Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

લોભિયા હોય ત્‍યાં ધુતારા ભૂખે ન મરે: અવધ ઉથોપિયામાં સસ્‍તી કિંમતે મોબાઈલ અપાવવાની લાલચ આપી 1 લાખ 75 હજારની છેતરપિંડી

વિશ્વાસ કેળવવા અગાઉ રૂા.1લાખ થી વધુ કિંમતનો આઈફોન 14 પ્રો મેક્‍સ મોબાઈલ ફક્‍ત 80000 માં આપ્‍યો હતો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.30: પારડી તાલુકાના ટૂકવાડા ગામ ખાતે આવેલ અવધ ઉથોપીયામાં સંકેત દિનેશભાઈ મહેતા ઉંમર વર્ષ 27 રહે.મહેતા મેન્‍શન, ડોક્‍ટર આંબેડકર નગર, ભારત માતા સિનેમા પાસે, લાલબાગ, મુંબઈનાઓ જાન્‍યુઆરી 2023 થી બેન્‍ડ યુટ સેલ્‍સ એક્‍ઝિકયુટિવ તરીકે જોડાયા હતા.
એપ્રિલ મહિનામાં અવધમાં સાથે જ કામ કરતા અને બેન્‍ડ વેટમાં સેલ્‍સ હેડ મેનેજર તરીકે કામ કરતા સુભાષ બ્રિજમોહન ગોડને સંકેતે સસ્‍તામાં મોબાઈલ જોઈતા હોય તો કહેજો હોવાની લાલચ આપી અગાઉ સાથે કામ કરતા એવા સુરજ શેટ્ટી, હાર્મિક પટેલ, તૃપ્તિબેન, ઉમંગ અને ચેતનનાઓને મોબાઈલ અપાવ્‍યા હોવાનું કહી વિશ્વાસ કેળવતા સુભાષે પોતાના માટે આઈફોન 14 પ્રો મેક્‍સ મોબાઈલ મંગાવતા સંકેતે 1લાખ રૂપિયા થી વધુ કિંમતે મળતો આ મોબાઈલ ફક્‍ત 80,000 માં સુભાષભાઈને અપાવ્‍યો હતો.
પોતાને એક લાખથીવધુ કિંમતનો મોબાઈલ 80,000 માં જ મળતા લાલચમાં આવી સુભાષે પોતાના ઘરના સદસ્‍ય બીજલ, કપિલ, સચિન અને અજય મળી કુલ વધુ ચાર આઈફોન 14 પ્રો મેક્‍સ મોબાઈલ સંકેત પાસે મંગાવી આ મોબાઇલના બિલ પેટેના રૂા.1,75,000 જેટલા રૂપિયા એડવાન્‍સ પેટે સંકેતને આપ્‍યા હતા.
ત્‍યારબાદ સંકેતે આ નોકરી છોડી દેતા અને મોબાઈલ આપવા બહાના બતાવતા વારંવાર ઉઘરાણી કરવા છતાં રૂપિયા અને મોબાઈલ ન આપતા સુભાષે પોતાના સાથે સંકેતે છેતરપિંડી કરી હોવાની ફરિયાદ પારડી પોલીસ સ્‍ટેશને નોંધાવી હતી.

Related posts

દાનહના રખોલીની આર.આર.કેબલ લિમિટેડ કંપનીમાં રક્‍તદાન શિબિર યોજાઈ

vartmanpravah

દાનહના કેટલાક વિસ્‍તારોમાં વાયરલ ફીવર અને ડેંગ્‍યુના કેસોમાં થયેલો વધારો સેલવાસમાં ડેંગ્‍યુની સારવાર લઈ રહેલા યુવાનનું થયું મોત

vartmanpravah

નરોલીની મુલાકાત દરમિયાન પ્રશાસક પ્રફુલભાઈ પટેલનો ભાજપ-શિવસેનાના પ્રતિનિધિઓએ કરેલો ઉષ્‍માભર્યો આદર-સત્‍કાર

vartmanpravah

વાપી-કોપરલી ચાર રસ્‍તા પાસેથી દારૂનો જથ્‍થો ભરેલી ઈકો સ્‍પોર્ટસ કાર ઝડપાઈ

vartmanpravah

મોટી દમણ જમ્‍પોર બીચ ખાતે ચાર તરૂણીઓના ડૂબી જતા મોત

vartmanpravah

પોર્ટુગીઝ આક્રમણનું સ્‍વરૂપ અને તત્ત્વજ્ઞાન

vartmanpravah

Leave a Comment