Vartman Pravah
Breaking Newsદમણદીવનવસારીસેલવાસ

આખા હિન્‍દુસ્‍થાનને પોર્ટુગીઝ સત્તા હેઠળ લાવવા મહેચ્‍છા સાથે અલ્‍બુકર્કે ગોવા ઉપરાંત મલાક્કા દ્વીપ, હુગલી, ઓરમઝ, ચિત્તાગોંગ તથા દીવ અને દમણ જેવા સ્‍થળો જીતી લીધા

3 મે, 1542ની આસપાસ ધર્મપ્રસાર માટે ભારત આવેલા ફ્રાંસિસ ઝેવિયરે બિમારોની સેવા ચાકરી કરી પોતાના ઉપકાર હેઠળ લાવી અને પ્રાદેશિક ભાષાઓ શીખી ખ્રિસ્‍તી ધર્મના ઉપદેશ આપવાની કરેલી શરૂઆત તથા અનેક યુક્‍તિ-પ્રયુક્‍તિઓથી ગોવામાં એક જ દિવસે 10 હજાર અને આખા હિન્‍દુસ્‍થાનમાં 10 લાખ લોકોને ધર્માંતરિત કર્યા હતા


(…ગતાંકથી ચાલુ)
પોર્ટુગીઝોના ભારત પરના આક્રમણનું હાર્દ કેવળ વાસ્‍કો-ડી-ગામાના 1498માં ભારતમાં થયેલા આગમન અને ભારતની સ્‍વતંત્રતાની તારીખનો વિચાર કરવાથી સમજી શકાશે નહીં. તે સમજવા માટે તો ભારત પર આક્રમણ કરવા પાછળ કઈ પ્રેરણા કામ કરી રહી હતી તેનો જ વિચાર કરવો પડે.
યુરોપમાં ખ્રિસ્‍તી ધર્મનો પ્રસાર થયો ત્‍યારે જ મધ્‍યપૂર્વમાં ઈસ્‍લામનો ઉદય થયો. જોતજોતાંમાં મધ્‍યપૂર્વનો ભૂભાગ ઈસ્‍લામના ઝંડા નીચે આવી ગયો. તે સાથે જ યુરોપના ભારત સાથેના વ્‍યાપારી સંબંધોનો અંત આવ્‍યો. દરમિયાન પંદરમી સદીમાં યુરોપમાં ઔદ્યોગિક ક્રાંતિ થવાથી યુરોપને નવું બજાર શોધવાની જરૂર ઉભી થઈ. જમીન માર્ગે ઈસ્‍લામનો અવરોધ ઉભો થયો હોવાથી યુરોપીયવેપારીઓનું ધ્‍યાન સાગર તરફ વળ્‍યું. આ ઔદ્યોગિક ક્રાંતિ આમ તો બાઈબલના પરંપરાવાદના વિરોધમાંથી ઉદ્‌ભવી હતી પરંતુ તેમાંથી જ જ્‍યારે આક્રમણ અને વિજયની શક્‍યતા નિર્માણ થઈ ત્‍યારે બન્નેએ સમજૂતી કરી લીધી.
દસમી શતાબ્‍દીના પ્રારંભથી યુરોપના ભૂમધ્‍ય સમુદ્ર પર સ્‍પેનિશ અને પોર્ટુગીઝ ચાંચિયાઓનું વર્ચસ્‍વ હતું. તેમાંથી એક સ્‍પેનિશ ચાંચિયો કોલંબસ નસીબ અજમાવવા માટે એટલાંટિક સમુદ્રમાંથી પヘમિ તરફ ગયો અને અમેરિકાની શોધ થઈ. બીજો પોર્ટુગીઝ ચાંચિયો વાસ્‍કો-ડી-ગામા પૂર્વ તરફ નીકળ્‍યો. આફ્રિકાની પ્રદક્ષિણા કરીને હિંદ મહાસાગરમાં આગળ જતાં, પંદરમી સદીના અંતમાં, પોર્ટુગીઝોના સદ્‌ભાગ્‍યે અને ભારતના દુર્ગાગ્‍યે તેને ભારતનો કિનારો દેખાયો અને ભારતની માઠી દશા બેઠી. પોતાના આગમન માટે વ્‍યાપારી હેતુ દર્શાવતા આ ચાંચિયા પાસે મોટા પ્રમાણમાં યુદ્ધ સામગ્રી (શષાો અને દારૂગોળો) પણ હતી. ગામા જ્‍યારે કાલિકટ બંદરે પહોંચ્‍યો ત્‍યારે ત્‍યાં હિંદુ રાજા ઝામોરિનનું રાજ્‍ય હતું. ઝામોરિન દ્વારા તેની વેપાર કરવા દેવાની માગણીનો અસ્‍વીકાર થતાં તેમ જ પોતાની કદાચ હત્‍યા પણ થઈ જશે એવી આશંકા ઉદ્‌ભવતાં ગામા પાછો જતો રહ્યો. પરંતુ ગામાની આ શોધથી ભારતનો દરવાજો પોર્ટુગીઝો માટે ઉઘડી ગયો. ગામા પછી ઈ.