાર ઈન્‍ટરનેશનલ સ્‍કૂલમાં ‘પોદાર વોલેન્‍ટિયર પ્રોગ્રામ’ અંતર્ગત વિદ્યાર્થીઓ પાસે જરૂરિયાતમંદોને ‘અનાજ-વિતરણ’ની મહત્ત્વપૂર્ણ કામગીરી કરાવાઈ હતી. તા.12-01-2024ને શુક્રવારનાં રોજ વિદ્યાર્થીઓને વાપી સ્‍થિત બલીઠાનાં ગરીબ વિસ્‍તારમાં લઈ જવામાં આવ્‍યા હતા. ત્‍યાં રહેતા કુટુંબો જેઓ ગરીબી રેખા હેઠળ જીવન વિતાવે છે તેમને શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ‘અનાજ વિતરણ’નું કાર્ય કરાવવામાં આવ્‍યું હતું. આ પ્રવૃત્તિ પાછળનો મુખ્‍ય હેતુ એ હતો કે, આગામી બે દિવસોમાં મકરસંક્રાંતિ તહેવાર આવી રહ્યો છે જે દરમ્‍યાન હર એકનાં ઘરે અનાજ રહે, કોઈ ભુખ્‍યુ ન રહે અને સર્વત્ર ખુશહાલી છવાઈ એ બાબતને ધ્‍યાનમાં રાખી ‘એક મુઠ્ઠી અનાજ, હર ઘર પોદાર, હર ઘર અનાજ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
આ સમગ્ર કાર્યક્રમ શાળાનાં આચાર્ય શ્રી અનુપમ ઉપાધ્‍યાયનાં નેતૃત્‍વ હેઠળ કરવામાં આવ્‍યો હતો.

Related posts

આજે દમણ માછી સમાજ અને લાયન્‍સ ક્‍લબદ્વારા નારિયેળી પૂર્ણિમાની થનારી ભવ્‍ય ઉજવણી

vartmanpravah

વલસાડથી પારડી પો.સ્‍ટે.માં ફરજ પર જવા નિકળેલ કોન્‍સ્‍ટેબલની બાઈકને કન્‍ટેનરે ટક્કર મારતા ઘટના સ્‍થળે મોત

vartmanpravah

દાદરા નગર હવેલીમાં ધોરણ 6 થી 10ના વિદ્યાર્થીઓને ભણાવતા શિક્ષકો માટે પાંચ દિવસીય વૈદિક ગણિત તાલીમનો પ્રારંભ

vartmanpravah

વાંસદાના ધારાસભ્‍ય અનંત પટેલએ સુરતમાં ટેટ ટાટ ઉમેદવારોની કાયમી ભરતી માટે રેલી કાઢી આવેદન આપ્‍યું

vartmanpravah

રોટરી વાપી રિવર સાઈડ દ્વારા વાપી મેરેથોન યોજાઈ

vartmanpravah

દમણ-દીવ સાંસદ ઉમેશભાઈ પટેલના અધ્‍યક્ષ સ્‍થાને મળેલ વિશેષ બેઠકમાં લેસ્‍ટર-યુ.કે.ના કોળી પટેલ સમાજના અધ્‍યક્ષ બનતા વાસુભાઈ પટેલ

vartmanpravah

Leave a Comment