Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

મારી માટી-મારો દેશ અભિયાનઃ વલસાડમાં નવી પહેલ, ધરાસણાના સખી મંડળને દીવા અને કળશ થકી આજીવિકા મળી

મહિલાઓ આઉજવણીમાં સહભાગી બને અને રોજગારી પણ મળે એવા આશય સાથે કામગીરી સોંપાઈ

વલસાડ તાલુકાની 96 ગ્રામ પંચાયતોમાં સખી મંડળની બહેનોએ 2000 દીવા અને 100 કળશ પુરા પાડ્‍યા

દરેક ગ્રામ પંચાયતમાંથી કળશમાં માટી અને દીવા લઈ તાલુકા પંચાયત સુધી માટી યાત્રા કાઢવામાં આવશે

– સંકલનઃ જિજ્ઞેશ સોલંકી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.10: માતૃભૂમિ પ્રત્‍યે કળતજ્ઞતા વ્‍યક્‍ત કરવા તેમજ વીર શહીદોની વંદના અને તેમના પરિવારજનોનું સન્‍માન કરવા જનશક્‍તિ પ્રેરિત થાય એવા શુભ આશય સાથે આઝાદીના અમૃત મહોત્‍સવ અંતર્ગત ‘‘મારી માટી- મારો દેશ” અભિયાન ચાલી રહ્યું છે. ત્‍યારે વલસાડ તાલુકા પંચાયત દ્વારા એક નવી પ્રશંસનીય પહેલ કરવામાં આવી છે. આ અભિયાનમાં કળશ અને દીવાનું વિશેષ મહત્‍વ હોવાથી આ ઉજવણીમાં મહિલાઓ સામેલ થઈ શકે અને તેઓને રોજગારી પણ મળે તે માટે વલસાડ તાલુકા પંચાયત દ્વારા ધરાસણા ગામની સખી મંડળની બહેનો 2000 દીવા અને 100 કળશ ઉપલબ્‍ધ કરવાની જવાબદારી સોંપવામાં આવી છે.
સમગ્ર દેશ સહિત વલસાડ જિલ્લામાં મુખ્‍ય 5 (પાંચ) થીમ આધારિત આધારિત ‘‘મારી માટી- મારો દેશ” અને ‘‘માટીને નમન, વીરોને વંદન” અભિયાનથી સમગ્ર પંથક દેશભક્‍તિના રંગે રંગાયુ છે. ગામે ગામ શહીદ વીરોના બલિદાનોનેસમર્પિત સ્‍મારક- શિલા ફલકમનું અનાવરણ કરવામાં આવ્‍યું છે. કાર્યક્રમમાં ઉપસ્‍થિત ગ્રામજનો હાથમાં માટી અને દીવો રાખી રાષ્‍ટ્રની એકતા અને અખંડિતતા માટે સામૂહિક પંચ પ્રણ પ્રતિજ્ઞા લઈ રહ્યા છે. ગ્રામ પંચાયત દીઠ અમૃત વાટિકામાં 75 રોપાઓનું વાવેતર થઈ રહ્યું છે અને કાર્યક્રમના અંતે રાષ્‍ટ્રધ્‍વજ ફરકાવી રાષ્‍ટ્રગાન પણ કરવામાં આવે છે. ત્‍યારે આઝાદીના અમૃત મહોત્‍સવની ઉજવણીમાં સહભાગી બનવાની અને રોજગારી મેળવવાની તક વલસાડના ધરાસણા ગામના કંચન ફળિયાના હરીઓમ સખી મંડળની બહેનોને મળી છે. વલસાડ તાલુકાની 96 ગ્રામ પંચાયતમાં માટીના દીવા અને દરેક ગ્રામ પંચાયતમાંથી કળશમાં માટી લઈ તાલુકા પંચાયત સુધી માટી યાત્રા કાઢવામાં આવશે. જેમાં ઉપયોગમાં લેવાનારા દીવા અને કળશ હરી ઓમ સખી મંડળની બહેનોએ શણગારીને ગ્રામ પંચાયતોને પૂરા પાડયા છે.
આ અંગે ધરાસણાના હરીઓમ સખી મંડળના પ્રમુખ બીનાબેન પટેલે જણાવ્‍યું કે, આ કામગીરી થકી બહેનોને આજીવિકા સાથે આઝાદીના અમૃત મહોત્‍સવમાં ભાગ લેવાનો મોકો મળ્‍યો છે. 3 દિવસમાં રોજ 7 થી 8 કલાક કામ કરી દીવા અને કળશ તાલુકાની ગ્રામ પંચાયતોને પૂરા પાડ્‍યા છે. જેના થકી અમને રૂા.15,000 થી રૂા.20,000 સુધીની રોજગારી મળી છે. જે બદલ અમે જિલ્લા ગ્રામ વિકાસએજસીના નિયામકશ્રી અંકિત ગોહિલ અને વલસાડ તાલુકા વિકાસ અધિકારી રાહુલ પટેલનો આભાર માનીએ છીએ.

Related posts

સેલવાસ નગરપાલિકાના સીઓ તરીકે ચાર્મી પારેખે સંભાળ્‍યો ચાર્જ

vartmanpravah

દાનહમાં તો વિદ્યુત નિગમ બની ચૂક્‍યું હતું, પણ.. દમણ-દીવનું વિદ્યુત વિભાગ તો સરકારી હોવા છતાં તેનું વેચાણ શક્‍ય ખરું?

vartmanpravah

સોમવારે વલસાડ જિલ્લા પંચાયતની સામાન્‍ય સભા યોજાશે : કારોબારી ચેરમેન મેન્‍ડેટનો મુદ્દો ફરી ગરમાશે

vartmanpravah

દાનહ-નરોલી ગામની ત્રણ સગીર યુવતી ઉત્તર પ્રદેશથી મળી આવી

vartmanpravah

ચીખલી પંથકમાં વરસાદે વિરામ લેતા ખેડૂતો ડાંગરની વાવણીમાં જોતરાયા

vartmanpravah

દાનહ ખાતે સ્‍વામિત્‍વ યોજનાના અમલનો પ્રારંભ : આજથી રાંધા પટેલાદમાં ચૂના માર્કિંગનો પ્રારંભ

vartmanpravah

Leave a Comment