September 1, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

નવસારી જિલ્લાનું નૈસર્ગિક નજરાણું એટલે ‘આંકડા ધોધ’

વાંસદાથી લગભગ 17 કિલોમીટર દૂર વાંગણ ગામમાં કુદરતનાં ખોળે સૌંદર્યનું અદ્‌ભુત નજરાણું: કુદરતી વાતાવરણ અને વર્ષાઋતુમાં માણવા લાયક, મનને આનંદ અપાવનાર આંકડા ધોધ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ), તા.26: નવસારી જિલ્લાનો વાંસદા તાલુકો દક્ષિણ ગુજરાતમાં કુદરતના ખોળે વસેલો છે. વનોનું સૌંદર્ય, પહાડો, ખીણો, જૈવિક વૈવિધ્‍ય થકી અહીં નયનરમ્‍ય આહલાદક વાતાવરણ ઉભુ કરે છે. વર્ષાઋતુમાં નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના અનેક સ્‍થળોની નૈસર્ગિક સુંદરતા સોળે કળાએ ખીલી ઉઠે છે. અહીનો વિસ્‍તાર વરસાદનાં અમી છાંટણાથી જાણે ધરતીએ લીલી ચાદર ઓઢી હોય તેવું લાગે છે ત્‍યારે, નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના વાંગણ ગામના ‘આંકડા ધોધ’નો રમણીય નજારો કંઈક અલગ જ હોય છે.
વરસાદી વાતવરણમાં ચોતરફ લીલાછમ ખેતરોની હરિયાળી વચ્‍ચે નવસારી જિલ્લાનાવાંસદા તાલુકાથી 17 કી.મી દુર વાંગણ ગામમાં કુદરતી સૌંદર્યનું અદભુત નજરાણું આંકડા ધોધ આવેલ છે. આંકડા ધોધ સુધી પહોંચવા માટે વાંગણ ગામમાં પ્રવેશ કર્યા બાદ લગભગ એક થી બે કી.મીનો માર્ગ ચાલીને કાપવો પડે છે. પગદંડી અને ઝરણાંના માર્ગમાં ચાલવાની મજા સાથે ધોધના કર્ણપ્રિય અવાજ અને ધોધના દર્શન પ્રવાસીઓને મનને પ્રફુલિત કરી દેનાર છે. ધોધ સુધીની પગપાળા સફર દરમિયાન સ્‍થાનિકો દ્વારા ચાલતી શેકેલી મકાઈ (બુટા), ચા તથા ગામના ફળોની લારી પ્રવાસીઓને ખાસ આકર્ષિત તથા આનંદિત કરનારી છે.
અહીના ઉંચા લીલાછમ ડુંગરો પરથી સ્‍તબ્‍ધ કરી દેતો વિશાળ ધોધ આંખોને પ્રફુલ્લિત કરનાર છે. જે વિશાલ ધોધ નીચે આવીને પાંચ થી છ ભાગમાં ભળી સૌમ્‍ય ધોધ સ્‍વરૂપમાં જોવા મળે છે. જ્‍યાં ધોધના પાણીના પ્રવાહમાં પ્રકળતિપ્રેમી અને પ્રવાસીઓ આનંદ માણે છે.
ગામના લોકોના જણાવ્‍યાં અનુસાર ધોધ પાસે હનુમાનજીને મૂર્તિને આંકડાના ફૂલો અર્પણ થતા હોય જેથી ગામના પૂર્વજોએ આ ધોધને આંકડા ધોધ નામ પાડવામાં આવ્‍યું હતું. ઉપરાંત આ ધોધને આદિવાસી ધોધ તરીકે પણ સ્‍થાનિકોમાં પ્રચલિત છે.
વાંગણ ગામના ચારે તરફ હરિયાળી અને ખુશનુમા વાતાવરણ વચ્‍ચે આવેલ આ આંકડા ધોધ પ્રવાસીઓનું આકર્ષણ કેન્‍દ્ર બનતું જાય છે. હજારોપ્રકળતિપ્રેમી તથા પ્રવાસીઓ ચોમાસના ઋતુમાં અહીં કુદરતી સૌંદર્ય માણવા આવે છે. આવા ધોધનાં લીધે ગામને પણ ઘણીબધી પ્રસિદ્ધિ મળેલી છે અને લોકોને રોજગારી પણ મળી છે. ગામના લોકો માટે ખેતી અને પશુપાલનની આવક સાથે ધોધ પાસે નાની-નાની દુકાનો ચલાવીને ગામના લોકો આવક મેળવી રહ્યા છે.
વાંગણ ગામના લોકો નયનરમ્‍ય આંકડા ધોધની જાળવણી માટે સજાગ અને કટિબદ્ધ છે. ત્‍યારે આ સુંદર ધોધની પાસે કચરો કે ગંદકી ન કરી ધોધને સ્‍વચ્‍છ રાખવાની નૈતિક જવાબદારી અહી આવતા પર્યટકો અને પ્રકળતિપ્રેમીઓ સાથે આપણા સૌની છે.

