September 1, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ઉમરગામ પોલીસ સ્‍ટેશનનો ચોરીનો આરોપી કલસર ચેકપોસ્‍ટથી ઝડપાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.25: પારડી પોલીસ સ્‍ટેશનના એ.એસ.આઈ. સીએસ સંગાડા તથા પ્રદીપસિંહ પ્રતાપસિંહ, જીતેન્‍દ્ર અમૃત, અશોક મૂળજી, ભરતસિંહ માનસિંહ, અંકિત નવીન તથા સંજય જશરાજ સહિત અન્‍ય પોલીસ કર્મીઓ પારડી કલસર ચેકપોસ્‍ટ પાસે ચેકિંગ કરી રહ્યા હતા. આ દરમિયાન તેઓને ઉમરગામ પોલીસ સ્‍ટેશનના ચોરીના ગુનામાં વોન્‍ટેડ ગુલાબ અમૃતભાઈ ધોળી. રહે.મલાઉ,માનપાડા ઉમરગામ. દમણથી કલસર થઈ પારડી આવી રહ્યો હોવાની બાતમી મળતા કલસર ચેકપોસ્‍ટ પર સઘન ચેકિંગ હાથ ધરી બાતમી વાળો વ્‍યક્‍તિ રાખોડી કલરનું ટીશર્ટ અને લીલા કલરનો નાઈટ પેન્‍ટ પહેરેલ આવી ચડતા તેને અટકાવી પૂછપરછ દરમિયાન તેણે પોતાનું નામ ગુલાબ અમૃતભાઈ ધોળી કહેતા તે ઉમરગામ પોલીસ સ્‍ટેશન ખાતે ચોરીના ગુનામાં વોન્‍ટેડ હોય તેની ધરપકડ કરી ઉમરગામ પોલીસને આ અંગેની જાણ કરી આરોપીનો કબજો લેવા જણાવ્‍યું હતું.

Related posts

વલસાડમાં ગણેશ પ્રતિમા લઈને આવતા પોલીસ અને ગણેશ ભક્‍તો વચ્‍ચે મામલો બિચકાયો

vartmanpravah

વાપી ટાઉનમાં રાત્રે શટરોના તાળા ફંફોસતા બે સ્‍થળોથી બે ઇસમો પોલીસે ઝડપ્‍યા

vartmanpravah

સંઘપ્રદેશના આરોગ્‍ય વિભાગે ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ની કરેલી ઉજવણી

vartmanpravah

ચીખલીના સારવણીથી બોગસ ડોક્‍ટરને ઝડપતી નવસારી એસઓજી પોલીસ

vartmanpravah

આંતરરાષ્‍ટ્રીય મહિલા દિવસ’ના ઉપક્રમે દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા યોજાનારો ‘માતૃ અને વિદ્યાશક્‍તિ સન્‍માન’ સમારંભ

vartmanpravah

ધરમપુરના નગારીયામાં રાષ્‍ટ્રીય ગ્રંથાલય સપ્તાહ ઉજવણી નિમિત્તે પુસ્‍તક પરબ ખુલ્લુ મુકાયું

vartmanpravah

Leave a Comment