સ.1પ00માં બારસો લોકો સાથેઆવેલો કાબ્રાલ કાલિકટમાં વખાર સ્‍થાપવામાં સફળ થયો. પરંતુ ઝામોરિનને તેના અસલી હેતુનો ખ્‍યાલ આવી જતાં બન્ને વચ્‍ચે અણબનાવની શરૂઆત થઈ ગઈ. એ જ સમયે કોચીનના રાજાએ ઝામોરિન સાથેના વ્‍યક્‍તિગત વેર માટે કાબ્રાલને મિત્ર બનાવ્‍યો. ઝામોરિને જ્‍યારે કોચીન પર હુમલો કર્યો ત્‍યારે ફ્રાંસિસ અને અબ્‍લુકર્ક નામના બે પોર્ટુગીઝ સરદારો તેમના કાફલા સહિત કોચીનની મદદે ગયા. પરિણામ બેની લડાઈમાં ત્રીજો ફાવે તેમ વિદેશીઓ માટે આપણું મેદાન મોકળું થયું અને તેમના સ્‍વચ્‍છંદ અત્‍યાચારની શરૂઆત થઈ.
ઉપરોક્‍ત ઘટના પછી ઈ.સ.1પ02માં ફ્રાંસિસ-દ-આલમેદની હિંદુસ્‍થાનના પ્રથમ વાઈસરૉય તરીકે નિમણૂક થઈ. પોર્ટુગીઝોને ભારતમાંથી હાંકી કાઢવાના હેતુથી મિસરના સુલતાન અને ગુજરાતના રાજાએ આદરેલા યુદ્ધમાં આલમેદે તેમનો પરાભવ કર્યો. તે સાથે કારવાર પાસે આવેલા અગિ્નદીવમાં તેણે કિલ્લો અને ચર્ચ બંધાવ્‍યાં. 2પ નવેંબર 1509ના દિવસે અલ્‍બુકર્કે અચાનક છાપો મારીને ગોવા જીતી લીધું. આ શુભ દિવસના સ્‍મરણાર્થે ઈ.સ.1550માં તત્‍કાલિન ગવર્નર જ્‍યોર્જ કાબ્રાલે સરકારી ખર્ચે એક દેવળ બંધાવ્‍યું. પોર્ટુગીઝોના વિજયનું એ સ્‍મરણચિホ આજે પણ જોઈ શકાય છે. આખા હિન્‍દુસ્‍થાનને પોર્ટુગીઝ સત્તા હેઠળ લાવવાની મહેચ્‍છા સાથે તેણે ગોવા ઉપરાંત મલાક્કા દ્વીપ, હુગલી,ઓરમઝ, ચિત્તાગોંગ તથા ગુજરાતના દીવ અને દમણ જેવા સ્‍થળો જીતી લીધા. અલ્‍બુકર્કે અહીં સ્‍થિર થવાની ઈચ્‍છાથી હિન્‍દી જનતાને અભય આપ્‍યું હતું, પરંતુ તેના પછી આવનારા શાસકોએ આ વચન ચાળ્‍યું નહીં, અને અવર્ણનીય અત્‍યાચારોની હારમાળા શરૂ થઈ ગઈ. તેમણે હિન્‍દુ પ્રજાના ધર્માંતરણ માટે જે અત્‍યાચારો કર્યા તે તો પશુઓને પણ શરમાવે તેવા અને કોઈપણ રાષ્‍ટ્રના ઈતિહાસમાં કલંકરૂપ ગણાય તેવા હતા. એમાં હિન્‍દુઓનું જે નુકસાન થયું તેની ભરપાઈ હજુ આજે પણ થઈ શકી નથી.
ખ્રિસ્‍તી ધર્મેપદેશકની વિનંતી અનુસાર ખ્રિસ્‍તી ધર્મના વ્‍યાપક પ્રચારના હેતુથી પોર્ટુગલના રાજાએ 30 જૂન 1541ના દિવસે એક ફરમાન બહાર પાડયું. તેની કલમો નીચે પ્રમાણે હતી.
1. દેખાય ત્‍યાંથી હિન્‍દુ દેવતાઓની મૂર્તિઓનો નાશ કરવો અને મૂર્તિકારોને પણ કડક સજા કરવી.
2. ખ્રિસ્‍તી ધર્મ સ્‍વીકારનારને વિશેષાધિકાર આપવા, તેમની પાસેથી વેઠ, મજૂરી કે હમાલી જેવાં હલકાં કામો કરાવવાં નહીં.
3. જકાતમાંથી થનારી આવકનો એક નિヘતિ થયેલો ભાગ આવા ધર્માંતરિત લોકોના અન્નપુરવઠા માટે વાપરવો.
4. અન્‍ય ધર્મોના લોકો ખ્રિસ્‍તની મૂર્તિ બનાવે તો કડક શિક્ષા કરવી.
પ. ધર્માંતર સ્‍વીકારનારા લોકોને ખ્રિસ્‍તી ધર્મનું શિક્ષણ આપવા માટે નવાં વિદ્યાલયો બનાવવાં. તે સાથે અન્‍ય શિક્ષણ પણઆપવું.
6. ધર્માંતરિત લોકો સાથે પ્રેમપૂર્ણ વ્‍યવહાર કરવો. તેમની આજીવિકા માટે હિન્‍દુધર્મના લોકોની અને હિન્‍દુ મંદિરોની જમીન-જાગીર તેમને આપવી.
