Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ પારનેરા પારડી ગામે મોબાઈલ ટાવરના વિરોધ માટે લોકોએ મહિલા સરપંચનો ઘેરાવ કર્યો

ગ્રામજનો સરપંચ સુરેખાબેન પટેલના ઘરે ધસી ગયા,
મોબાઈલ ટાવર અટકાવવા રજૂઆત કરી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.12: વલસાડ પાસે આવેલ પારનેરા પારડી ગામે એરટેલ કંપનીનો નવો ટાવર નાંખવાની તૈયારી પૂર્વે ગ્રામજનોએ વિરોધ કરવા મહિલા સરપંચનો ઘેરાવ કર્યો હતો. ગ્રામજનોએ નવા મોબાઈલ ટાવર વિરૂધ્‍ધ નારાજગી જતાવી હતી.
પારનેરા પારડી ગામે એરટેલ કંપનીનો નવો ટાવર નાખવાની હિલચાલ ગ્રામજનોને ધ્‍યાને આવતા મંગળવારે રાત્રે મહિલા સરપંચ સુરેખાબેન પટેલના ઘરે જઈ ઘેરાવ કર્યો હતો. ગ્રામજનોએ નવા મોબાઈલ ટાવર નાખવાની પંચાયત મંજુરી ના આપે તેવી રજૂઆત કરી હતી. કારણ કે ટાવરના રેડીએશનથી ગર્ભવતી મહિલા તથા બાળકોને આડઅસર કરે છે. આમ પણ રેલવેના ટાવર ચિંચવાડામાં કાર્યરત છે. નવા ટાવરથી પ્રદૂષણ વધશે. ગ્રામજનોની રજૂઆત સરપંચશ્રી સુરેખાબેન પટેલે શાંતિપૂર્વક સાંભળીને ટાવર નાખવાની પરમિશન નહી આપવામાં આવે તેવી બાહેંધરી આપતા મામલો થાળે પડયો હતો.

Related posts

સંઘપ્રદેશમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં દમણની માછી મહાજન શાળાનો દબદબોઃ શાળાના વિદ્યાર્થી નિસર્ગ દિવેચા પ્રદેશમાં પ્રથમ પેટાઃ દર વખતની જેમ આ વર્ષે પણ ફિઝિક્‍સ અને કેમેસ્‍ટ્રીએ વિદ્યાર્થીઓને રડાવ્‍યાઃ ગત વર્ષની તુલનામાં આ વર્ષે પ્રદેશનું પરિણામ નીચું રહ્યું (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.02 ગુજરાત ઉચ્‍ચત્તર માધ્‍યમિક શિક્ષણ બોર્ડ ધોરણ 12ના વિજ્ઞાન પ્રવાહનું પરિણામ આજે જાહેર થયું હતું. જેમાં દમણ જિલ્લાનું 55.04 ટકા, દીવ જિલ્લાનું 33.89 અને દાદરા નગર હવેલી જિલ્લાનું પરિણામ 57.14 ટકા રહ્યું હતું. દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં 85.69 ટકા સાથે પ્રદેશમાં પ્રથમ આવવાનું બહુમાન શ્રી માછી મહાજન હાયર સેકન્‍ડરી સ્‍કૂલના વિદ્યાર્થી શ્રી નિસર્ગ કમલકાંત દિવેચાને પ્રાપ્ત થયું છે. જ્‍યારે પ્રદેશમાં દ્વિતીય સ્‍થાને સાર્વજનિક વિદ્યાલય દમણની વિદ્યાર્થીની કુ. ઈશા સુરેશ પટેલ 83.40 ટકા અને તૃતિય સ્‍થાને દાદરાની સરકારી હાયર સેકન્‍ડરી સ્‍કૂલની વિદ્યાર્થીની કુ. ઈશા રાજેશ સિંઘ રહી હતી. દમણ અને દીવ જિલ્લાનું પરિણામ ગયા વર્ષ કરતાંઓછું રહેવા પામ્‍યું છે. આ પરિણામને શ્રી માછી મહાજન સ્‍કૂલના બે વિદ્યાર્થીઓએ બાજી મારી દમણ-દીવમાં પ્રથમ ક્રમમાં જગ્‍યા બનાવી છે. દમણના શિક્ષણ વિભાગ દ્વારા જારી કરાયેલ માહિતી પ્રમાણે દમણની સરકારી અને ખાનગી સ્‍કૂલના 476 વિદ્યાર્થીઓએ 12 સાયન્‍સની પરીક્ષા આપી હતી. જે પૈકી 262 વિદ્યાર્થીઓ ઉત્તિર્ણ થયા છે અને 214 વિદ્યાર્થીઓ અનુત્તિર્ણ રહ્યા છે. ભીમપોરની સરકારી શાળાના 17 વિદ્યાર્થીઓ પૈકી 16 વિદ્યાર્થીઓ પાસ થયા છે. મહાત્‍મા ગાંધી મેમોરિયલ ટ્રસ્‍ટ દ્વારા સંચાલિત સાર્વજનિક વિદ્યાલયના 257 વિદ્યાર્થીઓમાંથી 117 પાસ થયા છે જ્‍યારે ઈન્‍સ્‍ટિટયૂટ ઓફ અવર લેડી ફાતિમા સ્‍કૂલના 65માંથી 50 વિદ્યાર્થીઓ, હોલી ટ્રીનિટીના 18માંથી 7, શ્રીનાથજી સ્‍કૂલના 14માંથી 4 વિદ્યાર્થીઓ સફળ થઈ શક્‍યા છે. દિવ્‍ય જ્‍યોતિ સ્‍કૂલના 18 વિદ્યાર્થીઓ પૈકી માત્ર 6 વિદ્યાર્થીઓ જ પાસ થઈ શક્‍યા છે. માછી મહાજન સ્‍કૂલના 87માંથી 62 વિદ્યાર્થીઓ પાસ થયા છે. જ્‍યારે દીવ જિલ્લામાં 180 વિદ્યાર્થીઓ પૈકી 61 પાસ થયા છે. સમસ્‍ત દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં શ્રી માછી મહાજન સ્‍કૂલનો વિદ્યાર્થી શ્રી નિસર્ગ કમલકાંત દિવેચા પ્રથમ આવતાં પોતાની શાળા અને દમણ જિલ્લાનું નામ પણ રોશન કર્યું છે.

vartmanpravah

ગેરકાયદેસર દુકાનમાં પ્રવેશી તોડફોડ કરનાર જમીન માલિકો જેલભેગા

vartmanpravah

કપરાડાના લીખવડ ગામે રાત્રે ઘરમાં સુતેલી મહિલાની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરાતા ચકચાર

vartmanpravah

વલસાડમાં મહિલાઓ માટે બોડી બિલ્‍ડીંગ સ્‍પર્ધા યોજાશે

vartmanpravah

દમણ-દીવના સાંસદ ઉમેશભાઈ પટેલને લોકસભાની કળષિ, પશુપાલન, મત્‍સ્‍યોદ્યોગ અને ફૂડ પ્રોસેસિંગ સમિતિના સભ્‍ય બનાવાયા

vartmanpravah

વાંસદા તાલુકાના ધરમપુરી ગામમાં વાછરડાને પેટની ગાંઠનુ ઓપરેશન કરી નવજીવન આપ્‍યું

vartmanpravah

Leave a Comment