August 31, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

જિલ્લા વિજ્ઞાન કેન્‍દ્ર ધરમપુર ખાતે 8મા આંતરરાષ્‍ટ્રીય યોગ દિવસની કરવામાં આવેલી ઉજવણી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ધરમપુર, તા.21
જિલ્લા વિજ્ઞાન કેન્‍દ્ર (રાષ્‍ટ્રીય વિજ્ઞાન સંગ્રહાલય પરિષદ, સંસ્‍કૃતિ મંત્રાલય, ભારત સરકાર) ધરમપુર ખાતે તા.20 અને 21મી જૂન, 2022 દરમિયાન 8મા આંતરરાષ્‍ટ્રીય યોગ દિવસની ઉજવણી ‘‘માનવતા માટે યોગ” થીમ પર કરવામાં આવી હતી. જેમાં જિલ્લા વિજ્ઞાન કેન્‍દ્ર ધરમપુરના કર્મચારીઓ માટે યોગા દિવસના પ્રોટોકોલ અનુસાર યોગ માટે સત્રનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં પ્રેરણાબેન મહંત- યોગ કોચ ધરમપુર અને પુનમ ભટ્ટ જેવા તજજ્ઞો દ્વારા યોગાસનના પ્રકારો, યૌગિક ક્રિયાઓ, આસન, પ્રાણાયામ, મુદ્રા, સૂર્ય નમસ્‍કાર વગેરેનું નિદર્શન આપ્‍યું હતું.
આ પ્રસંગે જિલ્લા વિજ્ઞાન કેન્‍દ્ર ધરમપુર, નેહરૂ વિજ્ઞાન કેન્‍દ્ર મુંબઈ અને આર્ટ ઓફ લિવિંગ મુંબઈ દ્વારા ઓનલાઈન યોગ સત્રનું પણ આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં તજજ્ઞ તરીકે દિપ્‍તી દેશપાંડે યોગ ઈન્‍સ્‍ટ્રક્‍ટર, આર્ટ ઓફ લિવિંગ મુંબઈએ યોગની વિવિધ ક્રિયાઓનું નિદર્શન કરાવ્‍યું હતું. જેમાં પશ્ચિમ ભારતના 5 વિજ્ઞાન કેન્‍દ્રોમાંથી 1100 જેટલા બાળકો અને વયસ્‍કો અને કર્મચારીઓએ ભાગ લીધો હતો.
કાર્યક્રમની શરૂઆતમાં જિલ્લા વિજ્ઞાન કેન્‍દ્ર ધરમપુરના એજ્‍યુકેશનઓફિસર પ્રજ્ઞેશ રાઠોડે જણાવ્‍યું કે ભારતે વિશ્વને યોગની ભેટ આપી છે. યોગનો ઉલ્લેખ ઋગ્‍વેદ અને શ્રીમદ્‌ ભગવદ્‌ ગીતામાં પણ કરવામાં આવેલ છે. શાષાોમાં ભગવાન શિવજીને પરમ યોગી કહેવામાં આવે છે. મહર્ષિ પતંજલિએ યોગના 8 પ્રકારો આપ્‍યા છે. યુનાઈટેડ નેશન્‍સ જનરલ એસેમ્‍બલીમાં 11મી ડિસેમ્‍બર 2014ના રોજ સર્વ સંમતિથી દર વર્ષે 21મી જૂનને આંતરરાષ્‍ટ્રીય યોગ દિવસ તરીકે મનાવવા માટેનો ઠરાવ ક્રમાંક 69/131 પસાર કરવામાં આવ્‍યો હતો અને પ્રથમ આંતરરાષ્‍ટ્રીય યોગ દિવસની ઉજવણી 21 જૂન, 2015માં કરવામાં આવી હતી.
કાર્યક્રમની સાથે ‘‘યોગઃ જીવન જીવવાની તંદુરસ્‍ત રીત” વિષય પર પ્રેરણાબેન મહંત- યોગ કોચ ધરમપુરનું વ્‍યાખ્‍યાન યોજાયું હતું. જેમાં તેમણે યોગ અને વિવિધ આસનોના અભ્‍યાસથી આરોગ્‍યને થતાં ફાયદાઓ જણાવ્‍યા હતા. યોગ વિષય પર ક્‍વિઝનું આયોજન ઓનલાઈન અને ઓફલાઈન માધ્‍યમથી પણ કરવામાં આવ્‍યું હતું. જેમાં વિજેતાઓને પ્રમાણપત્ર ઈમેલ દ્વારા મોકલવામાં આવ્‍યા હતા.
કાર્યક્રમ દરમિયાન કેડી કન્‍યા છાયાત્રાલય નગારીયાની વિદ્યાર્થીનીઓએ સંગીતમય પ્રસ્‍તુતિ પર યોગનૃત્‍ય કર્યું હતું જે આકર્ષણનું કેન્‍દ્ર બન્‍યું હતું.
જિલ્લા વિજ્ઞાન કેન્‍દ્ર, ધરમપુરના એજ્‍યુકેશન ઓફિસર પ્રજ્ઞેશ રાઠોડ અને જિલ્લા વિજ્ઞાન અધિકારી શ્રી અશોક જેઠેનામાર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં જિલ્લા વિજ્ઞાન કેન્‍દ્ર ધરમપુર તથા રેન્‍જ ફોરેસ્‍ટ ઓફિસ – ધરમપુરના કર્મચારીઓ અને કેડી કન્‍યા છાત્રાલય નગારીયાની વિદ્યાર્થીનીઓએ ઉત્‍સાહપૂર્વક ભાગ લીધો હતો.

Related posts

સંઘપ્રદેશના આરોગ્‍ય વિભાગનો ફરી એકવાર રાષ્‍ટ્રીય સ્‍તરે વાગેલો ડંકો ભારત સરકાર દ્વારા આયોજીત ‘આરોગ્‍ય મંથન-2023’માં દાનહ અને દમણ-દીવને જન આરોગ્‍ય ક્ષેત્રે કરેલા ઉત્‍કૃષ્‍ટ કાર્ય બદલ બે પુરસ્‍કારોની થયેલી નવાજેશ

vartmanpravah

દમણ-દીવના સાંસદને જ કેમ વિકાસ દેખાતો નથી?

vartmanpravah

વાપી ખાતે જિલ્લા કક્ષાનો યુવા ઉત્સવ યોજાયો, ૩૩ કૃતિમાં ૫૩૫ કલાકારોએ ભાગ લીધો

vartmanpravah

પ્રદેશ ભાજપ લઘુમતી મોર્ચાના પ્રમુખ શૌકતભાઈ મિઠાણીએ દમણ, દાનહ અને પોતાના વોર્ડ મિટનાવાડ ખાતે પણ ભવ્‍ય રીતે ઉજવેલી ડો.બાબાસાહેબ આંબેડકરની જન્‍મજયંતિ

vartmanpravah

વલસાડમાં ભાજપ દ્વારા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના અમેરીકામાં અનામત નિવેદનોના વિરોધમાં ધરણા-મૌન રેલી યોજાઈ

vartmanpravah

નવસારી જિલ્લામાં નાની રકમની ચલણી નોટો તથા સિકકાનો અસ્‍વીકાર કરનાર સામે રાજદ્રોહની કાર્યવાહી કરાશે

vartmanpravah

Leave a Comment