September 8, 2026
Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

રેડક્રોસ જિલ્લા વિકલાંગ પુનર્વાસ કેન્‍દ્ર સેલવાસમાં સાધન સામગ્રીનું કરાયેલું વિતરણ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.31: રેડક્રોસ જિલ્લા દિવ્‍યાંગ પુનર્વાસ કેન્‍દ્ર સેલવાસમાં સાધન સામગ્રી વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવ્‍યું હતું. દિવ્‍યાંગ ભાઈ-બહેનોને સાધન સામગ્રીનો લાભ સામાજીક ન્‍યાય અને અધિકારીતા મંત્રાલય ભારત સરકાર તરફથી એડીઆઈપી સ્‍કીમ અંતર્ગત આપવામાં આવ્‍યા હતા. જેવા કે કુત્રિમ પગ, વ્‍હિલચેર, ટ્રાઈસીકલ, સહાયક ઉપકરણ ક્‍લીપર, લાકડી, હીયરીંગ એઈડ, અંધજન માટે બ્‍લાઈન્‍ડ સ્‍ટીક, માનસિક રીતે પછાત બાળકો માટે શિક્ષણ સંબંધી શૈક્ષણિક કીટ પણ આપવામાં આવી હતી. આ સમારોહમાં દિવ્‍યાંગજનોને 59 સાધન સામગ્રી આપવામાં આવેલ અને એના ઉપયોગ અંગે જાણકારી આપવામાં આવી હતી. આ સમારોહમાં મુખ્‍ય અતિથિ આરડીસી સુશ્રી ચાર્મી પારેખ, શાળાના આચાર્ય જ્‍યોતિર્મય સુરે અને રેડક્રોસ જિલ્લા દિવ્‍યાંગ કેન્‍દ્રના કર્મચારીઓએ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે યોગદાન આપ્‍યું હતું. દિવ્‍યાંગ ભાઈ-બહેનો માટે વિવિધ પ્રકારના સહાયક યંત્ર અને ઉપકરણ રેડક્રોસ ડિસબિલિટી રિહેબિલિટેશન સેન્‍ટરમાં બનાવવામા આવે છે અને ટ્રેનિંગ પણ આપવામાં આવે છે.દિવ્‍યાંગ વ્‍યક્‍તિઓની ઓળખ, તપાસ વિકલાંગતા પ્રમાણપત્ર અને ઓળખપત્ર અને ચિકિત્‍સાની સુવિધા દરરોજ ઉપલબ્‍ધ છે. કોઈપણ દિવ્‍યાંગ આ સંસ્‍થાનો લાભ લઈ શકે છે.

Related posts

દમણવાડા ગ્રા.પં. દ્વારા યોજાઈ વિશેષ મહિલા ગ્રામસભાઃ મોદી સરકારે પ્રદેશમાં રહેતા તમામ લોકોનું સલામત બનાવેલું ભવિષ્‍ય

vartmanpravah

વાપીના ભાજપ આગેવાનો મહારાષ્‍ટ્ર વિધાનસભા ચૂંટણીમાં મુંબઈ ગોરેગાંવ બેઠકના પ્રચાર માટે કાર્યરત થયા

vartmanpravah

વલસાડ જિલ્લા કાનૂની માપ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષા અધિકારીની ટીમે જિલ્લાના 515 એકમોમાં તપાસ હાથ ધરી

vartmanpravah

પર્યાવરણને ખતરામાં નાખનારા વિકાસ મોડેલ માનવતા માટે યોગ્‍ય નથી પરંતુ..  સેલવાસ ન.પા. દ્વારા વિકાસના નામે વૃક્ષોનું આડેધડ કાઢવામાં આવીરહેલું નિકંદન

vartmanpravah

નુમા ઈન્ડિયા દમણની યોગા ટીમના પાંચ ખેલાડીઓ નેશનલ યોગા ઓલમ્પિયાડમાં ભાગ લેશે

vartmanpravah

ચીખલી હાઈવે ઓવરબ્રિજ ઉપર અકસ્‍માતમાં હોન્‍ડના આધેડનું મોત

vartmanpravah

Leave a Comment