December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કપરાડાની આમધા પ્રાથમિક શાળામાં આદિવાસી દિવસની સંસ્કૃતિ સાથે ઉજવણી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.10: કપરાડા તાલુકાની આમધા પ્રાથમિક શાળામાં વિશ્વ આદિવાસી દિન નિમિત્તે બાળકો અને વાલીઓ આદિવાસી સંસ્કૃતિથી વધુ પરિચિત થાય અને સંસ્‍કળતિની જાળવણી કરે તેમજ જુદી જુદી લોકબોલીથી પરિચિત થાય એ હેતુથી સહભ્‍યાસિક પ્રવૃત્તિ અંતર્ગત વિશ્વ આદિવાસી દિનની ઉજવણીના ભાગરૂપે જુદી જુદી પ્રવૃત્તિ કરવામાં આવી હતી. લોકબોલીમાં વાર્તા, ચિત્ર સ્‍પર્ધા વારલી પેઇન્‍ટિંગ, પ્રોજેક્‍ટર પર આદિવાસી સંસ્‍કળતિનું નિદર્શન, આદિવાસી સંગીત સાધનોનું પ્રદર્શન, નેતાનો પરિચય, આદિવાસી વેષ ભૂષા, રેલી અને આદિવાસી વાનગી જેવી પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં વિદ્યાર્થીઓ અને વાલીઓએ ખૂબ ઉત્‍સાહભેર ભાગ લીધો હતો. પ્રીતિ ભોજનના રૂપમાં આદિવાસી વાનગી પનેલા તથા પેજવું (ભડકું) પણ બાળકોએ આરોગી આદિવાસી દિવસની યાદગાર ઉજવણી કરી હતી.

Related posts

વાપી ઈન્‍ડિયન બેંકનો આસિસ્‍ટન મેનેજર એ.ટી.એમ.માંથી રૂા.15.26 લાખની ઉચાપત કરતા ઝડપાયો

vartmanpravah

ચીખલીના તેજલાવમાં પુત્રએ પિતા ઉપર કુહાડીથી કરેલો જીવલેણ હુમલો

vartmanpravah

કરણ જાદુગર રોમાંચ રહસ્‍યનો થ્રિલર સંગમઃ માથું-પગ દેખાય અને ધડ ગાયબ

vartmanpravah

વલસાડના યુવાનોની પ્રેરક કામગીરી : ઔરંગા નદીમાં વિસર્જીત થયેલ તમામ મૂર્તિઓનું વિસર્જન કરી કિનારો સ્‍વચ્‍છ કર્યો

vartmanpravah

દીવ નગર પાલિકાના પ્રમુખ હિતેશ સોલંકી સસ્‍પેન્‍ડ કરાયા

vartmanpravah

સેલવાસના કેટલાક નામાંકિત બિલ્‍ડરોની સોસાયટી દ્વારા ડોકમરડી ખાડીમાં છોડાતું ગંદું પાણી

vartmanpravah

Leave a Comment