July 22, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાત

ઉમરગામ તાલુકાના અચ્‍છારી ગામની 73 વર્ષિય વયોવૃદ્ધ મહિલાની જમીન હડપી લેવાના કાવતરાંમાં ઉમરગામના પૂર્વ કોંગ્રેસી ધારાસભ્‍ય શંકરભાઈ વારલીને ભિલાડ પોલીસનું તેડું: ભેદભરમ બહાર આવવાની સંભાવના

જમીન માલિકોને બ્‍લેકમેઈલિંગ કરવાના ઉમરગામ સહિત વલસાડ જિલ્લામાં ચાલી રહેલા ષડ્‍યંત્ર સામે ભૂપેન્‍દ્રભાઈ પટેલની સરકાર ‘સીટ’નું ગઠન કરી શકે છેઃ 4 થી 5 જેટલા ઈસમો પણ શંકાના દાયરામાં

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વાપી, તા.26 : ઉમરગામ તાલુકાના અચ્‍છારી ગામ ખાતે આવેલ 73 વર્ષની વયોવૃદ્ધ મહિલાની જમીન હડપી લેવા માટે સુરતના ગુંડાઓને આપેલી સોપારીની ઘટનામાં ઉમરગામના ભૂતપૂર્વ કોંગ્રેસના ધારાસભ્‍ય શંકરભાઈ વારલીને પોલીસ તરફથી તેડું આવતાં આ પ્રકરણ રસપ્રદ મોડ લેવા તરફ જઈ રહ્યું છે. કોંગ્રેસના ભૂતપૂર્વ ધારાસભ્‍ય શંકરભાઈ વારલી સાથે 4 થી 5 જેટલા ઈસમો સામે પણ તવાઈ આવવાની શક્‍યતા જોવાઈ રહી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે ઉમરગામ તાલુકાના અચ્‍છારી ગામના મૂળ રહેવાસી શ્રીમતી લીનાબેન શાંતિલાલ શાહ પોતાના બાપ-દાદાના સમયથી ચાલી આવેલ જમીનના માલિક તરીકે છે. મૂળ અચ્‍છારી અને હાલમાં બેંગલોર રહેતાં 73 વર્ષિય વયોવૃદ્ધ લીનાબેન શાંતિલાલ શાહની જમીન પડાવી લેવા માટે તાલુકાના સ્‍થાનિકતલાટીઓ અને મંત્રીઓ સાથે સેટિંગ કરી ગણોતિયા તરીકે એક આદિવાસીનું ખોટું નામ દાખલ કરાવાયું હતું. જેનો કેસ હાઈકોર્ટમાં પડતર હોવા છતાં સુરતના ગુંડાઓને બોલાવી ધાકધમકી અને ભયનું વાતાવરણ પેદા કરી જમીનનો કબ્‍જો લેવા કોશિષ કરાઈ હતી. જેના સંદર્ભમાં ભિલાડ પોલીસ સ્‍ટેશનમાં 11 જેટલા આરોપીઓ સામે ગુનો નોંધાયો હતો. જેના અંતર્ગત કોંગ્રેસના ભૂતપૂર્વ ધારાસભ્‍ય શંકર વારલીની પૂછપરછ માટે ભિલાડ પોલીસે કાર્યવાહી કરી હોવાની માહિતી સાંપડી છે.
સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે ગુજરાતની ભૂપેન્‍દ્રભાઈ પટેલ સરકારે જમીનદારોની થતી પજવણીને ખુબ જ ગંભીરતાથી લઈ ઉમરગામ સહિત વલસાડ જિલ્લામાં લેન્‍ડમાફિયાઓના ઈશારે રાજકીય આગેવાનો અને ગુંડાગીરીની મદદથી જમીન હડપવા થઈ રહેલા કારસ્‍તાન સામે એસ.આઈ.ટી.ના ગઠન અંગે પણ વિચારણાં થઈ રહી છે.
અત્રે નોંધનીય છે કે, ભિલાડ પોલીસે બતાવેલી અસરકારકતાથી ખેડૂતોને બ્‍લેકમેઈલ કરતા તત્ત્વોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્‍યો છે.

Related posts

સેલવાસ નગર પાલિકાને મળેલો ઈ-ગર્વનન્‍સ-2020-21નો રાષ્‍ટ્રીય ગોલ્‍ડ પુરસ્‍કાર

vartmanpravah

મહારાષ્‍ટ્રના ઉપ મુખ્‍યમંત્રી દેવેન્‍દ્ર ફડનવીસએ સંઘપ્રદેશ ભાજપના પૂર્વ પ્રભારી રઘુનાથ કુલકર્ણીના મુંબઈ ખાતેના નિવાસ સ્‍થાન પર સ્‍થાપિત ગણેશજીના કરેલા દર્શન

vartmanpravah

પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં ભાવ વધારો ખેડૂતોને પરંપરાગત ખેતી તરફ લઈ જાય તો નવાઈ નહીં

vartmanpravah

વાપી ઈમરાનનગરમાં પાન મસાલાના વેપારીની બાઈક ઉપરથી માલ ભરેલો 60 હજારનો થેલો તફડાવાયો

vartmanpravah

એસ.પી. રાજેન્‍દ્ર પ્રસાદ મીણાની અધ્‍યક્ષતામાં દાનહ પોલીસ હેડ ક્‍વાર્ટર ખાતે જ્‍વેલર્સના વેપારીઓ સાથે અવૈધ ગતિવિધિઓથી સાવધ રહેવા બેઠકનું કરાયેલું આયોજન

vartmanpravah

વાપી-દમણના સર્વોદય સેવક પદ્મશ્રી ગફુરભાઈ બિલખીયાનું વાપી સ્‍પંદન પરિવાર દ્વારા કરાયેલું સન્‍માન

vartmanpravah

Leave a Comment