January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વિકાસ સપ્તાહ અંતર્ગત પારડીના રોહિણામાં આયુષ્‍માન આરોગ્‍ય શિબિર યોજાઈઃ 309 દર્દીએ લાભ લીધો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.11: વિકાસ સપ્તાહ ઉજવણીના ભાગરૂપે વલસાડ જિલ્લાના પારડી તાલુકાના રોહિણા ગામે સામૂહિક આરોગ્‍ય કેન્‍દ્રમાં તા.11 ઓકટોબર 2024ને શુક્રવારના રોજ આયુષ્‍યમાન આરોગ્‍ય શિબિર (સર્વ રોગ નિદાન કેમ્‍પ)નું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેનો 309 દર્દીઓએ લાભ લીધો હતો. સવારે 09.30 થી સર્વ રોગ નિદાન કેમ્‍પ શરૂ થયો હતો. જેમાં બી.પી., ડાયાબીટીસ, આંખના રોગો, દાંતને લગતી સમસ્‍યા, સ્‍કીનને લગતી સમસ્‍યા, બાળકોના ડોકટર, હાડકાના ડોકટર અને અન્‍ય રોગની તપાસ કરવામાં આવી હતી.
કેમ્‍પમાંસ્ત્રી રોગ સબંધિત નિદાન સારવારની સાથે ટી.બી. મેલેરીયા, ડેન્‍ગ્‍યુ, ચીકનગુનિયા તથા આયુષ તબીબો દ્વારા વિશેષ માર્ગદર્શન તથા સેવાઓ આપવામાં આવી હતી. લાભાર્થી દર્દીઓને યોગા/મેડિટેશન-ધ્‍યાન/માનસિક આરોગ્‍ય બાબતે આરોગ્‍ય શિક્ષણ આપવામાં આવ્‍યું હતું. સાથે વિવિધ આરોગ્‍યલક્ષી સ્‍ટોલ મારફતે ચેપી/બિનચેપી રોગો, પોષણ, સ્‍વચ્‍છતા તથા અન્‍ય આરોગ્‍યલક્ષી યોજનાઓની જાણકારી પણ આપવામાં આવી હતી. રોહિણા સીએચસીના અધિક્ષક ડો. હિનાબેન પટેલ, તાલુકા હેલ્‍થ ઓફિસર ડો.પ્રકાશ રાઠોડ,જિલ્લા આરોગ્‍ય શાખાના માહિતી, શિક્ષણ અને પ્રસારણ અધિકારી પંકજ પટેલ અને સિવિલના તબીબો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

દાનહઃ લુહારી ગાર્ડનમાં આજથી મોન્‍સૂન મેડલી ફેસ્‍ટનું આયોજન

vartmanpravah

વાપી જીઆઈડીસી નોટિફાઈડના વહિવટી ક્‍લાર્કને નિવૃત્તિ વિદાય સન્‍માન કરાયું

vartmanpravah

વાપી ડુંગરા લાકડાના ગોડાઉનમાં ભિષણ આગ લાગતા અફરા તફરી મચી

vartmanpravah

વાપી નગરપાલિકાની સામાન્‍ય સભા યોજાઈ : વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી

vartmanpravah

વલસાડમાંટુવ્‍હિલર ચોરતી ગેંગ ઝડપાઈઃ ચોરી કરેલા વાહનો એક દુકાનમાં રખાયા હતા

vartmanpravah

વલસાડ ખાતે ગ્રાહકોની સમસ્‍યાઓ અને ખાદ્ય સુરક્ષા પર સેમિનાર યોજાયો

vartmanpravah

Leave a Comment