October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સરીગામ પંચાયત દ્વારા આઝાદી કા અમૃત મહોત્‍સવ અંતર્ગત મેરી મિટ્ટી મેરા દેશ કાર્યક્રમનું કરેલું આયોજન

સરીગામના સપૂત અને સ્‍વતંત્ર સેનાની સ્‍વ.પાનાચંદ તલકચંદ શાહ અને સ્‍વ.રામચંદ્ર હરિહર ભટ્ટે આઝાદીની લડાઈમાં આપેલા યોગદાનબદલ યાદ કરી એમના પરિવારોનું કરવામાં આવેલું સન્‍માન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.10: સરીગામ પંચાયતના સરપંચ શ્રી સહદેવભાઈ વઘાતની આગેવાની અને તલાટી કમ મંત્રી શ્રી વિરલભાઈ પટેલના સંચાલન હેઠળ આદર્શ બુનિયાદી શાળા સરીગામ અને પ્રાથમિક શાળા ભંડારવાડ ખાતે આઝાદીના અમૃત મહોત્‍સવ અંતર્ગત મિટ્ટી કો નમન વીરો કો વંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત સરપંચ શ્રી સહદેવભાઈ વઘાતના હસ્‍તે દેશભક્‍તોની સ્‍મૃતિમાં તકતીનું અનાવરણ કરવામાં આવ્‍યું હતું. તેમજ વૃક્ષારોપણ કરી ધ્‍વજ વંદનના કાર્યક્રમ સાથે દેશને સ્‍વતંત્રતા અપાવનારા વીરોને યાદ કરવામાં આવ્‍યા હતા. આ પ્રસંગે સરીગામના સપૂત અને આઝાદીની લડાઈમાં યોગદાન આપનારા સ્‍વતંત્ર સેનાની સ્‍વ.શ્રી રામચંદ્ર હરીહર ભટ્ટ અને સ્‍વ.શ્રી પાનાચંદ તલકચંદ શાહને યાદ કરી એમના પરિવારોને સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા. સ્‍વ.શ્રી પાનાચંદ તલકચંદ શાહના પુત્ર શ્રી લલીતભાઈ શાહ અને પૌત્ર ડોક્‍ટર નીરવભાઈ શાહને સાલ ઓઢાડી પુષ્‍પગુચ્‍છ અને પ્રમાણપત્ર આપી સન્‍માનિત કર્યા હતા. અને સ્‍વ.શ્રી રામચંદ્ર હરિહર ભટ્ટના પરિવારને એમના નિવાસસ્‍થાને સન્‍માનપત્ર પહોંચતું કરવામાં આવ્‍યું હતું. આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય શ્રી ધર્મેશભાઈ પટેલ, સરીગામના આગેવાન શ્રીરાકેશભાઈ રાય, ઉપસરપંચ શ્રી સંજયભાઈ બાગડા, ઉમરગામ તાલુકા ભાજપા સંગઠન પ્રમુખ શ્રી દિલીપભાઈ ભંડારી મહામંત્રી શ્રી પ્રકાશભાઈ પટેલ લઘુમતી મોરચા મંત્રી શ્રી અસલમભાઈ સહિત શાળાના શિક્ષકગણ અને ગ્રામજનોની હાજરી જોવા મળી હતી.

Related posts

હિન્‍દી વિષયના પ્રભાવશાળી પ્રવક્‍તા ડોં. વિનોદ સિંહ ચૌહાણ ‘પ્રસૂન’ દ્વારા શ્રી વલ્લભ સંસ્‍કાર ધામ ડે બોર્ડિંગ શાળામાં હિન્‍દી વિષય પર વર્કશોપનું સફળ આયોજન

vartmanpravah

વલસાડના અટક પારડી પાસે ગઠીયો પોલીસવાળો છું તેવું કહી બાઈકમાં લિફટ લઈને લેપટોપ સેરવી ગયો

vartmanpravah

વલસાડ હાઈવે ઉપર પ્રેસ લખેલી કારમાં દારૂનો જથ્‍થો ઝડપાયો : ત્રણની અટક

vartmanpravah

ચીખલી તાલુકાની વિવિધ ગ્રામ પંચાયતોમાં એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં ડેપ્‍યુટી સરપંચોની ચૂંટણી યોજાઈ

vartmanpravah

કપરાડા તાલુકાના સિલ્‍ધા ગ્રામ પંચાયતમાં ગ્રામ સભા યોજાઈ

vartmanpravah

દમણમાં કોંગ્રેસની યોજાઈ વિશાળ જાહેર સભા

vartmanpravah

Leave a Comment