July 17, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

પૂર્વ તૈયારી

(…ગતાંકથી ચાલુ)
જાન્‍યુઆરી 1951માં શ્રી બાબાસાહેબ પુરંદરે સાથે મળીને દાદરા નગર હવેલી મુક્‍તિસંગ્રામનો સંકલ્‍પ થયા પછી ઈ.સ. 1954માં સફળતાપૂર્વક સંપન્ન થયેલા આ સંગ્રામની વિધિવત્‌ શરૂઆત તો મુખ્‍ય કાર્યવાહીના 6 થી 8 મહિના પૂર્વે થઈ હતી. જાન્‍યુઆરી 1954માં સાંગલીના શ્રી વિષ્‍ણુપંત માઇણકરે સાંગલીના જ એક અન્‍ય સ્‍વયંસેવક શ્રી ત્ર્યંબક ભટ્ટની મુલાકાત શ્રી રાજા વાકણકર સાથે કરાવી હતી. સમાન વિચારસરણી ધરાવતા આ બંને કાર્યકર્તાઓની તે દરમિયાન થયેલી પ્રદીર્ઘ વાતચીતમાં દાદરા નગર હવેલી મુક્‍તિસંગ્રામ યોજનાનો પાયો રચાયો.
શ્રી ત્ર્યંબક ભટ્ટ અને વાકણકરની પ્રથમ બેઠક પછી આ યોજનાનો સમગ્રપણે વિચાર કરવા માટે આઝાદ ગોમાંતક દળનું નેતૃત્‍વ કરનારા શ્રી વિશ્વનાથ લવંદે અને આપ્‍પા કરમળકર સાથે અવારનવાર બેઠકો થતી રહી. આ યોજનાના અતિ મહત્ત્વના સાથદાર બની રહેનારા પ્રસિદ્ધ પાર્શ્વગાયક શ્રી સુધીર ફડકેના પુણે અને મુંબઈનાં નિવાસસ્‍થાનો આ પ્રવૃત્તિનાં કેન્‍દ્રો બન્‍યાં હતાં. આવી અનેક બેઠકોઅને વિચાર વિનિમયને અંતે પ્રથમ મળે તેટલાં સાધનોની મદદથી ચાર ગામોનો પ્રદેશ દાદરા મુક્‍ત કરવો, ત્‍યાંથી જે શષા સામગ્રી મળે તેની મદદથી 70 ગામોનો પ્રદેશ નગરહવેલી મુક્‍ત કરવો, ત્રીજા ચરણમાં દમણ, પછી દીવ અને છેવટે સર્વ શક્‍તિ ગોવા મુક્‍તિ માટે સંકલતિ કરવી એવી સાધારણ યોજના બની.
તે પછી માર્ચ 1954માં વિવિધ પંથ અને વિચારસરણી ધરાવતા કાર્યકર્તાઓની બેઠક મુંબઈમાં તે સમયે એશિયાટિક પુસ્‍તકાલય પાસે આવેલા એક બાગમાં થઈ. તેમાં ભારતીય જનસંઘના તે સમયના અધ્‍યક્ષ શ્રી મધુકર મહાજન, વિશ્વનાથ લવંદે, શામરાવ લાડ, રાજા વાકણકર, આપ્‍પા કરમળકર, સુધીર ફડકે અને ત્ર્યંબક ભટ્ટ પણ ઉપસ્‍થિત હતા.

(ક્રમશઃ)

Related posts

વલસાડ જિલ્લામાં 150થી વધુ સ્‍થળે યોગ અભ્‍યાસ શિબિર યોજાઈ

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની દીર્ઘદૃષ્‍ટિથી દાનહનું સાયલી ક્રિકેટ સ્‍ટેડિયમ નેશનલ અને ઈન્‍ટરનેશનલ મેચો રમવા ફીટ બનશે

vartmanpravah

મોટાપોંઢાની આર્ટસ એન્‍ડ કોમર્સ કોલેજમાં પર્યાવરણ જાગૃત્તિ અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો

vartmanpravah

ઉમરગામ ખાતે એક્‍સપો 2023 નું કરવામાં આવેલું આયોજન

vartmanpravah

વલસાડ જિલ્લાની શાળાઓમાં રાજ્‍યના મુખ્‍ય ચૂંટણી અધિકારી પી. ભારતીનું જીવંત પ્રસારણ સૌએ નિહાળ્‍યું

vartmanpravah

દમણ જિલ્લા આદિવાસી સાંસ્‍કૃતિક ભવન ખાતે આદિવાસી સમાજની યોજાયેલી સામાન્‍ય સભા

vartmanpravah

Leave a Comment