October 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પાલઘર વાધવન બંદર કાર્યક્રમમાં વડાપ્રધાનની ઉપસ્‍થિતિને લઈ નેશનલ હાઈવે સાંજે 8 વાગ્‍યા સુધી બંધ રખાયો

ટ્રાફિકને જે તે હોટલોના પાર્કિંગમાં ડાઈવર્ટ કરાયો :
વલસાડ પોલીસ ટ્રાફિક કન્‍ટ્રોલમાં જોતરાઈ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.30: આજે શુક્રવારે મહારાષ્‍ટ્ર પાલઘરના વાધવન બંદરનું ઉદ્દઘાટન અને બીજા પ્રોજેક્‍ટના શિલાન્‍યાસ માટે વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીનો વાધવન બંદરે કાર્યક્રમ યોજાવાનો હોવાથી અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે શુક્રવારે સાંજે 8 વાગ્‍યા સુધી બંધ કરીદેવાયો હતો. તેથી વાપીથી લઈ પાલઘર સુધી ટ્રકોની અવર જવર થંભી ગઈ હતી. તેથી ટ્રાફિક જામ ઠેર ઠેર જોવા મળ્‍યો હતો.
પાલઘર મેજીસ્‍ટ્રેટ દ્વારા ગુરૂવારે ખાસ બહાર પડાયેલ જાહેરનામા બાદ આજે મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈવે વડાપ્રધાનના કાર્યક્રમ ઉપલક્ષમાં બન્ને તરફની અવરજવર સાંજે 8 વાગ્‍યા સુધી બંધ રખાઈ હતી. ટ્રાફિકને કન્‍ટ્રોલ કરવા માટે મહારાષ્‍ટ્ર ગુજરાત પોલીસે જે તે હોટલોના પાર્કિંગમાં ટ્રકોને ડાઈવર્ટ કરી દેવાઈ હતી તેથી ટ્રાફિક વધુ સંવેદનશીલ થતો અટક્‍યો હતો. વલસાડ પોલીસ પણ વાપીથી ગુજરાતની તલાસરી ચેકપોસ્‍ટ સુધી હાઈવે ટ્રાફિકની જવાબદારી અદા કરવા જોતરાઈ ચૂકી હતી. વાધવન બંદર મહત્‍વાકાંક્ષી આંતરરાષ્‍ટ્રીય ભારતનું 13મું બંદર 77 હજાર કરોડથી વધુ ખર્ચ તૈયાર થવા જઈ રહ્યું છે. જેનું ઉદ્દઘાટન આજે વડાપ્રધાન મોદીના હસ્‍તે ઉદ્દઘાટન કરવામાં આવ્‍યું હતું. 300 મીલીયન ટકાની ક્ષમતા સાથે 24 હજાર જહાજો હેન્‍ડલ કરાશે. મત્‍સ્‍ય ઉદ્યોગના વિકાસની દિશા ખુલી જશે. સ્‍માર્ટ ફીસ માર્કેટ ડેવલપ થશે તેમજ ભારત મધ્‍ય પૂર્વ યુરોપ ઈકોનોમિક કોરીડોર કાર્યરત વાધવન બંદર થકી કાર્યરત થશે.

Related posts

પારડીની પરણીતાએ પતિ અને સસરા વિરુદ્ધ શારીરિક અને માનસિક ત્રાસની ફરિયાદ નોંધાવી

vartmanpravah

વલસાડના ધારાસભ્‍યએ ગૃહમંત્રીને પત્ર લખ્‍યો: મુસ્‍લિમોના તાજીયા 15 પૂટથી ઊંચા માટે છૂટ-ગણેશ મૂર્તિ માટે 9 ફૂટનો પરિપત્ર

vartmanpravah

વલસાડ ભાજપ ટીમે સાંસદ ધવલ પટેલના નેતૃત્‍વમાં ગણેશ મહોત્‍સવ માટે ગૃહમંત્રીને લેખિત રજૂઆત કરી

vartmanpravah

રાજસ્‍થાન, મધ્‍યપ્રદેશ અને છત્તિસગઢમાં ભાજપને ભવ્‍ય જીત મળતાં દીવ જિલ્લામાં પણ ભાજપાએ મનાવ્‍યો વિજયોત્‍સવ

vartmanpravah

રાજ્‍યકક્ષાની વિવિધ સ્‍પર્ધાઓમાં વલસાડ જિલ્લાના કલાકારો ઝળક્‍યા

vartmanpravah

વાપી રોફેલ-રોટરી કલબ દ્વારા નાણાં મંત્રી કનુભાઈ દેસાઈના જન્‍મદિનની ઉજવણી રક્‍તદાન કેમ્‍પ સાથે કરી

vartmanpravah

Leave a Comment