October 13, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી ઈમરાનનગરમાં પાન મસાલાના વેપારીની બાઈક ઉપરથી માલ ભરેલો 60 હજારનો થેલો તફડાવાયો

મોપેડ ઉપર આવેલ બે યુવાનો થેલો કાપી ફરાર : ઘટના સીસીટીવીમાં કેદ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.14: ગઠીયા અને તસ્‍કરો ક્‍યાં કેવી રીતે ધાપ મારે તેનું કંઈ નક્કી નથી. વાપી વિસ્‍તાર હવે ધોળા દિવસે પણ અસુરક્ષિત હોવાની ઘટના આજે બપોરે ઈમરાનનગર મસ્‍જીદ સામે વાપીમાં ઘટી હતી. રેગ્‍યુલર બાઈક ઉપર બીડી સિગારેટ-ગુટખાનો સામાન રાખી વેચાણ કરી રહેલ વેપારીએ ઈમરાનનગરમાં બાઈક પાર્ક કરી દુકાને વેપારીને સિગારેટ બાઈક ઉપરથી 50 થઈ 60 હજારનો સામાન ભરેલો થેલો કાપી ફરાર થઈ ગયા હતા.
વાપી ઈમરાનનગર મસ્‍જીદ કોમ્‍પલેક્ષમાં રોજની જેમ આજે ગુરુવારે પાન મસાલા-સિગારેટનો વેપારી અશોકભાઈ સંભાજી તેની બાઈક ઉપર માલનો જથ્‍થો લાદી વેચાણ માટે આવેલો બાઈક પાર્ક કરી દુકાને સિગારેટ આપવા ગયો તે દરમિયાન મોપેડ ઉપર આવેલ બે યુવકો બાઈકમાં બાંધેલ 50 થી 60 હજારની સિગારેટ ભરેલો થેલો કાપી ફરાર થઈ ગયા હતા. ઘટના આખી સીસીટીવીમાં કેદ થઈ હતી. અશોક સંભાજીએ ટાઉન પોલીસમાં લેખિત ફરિયાદ નોંધાવી હતી.

Related posts

સેલવાસ પોલીસ દ્વારા મોબાઈલ ચોરીના આરોપીને ચોવીસ કલાકમાં જ ઝડપી પાડયા

vartmanpravah

વાપી સોશિયલ ગ્રુપના પ્રમુખ કિરણ રાવલે 98મી વાર રક્‍તદાન કર્યું

vartmanpravah

ચીખલી, ખેરગામ અને ગણદેવી તાલુકામાં મેઘરાજાની તોફાની બેટીંગઃ અનેક જગ્‍યાએ વૃક્ષો અને વીજ થાંભલા ધરાશાયી

vartmanpravah

વાપી ડુંગરી ફળીયામાં પાલિકાના પાણી સંપમાં પડી જતા 7 વર્ષિય બાળકનું ડૂબી જતા મોત

vartmanpravah

ધરમપુરમાં બંધારણના ઘડવૈયા ડો.બાબાસાહેબ આંબોડકરની પુણ્‍યતિથિની ઉજવણી કરાઈ

vartmanpravah

દાનહ કોંગ્રેસમાં અમોલ મેશ્રામ બન્‍યો સેવાદળનો મુખ્‍ય સંગઠક

vartmanpravah

Leave a Comment