January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી પાલિકા સામાન્‍ય સભામાં રોડ રસ્‍તાની ઉભી થયેલ બબાલ બાદ પેવર બ્‍લોક નાખવાની કામગીરી શરૂ

જે ટાઈપ તરફ રોડ ઉપર જૂના-નવા અંડર પાસ વચ્‍ચે પેવર બ્‍લોકની કામગીરી શરૂ: અન્‍ય જગ્‍યાએ ખાડા પુરાણ યજ્ઞ ચાલે છે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.06: તાજેતરમાં વાપી નગરપાલિકાની સામાન્‍ય સભા યોજાઈ હતી. સામાન્‍ય સભામાં શહેરના તૂટી ગયેલા રોડો અંગે શાસક પક્ષ અને વિપક્ષના સભ્‍યોએ પસ્‍તાળ પાડી સભા ગજવી હતી. જેની અસર શરૂ થઈ ગઈ છે. જે ટાઈપ રોડ ઉપર જૂના નવા ગરનાળા વચ્‍ચે પેવર બ્‍લોક નાખવાની કામગીરી પાલિકા દ્વારા આરંભી દેવાઈ છે.
વર્તમાન ચોમાસામાં વાપી શહેર મોટા ભાગના રોડ અને રસ્‍તાઓ ધોવાઈ ગયા છે. તેમજ આંતરિક રોડ ઉપર ખાડાનું સામ્રાજ્‍ય પથરાયેલું પડયું છે.જેનો પડઘો તાજેતરમાં યોજાયેલી પાલિકાની સામાન્‍ય સભામાં પડયો હતો. વિપક્ષ નેતા ખંડુભાઈ પટેલ અને વિપક્ષી સભ્‍યો સહિત શાસક પક્ષના સભ્‍યોએ પણ શહેરમાં રોડોની થયેલી તારાજી અંગે હોબાળો મચાવી દીધો હતો. જેના પડઘા પણ પડયા છે. જે ટાઈપ રોડ પેવર બ્‍લોક ઉપર ખાડા ભરવાનો યત્ર પાલિકા દ્વારા શરૂ કરાયો છે. પરંતુ સવાલ એ છે કે, સારી ક્‍વોલીટીના રોડ વાપી નગરપાલિકા કેમ્‍પ બનાવી નથી શકતી તેવા સવાલ શહેરીજનો કરી રહ્યા છે.

Related posts

વાપી ગોદાલનગર ખાતે એપેક્‍સ મેટરનિટી અને ચિલ્‍ડ્રન હોસ્‍પિટલનું કરવામાં આવેલું ઉદ્‌ઘાટન

vartmanpravah

આંટિયાવાડના સરપંચ ઉર્વશીબેન જયેશભાઈ પટેલે સાધનહીન પરિવારોના વિદ્યાર્થીઓને આરોગ્‍યલક્ષી કિટનું વિતરણ કરી આપ્‍યો સ્‍વચ્‍છતાનો સંદેશ

vartmanpravah

કોરોમંડલે ભારતીય ખેડૂતોને સશક્‍ત બનાવવા 10 નવી પાક સંરક્ષણ પ્રોડક્‍ટ રજૂ કરી

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે લક્ષદ્વીપના બંગારામ દ્વીપ ખાતે ઞ્‍20ના પ્રતિનિધિ મંડળ માટે ‘દૃશ્‍યાથલમ’નું કરેલું ઉદ્‌ઘાટન

vartmanpravah

ચીખલીના કુકેરી સહિતના વિસ્‍તારમાં હેલિકોપ્‍ટરના ત્રણ-ચાર આંટા ફેરાથી લોકોમાં કૂતુહલ

vartmanpravah

ચીખલીના આમધરાના ખેડૂતને ફોન કરી રૂા.1પ લાખનીખંડણી માંગતા 3 ઝડપાયા

vartmanpravah

Leave a Comment