December 1, 2025
Vartman Pravah
Breaking Newsદીવ

દીવ ન.પા.ના બે મહિલા કાઉન્‍સિલરોનો નિખાલસ એકરાર સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે દીવ સહિત દમણ અને દાનહની પોતાના દિકરા જેવી લીધેલી માવજત

પ્રશાસક પ્રફુલભાઈ પટેલના કુશળ નેતૃત્‍વમાં દેશની સેવા કરવા માટે મળેલી સોનેરી તક બદલ દીવ ન.પા.ના કાઉન્‍સિલર નિકિતાબેન દેવાંગભાઈ શાહ અને ભાવનાબેન પ્રદીપભાઈ દુધમલે પ્રગટ કરેલો આભાર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.05
દીવ નગર પાલિકાના બે મહિલા કાઉન્‍સિલરોએ આજે સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની મુલાકાત કરી દીવના થઈ રહેલા ઓલરાઉન્‍ડ વિકાસ બાબતે અભિનંદન પાઠવી આભાર પ્રગટ કર્યો હતો.
દીવના કાઉન્‍સિલર શ્રીમતી નિકિતાબેન દેવાંગભાઈ શાહ અને કાઉન્‍સિલર શ્રીમતી ભાવનાબેન પ્રદીપભાઈ દુધમલે પોતાના પત્રમાં એકરાર કરતા જણાવ્‍યું છે કે, ભૂતકાળમાં દમણ અને દીવમાં ફક્‍ત દારૂ પીવા માટે જ જવાની છાપ હતી પરંતુ પ્રશાસક શ્રી પ્રફુલભાઇપટેલે ઉચ્‍ચ ગુણવત્તા, ઉત્તમ આર્કિટેક્‍ટ ડિઝાઈન સાથે કરેલા વિકાસ કામોથી દીવ અને દમણની સકલ અને સૂરત બદલાઈ ચૂકી છે. તેમણે નિખાલસ કબૂલાત કરતા જણાવ્‍યું હતું કે, કાઉન્‍સિલર તરીકે ચૂંટાયા ત્‍યારે મનમાં લોકો માટે કંઈક નવુ કરવાની ઈચ્‍છા હતી પરંતુ પ્રશાસક તરીકે શ્રી પ્રફુલભાઈ પટેલના આગમન બાદ તેમણે સમગ્ર પ્રદેશને દત્તક લઈ લીધો હોય એવી કાળજીથી કરેલી માવજતના કારણે આજે દીવ-દમણ અને દાદરા નગર હવેલી તથા લક્ષદ્વીપ પણ વિકાસના શિખરે પહોંચ્‍યો છે. તેમણે પ્રદેશના ઉદ્ધાર માટે પ્રશાસક તરીકે શ્રી પ્રફુલભાઈ પટેલ અગામી લાંબા સમય સુધી રહે એવી પ્રાર્થના પણ કરી છે.
દીવ નગર પાલિકાના કાઉન્‍સિલરોને સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના કુશળ નેતૃત્‍વમાં દેશની સેવા કરવા માટે અદભૂત અને સોનેરી તક મળી છે. તે બદલ તેમણે પ્રશાસકશ્રીનો આભાર પણ પ્રગટ કર્યો હતો.

Related posts

ધોધડકુવાના જલારામ મંદિરે રામનવમીના સત્‍યનારાયણની યજ્ઞ અને સમૂહ કથાનું આયોજન કરાયું 

vartmanpravah

દાનહમાં નવો એકપણ કોરોના પોઝિટિવ કેસ નહીં નોંધાયોઃ સતર્કતા જરૂરી

vartmanpravah

ઈ.સ. 1670માં જવ્‍હારના રાજાએ રામનગરના રાણાનો પરાજય કરીને દમણ પ્રદેશમાં ચોથ ઉઘરાવવાનો પોતાનો હક પ્રસ્‍થાપિત કર્યો

vartmanpravah

તા.30મીએ સંચારી રોગ અટકાયત સમિતિની બેઠક મળશે

vartmanpravah

દીવમાં ત્રણ દિવસ સુધી દારૂની દુકાનો બંધ રહેશેઃ મંગળવારે સાંજે 6 વાગ્‍યાથી ડ્રાય ડે શરૂ થશે

vartmanpravah

દીવના લોકોને નતમસ્‍તક વંદન કરતા ઉમેશભાઈ પટેલઃ પરિણામ બાદ પહેલી વખત દીવ પધારતા નવનિયુક્‍ત સાંસદનું કરાયું ઉમળકાભેર સ્‍વાગત

vartmanpravah

Leave a Comment