7. ખ્રિસ્‍તી ધર્મની આજ્ઞા વિરુદ્ધ વર્તન કરનારને બિશપની ઈચ્‍છા અનુસાર કડકમાં કડક શિક્ષા કરવી.
આ ફરમાન જાહેર થતાં જ ભૂતના હાથમાં પલિતો આવ્‍યો હોય તે રીતે પાદરીઓએ કાયદો હાથમાં લઈને હિન્‍દુઓના સામાજિક અને પારિવારિક જીવનની ધૂળધાણી કરવાની શરૂઆત કરી.
ઈ.સ.1પ41માં દીયો-ડી-બાર્બોએ જૂની મસ્‍જિદના પાયા પર સેંટપૉલના નામે એક કોલેજની સ્‍થાપના કરી. તેમાં ભણનારાની સંખ્‍યા શરૂઆતમાં ઓછી હતી પણ સમય જતાં ખૂબ વધી ગઈ. આ કૉલેજની સ્‍થાપના પછી લગભગ એક લાખ લોકોને વટલાવીને ખ્રિસ્‍તી બનાવવામાં આવ્‍યા. ઈ.સ.1પ78માં આ કૉલેજના પ્રચારકોએ 3પ0થી 400 મંદિરો બાળીને ભસ્‍મ કર્યા. ધર્મપ્રસાર માટે તેમણે અનાથાલયો બંધાવવા,સ્ત્રીઓ અને બાળકોની શિક્ષણ વ્‍યવસ્‍થા કરવા તથા રુગ્‍ણાલયો શરૂ કરવા જેવાં અનેક લોકોપયોગી કાર્યો કરવાનો દેખાવ કર્યો. પાદરીઓએ તો ધર્મપ્રસારનો હેતુ મનમાં રાખીને વેશ્‍યાઓ સાથે સંબંધ રાખવામાં પણ પાછી પાની કરી નહીં.
3 મે 1542ની આસપાસ ‘ફ્રાંસિસ ઝેવિયર’ ધર્મપ્રસાર માટે ભારત આવ્‍યો, તે સાથે તેમની વટાળ પ્રવૃત્તિને પણ વેગ મળ્‍યો. તેણે તેમાટે સામ, દામ, દંડ, ભેદ એમ બધી જ નીતિઓ અપનાવી. તે પોતે ખૂબ હોંશિયાર, સ્‍વકાર્યતત્‍પર અને કાર્યસાધક હતો. તેણે રુગ્‍ણોની શુશ્રૂષા કરીને તેમને ઉપકારવશ કર્યા. પ્રાદેશિક ભાષાઓ શીખીને સમાજમાં તે એકરૂપ થયો અને તેણે પ્રાદેશિક ભાષામાં જ ખ્રિસ્‍તી ધર્મનો ઉપદેશ આપવાની શરૂઆત કરી. જરૂર લાગે ત્‍યાં તેણે સેનાની મદદ પણ લીધી અને અનેક યુક્‍તિ પ્રયુક્‍તિઓ દ્વારા અસંખ્‍ય લોકોનું ધર્માંતરણ કરાવ્‍યું. એકલા ગોવામાં એક જ દિવસે દસ હજાર અને આખા હિન્‍દુસ્‍થાનમાં દસ લાખ લોકોને ધર્માંતરિત કર્યા. આમ જોરજુલમ અને વટાળ પ્રવૃત્તિ ચરમસીમાએ પહોંચી હતી. તેવામાં જ ઈ.સ.1546માં મૂર્તિપૂજાનો નાશ કરવા માટે ફરીથી મંદિરો પાડી નાખવાના, હિંદુ ઉત્‍સવો બંધ કરવાના, હિન્‍દુઓના જાહેર કે ખાનગી ઉત્‍સવો ગેરકાયદેસર ગણવાના, જો કોઈ હિન્‍દુ ઘરમાં દેવમૂર્તિ કે મંદિર મળી આવે તો તે ઘરના માલિકને કેદ કરવાના અને તેની અડધી મિલકત જપ્ત કરવાના, કોઈ મંદિરનો પૂજારી પકડાય તો તેને હદપાર કરવાના તથા મંદિરની બધી મિલકત જમા કરવાના આદેશ જારી થયા. રાજાના આ આદેશ પછી ત્‍યાં એક પણ મંદિર કે દેવાલય બચ્‍યું નહીં. મંદિરની તમામ જમીન જાગીર, માલમિલકત અને આવક ખ્રિસ્‍તીઓને સોંપી દેવામાં આવી. જો કોઈ બ્રાહ્મણો આવા ધર્માંતરિત કરાયેલાલોકોને પાછા સ્‍વધર્મમાં લેતા તો તેમને પણ કડક શિક્ષા સહન કરવી પડતી. આલ્‍બુકર્ક નામનો પોર્ટુગીઝ બિશપ તો મૂર્તિપૂજાનો સમૂળ નાશ કરવાના હેતુથી સંસ્‍કૃત કે પ્રાદેશિક ભાષામાં લખાયેલા ગ્રંથો કે એવાં કોઈપણ લખાણોને પણ અગિ્નમાં હોમી દેવા તત્‍પર રહેતો.

