October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

શ્રી સ્‍વામિનારાયણ હાઈસ્‍કુલ સલવાવમાં કોમ્‍પ્‍યુટર લેબ અને સ્‍માર્ટ બોર્ડનું ઉદ્‌ઘાટન કરાયું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.01: શ્રી સ્‍વામિનારાયણ શિક્ષણ સેવા કેન્‍દ્ર સલવાવ સંચાલિત શ્રી સ્‍વામિનારાયણ હાઈસ્‍કુલ સલવાવ(ગ્રાન્‍ટેડ)માં ગુજરાત સરકાર શ્રી દ્વારા મળેલ કોમ્‍પ્‍યુટર અને સ્‍માર્ટ બોર્ડનું તા.30-08-2024નાં રોજ ઉદ્‌ઘાટન કરવામાં આવ્‍યું હતુ.
આજના સમયમાં બાળકો અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરી શિક્ષણ પ્રાપ્ત કરી શકે તે માટે શાળામાં કોમ્‍પ્‍યુટર લેબનું શ્રી સ્‍વામિનારાયણ શિક્ષણ સેવા કેન્‍દ્ર સલવાવનાં મેનેજીંગ ટ્રસ્‍ટી પૂજ્‍ય કપિલ સ્‍વામીજી તેમજ પૂજ્‍ય રામ સ્‍વામીજીના હસ્‍તે વિધિવત શાષાોક્‍ત મંત્રોચ્‍ચાર સાથે શુભારંભ કરવામાં આવ્‍યો હતો.
આ અવસરે પૂજ્‍ય રામ સ્‍વામીજીએ વિદ્યાર્થીઓને જીવનમાં સિદ્ધિ પ્રાપ્ત કરવા માટેના બોધ વચનો પાઠવ્‍યા હતા. દરેક બાળકમાં ટેકનોલોજીના માધ્‍યમથી વિચાર શક્‍તિમાં વધારો થાય તેમજ નવા સંશોધન માટેની જીજ્ઞાસા સિદ્ધ થઈ શકે અને જીવન જીવવામાં આસાન બની શકે તે માટે અદ્યતન ટેકનોલોજીની ઉપયોગીતા જરૂરી છે. આ કાર્યક્રમમાં એકેડેમીક ડાયરેક્‍ટર શ્રી ડૉ.શૈલેષ લુહાર, એડમીન ડાયરેક્‍ટર શ્રી હિતેન ઉપાધ્‍યાય, સંસ્‍થાના ટ્રસ્‍ટી મંડળના સભ્‍ય શ્રી બાબુભાઈ સોડવડિયા, શ્રીમતી જયશ્રીબેન સોડવડિયા, આચાર્યગણ ઉપસ્‍થિત રહ્યા હતા. શાળાના આચાર્યા શ્રીમતી દક્ષાબેન પટેલે તમામ ઉપસ્‍થિતોનો આભાર વ્‍યક્‍ત કર્યો હતો.

Related posts

સ્‍વામી વિવેકાનંદ ઓડીટોરિયમમાં દમણ જિલ્લાના પંચાયત પ્રતિનિધિઓ માટે ત્રિ-દિવસીય તાલીમ સહ વર્કશોપના સેમિનારનો આરંભ

vartmanpravah

ઓલપાડના ગામનાં નવયુવાનો નર્મદા પૂરગ્રસ્‍ત લોકોની વહારે દોડયા

vartmanpravah

વાપી હાઈવે ઉપર પેટ કેર શોપમાં ચોરી : 50 હજારથી વધુની રોકડ ચોરી કરી બેતસ્‍કરો ફરાર

vartmanpravah

મોટાપોંઢામાં દંપતિનું બાઈક કેનાલમાં ખાબકતા પતિ-પત્‍ની તણાયા : પતિનું મોત-પત્‍નીને બચાવાઈ

vartmanpravah

વલસાડમાં ટપાલ સેવાને લગતા પ્રશ્નોના નિરાકરણ બાબતે ડાક અદાલત યોજાશે

vartmanpravah

વાપી ન્‍યાયાલય પરિસરમાં કેન્‍ટીન અને પાર્કીંગ પોલીસ બુથ જેવી સેવાઓનો પ્રારંભ

vartmanpravah

Leave a Comment