બે કાર મોબાઈલ અને દારૂના જથ્થા સાથે રૂા.8.82 લાખનો મુદ્દામાલ જપ્ત :
ત્રણ ઝડપાયા, ત્રણ વોન્ટેડ
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.20: વાપી નજીક મોરાઈ હાઈવે ઉપર પોલીસે ગઈકાલે દારૂનો જથ્થો ભરેલ કાર તથા પાયલોટીંગ કરતી કાર સાથે પોલીસે 3આરોપીને ઝડપી પાડયા હતા તેમજ અન્ય ત્રણ આરોપી વોન્ટેડ જાહેર કર્યા હતા.
વાપી એલ.સી.બી. પોલીસ હાઈવે પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન મોરાઈ હાઈવે ઉપરથી મારૂતી એક્સેસ કાર નં.એમએચ 48 બીટી 9515ને અટકાવી ચેકીંગ કરતા દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસ કારમાંથી દારૂની બોટલ નંગ 960 કી. 62400 રૂા.નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આરોપી તેજશ ઉર્ફે કલ્લુ ઈશ્વરભાઈ કોળી પટેલ રહે.રવેશીયા પાર્ક જી.આઈ.ડી.સી. વાપી ગાયત્રી એપાર્ટમેન્ટ ફલેટ નં.12, મહેશ ઉર્ફે ભાગીરથ મારવાડી તથા ડબલ્યુ બચુભાઈ રહે.ખડકીની અટક કરી હતી. પોલીસે પાયલોટીંગ કરતી સ્ક્વોડા કાર નં.એચઆર 50 એઆર 2208 તથા ચાર મોબાઈલ અને બે કાર સાથે દારૂનો જથ્થો મળી રૂા.8,82,400 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તેમજ 3 આરોપી વોન્ટેડ જાહેર કર્યા હતા.