(ક્રમશઃ)

Related posts

ચીખલીના કુકેરી સહિતના ગામોમાં ભારતમાલા પ્રોજેક્‍ટ અંતર્ગત: સુરત-નાસિક-અહમદનગર હાઈવેની જમીન સંપાદન માટે ખેડૂતોની વાંધા અરજીઓ સાંભળ્‍યા પૂર્વે જ 7/12 ના ઉતારામાં ફેરફાર નોંધા પાડી દેવાતા ખેડૂતોમાં તંત્ર સામે રોષ

vartmanpravah

દમણગંગા નદીનું પાણી અત્‍યંત પ્રદૂષિત થતા નદીકાંઠાના ગામડાઓની પ્રજામાં વ્‍યાપેલો રોષ

vartmanpravah

લોકસભાની ચૂંટણી પડઘમ શરૂઃ વલસાડ-ડાંગ, સંસદીય મતવિસ્તાર માટે ભાજપ દ્વારા વલસાડમાં મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય શરૂ

vartmanpravah

જિલ્લામાં ધો.10ના 33474, ધો.12 સા.પ્ર.ના 14810 અને ધો.12 વિ.પ્ર.ના 7480 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

vartmanpravah

સરપંચ લખીબેન પ્રેમાની અધ્‍યક્ષતામાં મળેલી મગરવાડા ગ્રામ પંચાયતની ગ્રામસભામાં ગ્રામ પંચાયત ડેવલપમેન્‍ટ પ્‍લાનને આપવામાં આવેલી સર્વાનુમત્તે મંજૂરી

vartmanpravah

વલસાડ હાઈવે હોટલ ઉપર ટેન્‍કરમાંથી પામ ઓઈલ ચોરીનું રેકેટ ઝડપાયું : ત્રણની અટક

vartmanpravah

Leave a Comment