January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી જીઆઈડીસીમાં બે અલગ અલગ ઘટનાઓમાં બે કર્મચારીઓ મોતને ભેટયા

વિક્રમ વર્માને કંપનીમાં કરંટ લાગતા મોતને ભેટયો, બીજા બનાવમાં સાયકલ સવાર આનંદને ટેમ્‍પોએ ટક્કર મારી હતી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.30: વાપી જીઆઈડીસીમાં શનિવારે બે અલગ અલગ બનાવોમાં બે કર્મચારીઓ મોતને ભેટયા હતા. પ્રથમ ઘટનામાં પેપરમિલમાં કામ કરતા કર્મચારીને કરંટ લાગતા મોત નિપજ્‍યું હતું. બીજી ઘટનામાં સાયકલ લઈને જઈ રહેલ કર્મચારીને ટેમ્‍પોએ અડફેટમાં લેતા તેનું ઘટના સ્‍થળે કરૂણ મોત નિપજ્‍યું હતું.
પ્રાપ્ત વિગતો મુજબ વાપી ગજાનંદ પેપર મિલમાં કામ કરતા 22 વર્ષિય વિક્રમ વર્મા મૂળ રહે.યુપી જે માતા-પિતાનુંએકમાત્ર સંતાન હતો, નોકરી કરવા વાપી આવ્‍યો હતો. ગજાનંદ પેપર મિલમાં હેલ્‍પરનું કામ કરતા શનિવારે વહેલી સવારે કંપનીમાં કરંટ લાગતા સ્‍થળ ઉપર જ મોતને ભેટયો હતો. બીજી ઘટનામાં સાયકલ ઉપર મોટાભાઈને ટિફિન આપવા નિકળેલ આનંદરામને આઈસર ટેમ્‍પો નં.જીજે 15 ઝેડ 5410 ના ચાલકે સાયકલને ટક્કર મારતા યુવાન મોતને ભેટયો હતો. બન્ને ઘટના બાદ પરિવારમાં માતમ છવાયો હતો.

Related posts

દાનહના ડોકમરડી વિસ્‍તારમાં મેઈન રોડ પર ખાડાઓનું સામ્રાજ્‍યઃ વાહનચાલકો-રાહદારીઓને ભારે હાલાકી

vartmanpravah

દાનહના સામરવરણીની એક ખાનગી શાળાના સંચાલક અને શિક્ષકે સગીર વિદ્યાર્થીની સાથે આચરેલું દુષ્‍કર્મઃ બંને આરોપીઓની ધરપકડઃ 3 સપ્‍ટે. સુધી પોલીસ રિમાન્‍ડ

vartmanpravah

બાલદા એલ એન્‍ડ ટી કંપનીમાં બે દિવસ અગાઉ જ કામ કરવા આવેલા કામદારનું મોત

vartmanpravah

વાપી ચલા ખાતે પ્રમુખ ઓરા સોસાયટીમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી

vartmanpravah

આંતરરાષ્‍ટ્રીય યોગ દિવસના ઉપક્રમે ભામટી પ્રગતિ મંડળ દ્વારા યોજાયો યોગાભ્‍યાસ

vartmanpravah

દમણ જિલ્લા પંચાયતના નવનિયુક્‍ત પ્રમુખ જાગૃતિબેન પટેલે સંભાળેલો અખત્‍યાર

vartmanpravah

Leave a Comment