October 14, 2025
Vartman Pravah
Breaking Newsખેલડિસ્ટ્રીકટદમણ

દાનહ અને દમણ-દીવ સ્‍ટેટ રાઈફલ શૂટિંગ સ્‍પોર્ટ્‍સ એસોસિએશન દ્વારા આયોજીત રાઈફલ શૂટિંગ સ્‍પર્ધામાં દમણની કુ. ઈશ્વરી ચોનકરે સબ યુથ અને યુથની બંને શ્રેણીમાં જીતેલા બે ગોલ્‍ડ મેડલ

  • માત્ર 11 વર્ષની ઉંમરે મળેલી સિદ્ધી બદલ રોયલ સ્‍પોર્ટ્‍સના પ્રેસિડેન્‍ટધીરજ સિંઘે આપેલા અભિનંદનઃ યશસ્‍વી ભવિષ્‍યની કરેલી કામના

  • માસ્‍ટર મેન્‍સ કેટેગરીમાં અગમ ચોનકરે 10 મીટર એર પિસ્‍ટોલ શુટિંગમાં મેળવેલો સિલ્‍વર મેડલ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.11 : દાદરા નગર હવેલી અને દમણ-દીવ સ્‍ટેટ રાઈફલ શૂટિંગ સ્‍પોર્ટ્‍સ એસોસિએશન દ્વારા આયોજીત રાઈફલ શૂટિંગ સ્‍પર્ધામાં કુ. ઈશ્વરી અગમ ચોનકરે 10 મીટર એર રાઈફલ શૂટિંગમાં સબ યુથ અને યુથની બંને શ્રેણીમાં ગોલ્‍ડ મેડલ મેળવી દમણ જિલ્લાનું નામ રોશન કર્યું છે. જ્‍યારે માસ્‍ટર મેન્‍સ કેટેગરીમાં શ્રી અગમ ચોનકરે 10 મીટર એર પિસ્‍ટોલ શુટિંગમાં ભાગ લઈ સિલ્‍વર મેડલ જીત્‍યો છે.
આ સ્‍પર્ધામાં શૂટિંગમાં ઓલિમ્‍પિક વિનર શ્રી ગગન નારંગની એકેડેમી ગન ફોર ગ્‍લોરી રોયલ સ્‍પોર્ટ્‍સના રેન્‍જ ઓફિસર્સ આવ્‍યા હતા.
આ પ્રસંગે રોયલ સ્‍પોર્ટ્‍સના પ્રેસિડેન્‍ટ શ્રી ધીરજ સિંઘે 11 વર્ષની ઉંમરમાં સબ યુથ અને યુથ શ્રેણી બંનેમાં ગોલ્‍ડ મેડલ જીતવા બદલ કુ. ઈશ્વરી અગમ ચોનકરને ખાસ અભિનંદન આપ્‍યા હતા અને તેમના શ્રેષ્‍ઠ ભવિષ્‍યની કામના પણ કરી હતી.

Related posts

જિલ્લા વિકાસ અધિકારી વલસાડ દ્વારા મમતા દિવસની મુલાકાત

vartmanpravah

ઉમરગામ પાલિકાના પ્રમુખ સહિતના નવા હોદ્દેદારોની વરણી માટે સેન્‍સ પ્રક્રિયા બાદ ચાલુ થયેલી અટકળો

vartmanpravah

ઉત્તર ભારતીય સેવા સંઘ, દમણ દ્વારા આજે નાની દમણના સ્‍વામી વિવેકાનંદ ઓડિટોરિયમ ખાતે ભવ્‍ય કવિ સંમેલન યોજાશે

vartmanpravah

વાપી-વલસાડ સહિત જિલ્લામાં મધરાતે ગાજવીજ કડાકા સાથે તોફાની વરસાદ પડયો

vartmanpravah

ખડકી સ્‍ટોન ક્‍વોરીમાં પાર્ક કરેલા ડમ્‍પરમાં લાગી આગ

vartmanpravah

દાદરામાં રાજસ્થાન સેવા સંગઠન દ્વારા મહારાણા પ્રતાપ જયંતિ સમારોહ સંદર્ભે પોસ્ટર વિમોચન કરવામાં આવ્યું

vartmanpravah

Leave a Comment