Vartman Pravah
Breaking Newsવાપી

હિન્‍દી વિષયના પ્રભાવશાળી પ્રવક્‍તા ડોં. વિનોદ સિંહ ચૌહાણ ‘પ્રસૂન’ દ્વારા શ્રી વલ્લભ સંસ્‍કાર ધામ ડે બોર્ડિંગ શાળામાં હિન્‍દી વિષય પર વર્કશોપનું સફળ આયોજન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વાપી, તા.11
શ્રી વલ્લભ સંસ્‍કાર ધામ ડે ર્બોડિંગ શાળામાં હિન્‍દી વિષયના પ્રભાવશાળી પ્રવક્‍તા ડોં. વિનોદ સિંહ ચૌહાણ ‘પ્રસૂન’ દ્વારા હિન્‍દી વિષય પર વર્કશોપનું સફળ આયોજન કરવામાં આવ્‍યું હતું.
શ્રી વલ્લભ સંસ્‍કાર ધામ ડે ર્બોડિંગ શાળા અને ન્‍યૂ સરસ્‍વતી હાઉસ પ્રકાશન દ્વારા ડે ર્બોડિંગ શાળામાં હિન્‍દીવર્કશોપનું સફળ આયોજન કરવામાં આવ્‍યું હતું.
જેમાં હિન્‍દી વિષયના પ્રભાવશાળી પ્રવક્‍તા ડોં. વિનોદ સિંહ ચૌહાણ ‘પ્રસૂન’ જે હિન્‍દી લેખક, આકાશવાણી, ઝી સલામ ચેનલ પરથી કવિતા તેમજ ગઝલ પ્રસ્‍તુતિ સાથે સંકળાયેલા છે.
હાલમાં તેઓ દિલ્‍હી પબ્‍લિક સ્‍કૂલ ગ્રેટર નોઇડા, દિલ્‍હીમાં અધ્‍યક્ષ સ્‍થાને તેમજ સી.બી.એસ.ઇ. ના પ્રમુખ રિસોર્સ પર્સન તરીકે કાર્યરત છે . આ વર્કશોપની શરૂઆત શાળાના ટ્રસ્‍ટીગણ તથા વલ્લભાશ્રમની બધી જ શાળાના આચાર્યશ્રીઓ દ્વારા દીપ પ્રાગટય તેમજ પ્રાર્થના કરવામાં આવી હતી.પુરાણી સ્‍વામિ શ્રી લક્ષ્મીનારાયણ દાસજી તેમજ ત્‍યાં ઉપસ્‍થિત સર્વો મહેમાનોનું સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું.
આ વર્કશોપના પ્રમુખ પ્રવકતા ડોં.વિનોદ સિંહ ચૌહાણ ‘પ્રસૂન’ એ શિક્ષણક્ષેત્રે બદલાતી પરિસ્‍થિતિઓને ધ્‍યાનમાં લઈ વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી તેમજ હિન્‍દી વિષયને વિદ્યાર્થીઓ માટે વધુ સરળ બનાવવા માટેની વિવિધ પદ્ધતિઓ સમજાવી હતી. તેઓને ગીત , ગઝલ અને કવિતાઓનું પણ સારું જ્ઞાન હોવાથી તેમણે આ વર્કશોપમાં હિન્‍દી વ્‍યાકરણને ગીત, કવિતાઓ દ્વારા કેવી રીતે સમજી શકાય તે પોતે ગાઈને સમજવ્‍યું હતું.
આ વર્કશોપમાં વલસાડ, વાપી, દમણ, સેલવાસની વિવિધ સ્‍કૂલોમાથી હિન્‍દી વિભાગના શિક્ષકો અને શિક્ષિકાઓકોવિડ-19ના નિયમોનું પાલન કરીને ઉપસ્‍થિત રહ્યા હતા.
શ્રી વલ્લભ આશ્રમ ગર્લ્‍સ સ્‍કૂલના ડાયરેક્‍ટર શ્રીમતી તળપ્તિબેન સાકરીયાએ અંતમાં આ વર્કશોપની પ્રસંશા કરી પ્રેરણાદાયક સંદેશ આપ્‍યા અને ડોં. વિનોદ સિંહ ચૌહાણ ‘પ્રસૂન’ને ભેટ આપી આભાર વ્‍યક્‍ત કર્યો હતો. શાળાના આચાર્ય શ્રી દેવેન્‍દ્ર સિંઘે વર્કશોપની સફળતા માટે ઉપસ્‍થિત બધાનો આભાર વ્‍યક્‍ત કર્યો હતો.

Related posts

દાનહ પ્રશાસન દ્વારા સંચાલિત સેલવાસના સ્‍પોર્ટ્‍સ કોમ્‍પ્‍લેક્ષના તરણકુંડમાં અભ્‍યાસ કરતા કિશોરનું ડૂબી જતાં મોત : તરણકુંડના સંચાલકો સામે પ્રશ્નાર્થ

vartmanpravah

બીલીમોરાની માનસિક અસ્‍થિર મહિલા વલસાડ આવી પહોંચતા સખી વન સ્‍ટોપ સેન્‍ટરે પરિવાર સાથે મિલન કરાવ્‍યું

vartmanpravah

દાનહના સુરંગીમાં જૂના ટાયરોનું રિસાયકલીંગ કરતી ઓઈસ્‍ટર કંપનીમાં લાગેલી આગ

vartmanpravah

સેલવાસ ગાંધીગ્રામ વિસ્‍તારમાંથી ફલાઈંગ સ્‍ક્‍વોડ ટીમે ગેરકાયદેસર દારૂ ભરીને જતી ગાડીને ઝડપી પાડી

vartmanpravah

પૂર્વ રાષ્‍ટ્રપતિ રામ નાથ કોવિંદ, પ્રશાસક પ્રફુલભાઈ પટેલ સહિત અનેક મહાનુભાવોએ હિમાચલ પ્રદેશના રાજ્‍યપાલ રાજેન્‍દ્ર વિશ્વનાથ આર્લેકરના પુત્રના લગ્નમાં આપેલી હાજરી

vartmanpravah

વાપી ડેપોના ડ્રાઇવર-કંડક્‍ટરે ફરી એકવાર પ્રમાણિકતાનું પ્રેરક ઉદાહરણ પૂરું પાડ્‍યું

vartmanpravah

Leave a Comment