Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સરીગામમાં વિશ્વ આદિવાસી દિવસની ભવ્‍ય ઉજવણી : તમામ આદિવાસી જાતિ એક મંચ પર

સરીગામના પ્રવેશ દ્વારપર બિરસા મુંડાની પ્રતિમાનું ધારાસભ્‍ય રમણભાઈ પાટકરના હસ્‍તે કરવામાં આવેલું અનાવરણ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.09: ઉમરગામ તાલુકાના સરીગામ ખાતે આજરોજ વિશ્વ આદિવાસી દિવસની ભવ્‍ય ઉજવણી કરવામાં આવી હતી. સવારના 09:00 કલાકે ધારાસભ્‍ય શ્રી રમણભાઈ પાટકરના હસ્‍તે આદિવાસીના ભગવાન અને ક્રાંતિકારી બિરસા મુંડાની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્‍યું હતું. આ પ્રસંગે ઉમરગામ તાલુકાની તમામ આદિવાસી જાતિના આગેવાનો, રાજકીય અગ્રણીઓ, સામાજિક સંગઠનના પ્રતિનિધિઓ અને ઉદ્યોગપતિઓની હાજરી જોવા મળી હતી. વિશાળ સંખ્‍યામાં એકત્રિત થયેલા આદિવાસી ભાઈ-બહેનોએ ભવ્‍ય રેલીનું આયોજન કરી આદિવાસીઓની એકતાનું ઉદાહરણ પૂરું પાડ્‍યું હતું. આ રેલી સરીગામથી માંડા અને સરઈ ફાટક થઈ ધોડીપાડા સાંસ્‍કળતિક ભવન ખાતે પહોંચી હતી. જ્‍યાં રેલી જાહેર સભામાં રૂપાંતરિત થવા પામી હતી.

Related posts

ગેસ ગળતરથી બે કામદારોના મોત પ્રકરણમાં વાપીની સરના કેમિકલ કંપનીને ક્લોઝર અને રૂા. પ૦ લાખનો દંડ

vartmanpravah

મહાશિવરાત્રીના પર્વ અને આંતરરાષ્‍ટ્રીય મહિલા દિવસ નિમિત્તે હરીશ આર્ટ દ્વારા કરચોંડ ગામની મહિલાઓને સાડી અને બાળકોને કપડાં વિતરણ કરાયા

vartmanpravah

એસબીપીપી કો-ઓપરેટિવ બેન્‍ક લિમિટેડની અઢી વર્ષના ચેરમેન, વાઈસ ચેરમેનની ચૂંટણી યોજાઈ

vartmanpravah

શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજ સલવાવ ખાતે ‘‘વુમન ડેવલપમેન્‍ટ સેલ” દ્વારા મહિલાસશક્‍તિકરણ પર જાગૃતિ વાર્તાલાપ

vartmanpravah

દીવમાં નાગવા રોડ પર ગાડી સ્‍લીપ થતાં અકસ્‍માત સર્જાયો

vartmanpravah

લોકસભા સામાન્‍ય ચૂંટણી – 2024 અન્‍વયે જિલ્લા ચૂંટણી અધિકારી આયુષ ઓકના અધ્‍યક્ષસ્‍થાને પ્રેસ કોન્‍ફરન્‍સ યોજાઈ

vartmanpravah

Leave a Comment