Related posts

દાનહના એસ.પી. આર.પી.મીણાની અધ્‍યક્ષતામાં સેલવાસ હેડ ક્‍વાર્ટર ખાતે પોલીસ અને હોમગાર્ડના જવાનો માટે સંપર્ક સભાનું કરાયેલું આયોજન

vartmanpravah

જિલ્લા કલેક્‍ટર ડો. તપસ્‍યા રાઘવે જારી કરેલો આદેશ નાની દમણ સમુદ્ર નારાયણ મંદિર જેટીથી દેવકા પ્રિન્‍સેસ પાર્ક સુધીનો બીચ રોડ વાહન અને રાહદારીઓની અવર-જવર માટે બંધ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા. 13 નાની દમણના સમુદ્ર નારાયણ મંદિર જેટીથી હોટલ પ્રિન્‍સેસ પાર્ક દેવકા સુધીના રોડને વાહનો તથા રાહદારીઓની અવર-જવર માટે બીજો આદેશ જારી નહીં થાય ત્‍યાં સુધી બંધ કરવાનો આદેશ સીઆરપીસીની 144 કલમ અંતર્ગત દમણના કલેક્‍ટર અને જિલ્લા મેજીસ્‍ટ્રેટ ડોક્‍ટર તપસ્‍યા રાઘવે જારી કર્યો છે. સમુદ્ર નારાયણ મંદિરથી પ્રિન્‍સેસ પાર્ક દેવકા સુધીના બીચ રોડ ઉપર વાહનો અને રાહદારીઓની અવર-જવરના કારણે એજન્‍સી દ્વારા ચાલી રહેલા કામોમાં અવરોધ આવવાની સાથે સલામતિનો પણ પ્રશ્ન ઉપસ્‍થિત થઈ રહ્યો છે, તેથી આ રસ્‍તાને સંપૂર્ણ રીતે અવર-જવર માટેબંધ કરવાનો આદેશ કરવામાં આવ્‍યો છે.

vartmanpravah

વાંસદા તાલુકામાં ભારે વરસાદથી ધોવાણ થયેલા માર્ગોનું મરામત કામ પુરજોશમાં શરૂ

vartmanpravah

રવિવારે દાનહના કરચોંડ ઘાટ ઉપર ખાનગી બસની બ્રેક ફેઈલ થતાં અકસ્‍માતમાં ક્‍લીનરનું ઘટના સ્‍થળે જ થયેલું મોત

vartmanpravah

દમણમાં આંતર શાળાકીય કબડ્ડી સ્‍પર્ધાનો પ્રારંભ

vartmanpravah

ચીખલી તાલુકાના સુરખાઈ ગામથી ખેતરમાંથી મૃત હાલતમાં દીપડી મળી આવીઃ વનવિભાગે હાથ ધરેલી તપાસ

vartmanpravah

Leave a Comment