Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ખુડવેલ મુખ્‍ય માર્ગ ઉપર નડતર વૃક્ષો દૂર કરાતા વાહન ચાલકોને રાહત

તાલુકા પંચાયત સભ્‍યની લેખિત રજૂઆત બાદ વન વિભાગ દ્વારા નડતરરૂપ વૃક્ષો દૂર કરાયાઃ તાજેતરમાં જ બે એસટી બસો વચ્‍ચે અકસ્‍માત સર્જાયો હતો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ),તા.30: ચીખલી-ફડવેલ-ઉમરકુઈ માર્ગ ઉપર ખુડવેલ વળાંક પાસે અવાર નવાર નાના મોટા અકસ્‍માતો સર્જાતા ફડવેલના તાલુકા પંચાયત સભ્‍ય શ્રી મહેશભાઈ દ્વારા સામાજિક વનીકરણમાં લેખિત રજૂઆત કરી જણાવાયું હતું કે, ખુડવેલ ચાર રસ્‍તાથી ફડવેલ તરફ જતા રસ્‍તાની બાજુમાં મોટા ઝાડો આવેલ છે. સદર ઝાડોને કારણે વારંવાર અકસ્‍માતો થાય છે. હાલમાં 18મી જુલાઈના રોજ સવારના સમયે સામ સામે બસ અથડાતા એક ડ્રાઇવરનું મોત નિપજ્‍યું હતું. અને 35-જેટલા મુસાફરોને ઈજાઓ થઈ હતી. આ રસ્‍તા પર અત્‍યાર સુધીમાં 15 થી 20જેટલા અકસ્‍માતમાં લોકોએ જીવ ગુમાવ્‍યો છે. આ જગ્‍યાએ ઝાડોના કારણે વળાંકમાં આગળનો રસ્‍તો દેખાતો ન હોવાથી વારંવાર અકસ્‍માત થતા રહે છે. ભવિષ્‍યમાં ગંભીર અકસ્‍માતો ન થાય, જાનહાની ટાળી શકાય તે માટે આ નડતરરૂપ ઝાડો દૂર કરવા જરૂરી છે.
તાલુકા સભ્‍ય શ્રી મહેશભાઈની રજૂઆતને પગલે વન વિભાગ દ્વારા યુધ્‍ધના ધોરણે આ નડતરરૂપ વૃક્ષો દૂર કરવામાં આવતા વાહન ચાલકોને મોટી રાહત થવા પામી હતી.

Related posts

કલેક્‍ટર રાકેશ મિન્‍હાસના નેતૃત્‍વ હેઠળ સેલવાસમાં નરોલી રોડ પર બ્‍યુટીફેક્‍શન અંગે યોજાયેલી બેઠક

vartmanpravah

નિવૃત ખૂખરી યુદ્ધ જહાજ પી-49 પર કર્મચારીઓની મનમાની અને દાદાગીરીને લીધે પર્યટક પરેશાન

vartmanpravah

યુઆઈએની ચૂંટણીમાં યુવા ઈન્‍ડસ્‍ટ્રીયલ ટીમનો વિજય

vartmanpravah

ચીખલીની સ્‍પંદન હોસ્‍પિટલના સંચાલકો અને તબીબોએ દાખવેલી માનવતા : ડાંગ આહવાના ગરીબ પરિવારના સભ્‍યની એક મહિનાની સારવાર અને દવાનું રૂા. 1.પ0 લાખનું બિલ માફ કર્યું

vartmanpravah

ધરમપુર એસ.ટી. ડેપોનો ટ્રાફિક ઈન્‍સ્‍પેક્‍ટર કન્‍ડક્‍ટરની રજા મંજૂર કરવા પેટે રૂા.200ની લાંચ લેતા ઝડપાયો

vartmanpravah

દાનહના નવનિયુક્‍ત કલેક્‍ટર પ્રિયાંક કિશોરે વિવિધ વિકાસ કાર્યોની લીધેલી મુલાકાત

vartmanpravah

Leave a Comment