Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

વડાપ્રધાનના રાષ્‍ટ્રીય બાળ પુરસ્‍કાર માટે ગુણવાન અને બહાદુર બાળકોનું નામાંકન શરૂ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.04 : કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવ પ્રશાસનના સમાજ કલ્‍યાણ વિભાગ દ્વારા જણાવવામાં આવ્‍યું છે કે, ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા દેશના ગુણવાન અને બહાદુર બાળકોને, જેમણે સામાજિક કાર્યો કર્યા છે. સેવા, રમતગમત, વિજ્ઞાન અને ટેક્‍નોલોજી, પર્યાવરણ, કલા અને સંસ્‍કળતિ અને નવીનતાના ક્ષેત્રમાં ઉત્‍કળષ્ટ કાર્ય/પ્રદર્શન કર્યું છે, તેઓને વર્ષ 2024 માટે પ્રધાનમંત્રીના રાષ્‍ટ્રીય બાળ પુરસ્‍કારથી સન્‍માનિત કરવામાં આવશે.
વિભાગ દ્વારા આ અંગે વિગતવાર માહિતી આપતા જણાવવામાં આવ્‍યું કે આ માટે ભારત સરકાર દ્વારા એક વિશેષ પોર્ટલ “https://awards.gov.in” બનાવવામાં આવ્‍યું છે, જેના પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 31 ઓગસ્‍ટ, 2023 છે.
વિભાગે કેન્‍દ્ર શાસિત પ્રદેશના 18 વર્ષ સુધીના તમામ યુવાનોને અપીલ કરી છે કે તેઓ પોતાની અરજી પોતાની જાતે અથવા તેમના વાલીની મદદથી અથવા સમાજ કલ્‍યાણ વિભાગ, જિલ્લાકોર્ટ સંકુલ, ફોર્ટ વિસ્‍તાર મોટી દમણ- 396220ની મદદથી નિર્ધારિત સમયની અંદર આંતરિક પોર્ટલ “https://awards.gov.in” પર અપલોડ કરી શકાય છે.

Related posts

સેલવાસ ન.પા. દ્વારા ‘સ્‍વચ્‍છ સર્વેક્ષણ’ અંતર્ગત સ્‍વચ્‍છતા અભિયાનનો કરાયેલો પ્રારંભ

vartmanpravah

દાનહના રખોલીમાં પ્રેમી પંખીડાએ કરેલા આત્‍મહત્‍યાના પ્રયાસમાં યુવાનનો ઉગારોઃ યુવતીનું મોત

vartmanpravah

સંઘપ્રદેશ ખેલ અને યુવા વિભાગ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્‍ટ યોજાઈ

vartmanpravah

દાદરા નગર હવેલીમાં અઢી ઇંચથી વધુ વરસાદ પડયો

vartmanpravah

વાપીની સીએ ઈન્‍સ્‍ટીટયૂટના નવા હોદ્દેદારોએ ચાર્જ લીધો

vartmanpravah

રાષ્ટ્રીય આદિવાસી રમતોત્‍સવ-2023 માટે દમણમાં યોજાયેલી કેન્‍દ્ર શાસિત પ્રદેશ કક્ષાની પસંદગી પ્રક્રિયા સંપન્ન

vartmanpravah

Leave a Comment