October 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

દેહરી સ્‍થિત કાર્યરત ચંદન સ્‍ટીલ કંપનીના વિસ્‍તરણ પ્રોજેક્‍ટ માટે યોજાયેલી પર્યાવરણીય લોક સુનાવણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન

સ્‍થાનિક આગેવાનો અને ખેડૂતોએ પ્રદૂષણ અને ખેતીવાડીને નુકસાનના મુદ્દે લેખિત તેમજ મૌખિક રજૂ કરેલા વાંધા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.02: ઉમરગામ તાલુકાના દેહરી ગામ ખાતે કાર્યરત મેસર્સ ચંદન સ્‍ટીલ લિમિટેડ કંપની યુનિટ- 6 મેટલ સર્જીકલ ઈન્‍ડસ્‍ટ્રીઝ રોલિંગ મીલ અને સ્‍ટેનલેસ સ્‍ટીલ બીલેટ્‍સના ઉત્‍પાદન પ્‍લાન્‍ટના પરિયોજનાના ઉત્‍પાદન ક્ષમતા વધારવાની વિસ્‍તરણ મંજૂરી માટે આજરોજ વલસાડ જિલ્લા કલેકટર શ્રીમતી અનુસયા આર. ઝા ની અધ્‍યક્ષ હેઠળ પર્યાવરણીય લોક સુનાવણીનુ આયોજન કરવામાં આવ્‍યું હતું. આ લોક સુનાવણીમાં સ્‍થાનિક આગેવાનો અને ખેડૂતોએ પ્રદૂષણનો મુદ્દો સામે રાખી આરોગ્‍ય અને ખેતીવાડીને નુકશાન તેમજ રોજગારીના મુદ્દે ધ્‍યાન દોરવામાં આવ્‍યુંહતું.
પ્રારંભમાં કંપનીના મેનેજિંગ ડાયરેક્‍ટર શ્રી દિલીપભાઈ ચંદને અધિકારીગણ તથા જન પ્રતિનિધિઓને શાબ્‍દિક આવકાર આપ્‍યા બાદ કંપની મેનેજમેન્‍ટ દ્વારા વિસ્‍તરણ પ્રોજેક્‍ટને લગતી વિસ્‍તૃત પૂર્વક માહિતીથી ઉપસ્‍થિતોને અવગત કરવામાં આવ્‍યા હતા.
આજના સુનાવણી કાર્યક્રમમાં દેહરી ગ્રામ પંચાયતના સરપંચશ્રી ધનેશભાઈ તેમજ ઉપસરપંચશ્રી ઉમેશભાઈ સોલંકી અને સ્‍થાનિક આગેવાનો શ્રી ધર્મેશભાઈ નાયક, ખેડૂત આગેવાન શ્રી નીતિનભાઈ સાવે નારગોલ પંચાયતના માજી સરપંચ શ્રી યતિનભાઈ ભંડારી સહિતના આગેવાનોએ કંપની સામે હવા અને ધ્‍વનિ પ્રદૂષણ તેમજ જળ પ્રદૂષણના કારણે થતું પર્યાવરણીય નુકસાન તરફ ધ્‍યાન દોરવા સાથે રોજગારી તેમજ સીએસઆર અંતર્ગત કરવામાં આવતી કામગીરીના મુદ્દે રજૂઆત કરવામાં આવી હતી. આજના સુનાવણી કાર્યક્રમમાં નારગોલના માજી સરપંચ શ્રી યતિનભાઈ ભંડારીએ દરિયા કિનારાને થતા નુકસાનના કારણે માછીમારોની આજીવિકા પર પડનારી વિપરીત અસરનો પણ મુદ્દો પ્રકાશિત કર્યો હતો.
આજની લોક સુનાવણી કાર્યક્રમમાં ઉમરગામ મામલતદાર શ્રીમતી કલ્‍પનાબેન પટેલ, તાલુકા વિકાસ અધિકારી શ્રી ચંદ્રકાંતસિંહ પઢિયાર, ધારાસભ્‍ય શ્રી રમણભાઈ પાટકર, યુઆઈએના પ્રમુખ શ્રી નરેશભાઈ બંધીયા, અગ્રણી ઉદ્યોગપતિ શ્રી ઈશ્વરભાઈ બારી, ભાજપા અગ્રણી શ્રીકનુભાઈ સોનપાલ તેમજ ભાજપા તાલુકા સંગઠન પ્રમુખ શ્રી દિલીપભાઈ ભંડારી સહિતના આગેવાનોની ઉપસ્‍થિતિ જોવા મળી હતી. ચુસ્‍ત પોલીસ બંદોબસ્‍ત યોજાયેલ સુનાવણી કાર્યક્રમનુ સંચાલન ગુજરાત પોલ્‍યુશન કંટ્રોલ બોર્ડના પ્રાદેશિક અધિકારીશ્રી એ ઓ ત્રિવેદી દ્વારા કરવામાં આવ્‍યું હતું.

Related posts

લેટર બોંબ બાદ દાંડી સહિત વલસાડ કાંઠા વિસ્‍તારના ગામોમાં ધવલ પટેલના સમર્થનમાં બેનરો લાગ્‍યા

vartmanpravah

દાનહમાં સામરવરણી અને મસાટ પંચાયતોની ગ્રામસભા સંપન્ન

vartmanpravah

દીવમાં તથા વણાકબારામાં નવા એસએચઓની નિયુક્‍તિ

vartmanpravah

દમણવાડા ગ્રામ પંચાયતમાં આન બાન અને શાનથી કરાયેલી 76મા સ્‍વાતંત્ર્ય દિનની ઉજવણી

vartmanpravah

આર એન્‍ડ બીની કામગીરીને લઈવાપી-વલસાડ નેશનલ હાઈવે વહેલી પરોઢથી દિવસભર ટ્રાફિક જામ રહ્યો

vartmanpravah

વલસાડમાં એલ.સી.બી.એ ફિલ્‍મી ઢબે દારૂ ભરેલી કારનો પીછો કરતા ચાલક કારને ખનકીમાં ઉતારી ભાગી છૂટયો

vartmanpravah

Leave a Comment