December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લામાં શાંતિ સલામતી જાળવવા સભા-સરઘસ ઉપર પ્રતિબંધ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.16: વલસાડ જિલ્લામાં જાહેર શાંતિ, સલામતી જાળવવા સરઘસ કાઢવાની તેમજ સભા ભરવાની મનાઈ ફરમાવવામાં આવી છે. જે અંગે જિલ્લા મેજિસ્‍ટ્રેટ ક્ષિપ્રા એસ. આગ્રેએ ગુજરાત (મુંબઈ) પોલીસ અધિનિયમ – 1951 ની કલમ-37ની પેટા કલમ -3થી મળેલી સત્તાની રૂએ વલસાડ જિલ્લાના જિલ્લા સેવા સદન, જિલ્લાના દરેક તાલુકાઓના સેવા સદન અને અન્‍ય કચેરીઓની બહાર કે સદર જિલ્લા/તાલુકા સેવા સદનના પરિસરથી 200 મીટર ત્રિજ્‍યાનાવિસ્‍તારમાં તા.27-03-2023 સુધી અનઅધિકળત રીતે/ગેરકાયદેસર રીતે 4 કરતા વધુ માણસોની કોઈ સભા કરવા કે બોલાવવા, રેલી કે સરઘસ કાઢવા, ધરણા કે પ્રતિક ધરણા, ભૂખ હડતાળ કે ઉપવાસ ઉપર બેસવા ઉપર પ્રતિબંધ મુકયો છે.
આ હુકમ સ્‍મશાન યાત્રા કે લગનના વરઘોડાને, સક્ષમ અધિકારી તરફથી આપવામાં આવેલી ખાસ કિસ્‍સાની પરવાનગી લેખિત પરવાનગી મેળવનાર બોનોફાઈડ વ્‍યક્‍તિઓને, ફરજ પરના સરકારી નોકરી અથવા રોજગારમાં હોય તેવા, ગૃહરક્ષક દળના વ્‍યક્‍તિઓને અને સરકાર દ્વારા આયોજિત કાર્યક્રમો કે અભિયાનોને લાગુ પડશે નહી. આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનારને મુંબઈ પોલીસ અધિનિયમ-1951ની કલમ 135(3) મુજબ અથવા ભારતીય ફોજદારી અધિનિયમ-1860ની કલમ-188 અનુસાર સજાને પાત્ર થશે. જે માટે વલસાડ જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ સબ ઈન્‍સ્‍પેકટરથી ઉતરતા ના હોય તેવા તમામ અધિકારીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવા માટે અધિકળત કરવામાં આવ્‍યા છે.

Related posts

કલા મહાકુંભ ૨૦૨૧-૨૨ સ્પર્ધાઓ મોકૂફ રાખવા બાબત

vartmanpravah

વેસ્‍ટર્ન રેલ્‍વે જી.એમ.એ. વાપીમાં કાર્યરત ડી.એફ. સી.આઈ.એલ. પ્રોજેક્‍ટ કામગીરીનું નિરીક્ષણ કર્યુ

vartmanpravah

વાપીની પોદાર ઈન્‍ટરનેશનલ સ્‍કૂલમાં વસંત પંચમી અને ‘માતૃ-પિતૃ પૂજન’ દિનની ભવ્‍ય ઉજવણી થઈ

vartmanpravah

ભાજપ ઓબીસી મોર્ચાના સ્‍ટેટ પ્રેસિડેન્‍ટ બનતાં દમણ-દીવના રાજકીય સામાજિક અને ધાર્મિક આગેવાન હરિશભાઈ પટેલનું વિશ્વ વિખ્‍યાત કથાકાર મેહુલભાઈ જાનીએ કરેલું અભિવાદન

vartmanpravah

વાપી વી.આઈ.એ. દ્વારા સોફટવેલ ટેકનોલોજી ઈન્‍ડસ્‍ટ્રીયલ એક્‍સ્‍પો તા.22 થી 24 ડિસે. સુધી શરૂ

vartmanpravah

‘‘શ્રી બદ્રીનાથ ધામમાં આછવણીના પ્રગટેશ્વર ધામ આયોજિત 108 કુંડી મહાવિષ્‍ણુ યજ્ઞ સંપન્ન”

vartmanpravah

Leave a Comment