October 15, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડના અટક પારડી પાસે ગઠીયો પોલીસવાળો છું તેવું કહી બાઈકમાં લિફટ લઈને લેપટોપ સેરવી ગયો

પાનગલ્લા ઉપરના સીસીટીવી કેમેરામાં ઘટના કેદ થઈ : બાઈક ચાલકે પોલીસમાં લેખિત ફરિયાદ કરી

(વર્તમાનપ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.12: ગઠીયાઓ ઠગવા માટે અજબ ગજબના કીમીયા કરતા હોય છે. તેવો ગજબનો કીમીયો કરી એક ઠગ આબાદ રીતે લેપટોપ સેરવી ફરાર થઈ ગયો ની ઘટના અટક પારડી વાંકી નદીના પુલ પાસે ઘટી હતી. બાઈક ચાલકને ઉભો રાખી ગઠીયાએ પોલીસવાળો છું તેવું જણાવીને બાઈકમાં લિફટ લીધી હતી. ત્‍યારબાદ વાંકી નદીના પુલ પાસે અટક પારડીમાં ગઠીયો ઉતરી ગયો હતો પરંતુ જતા જતા બાઈક સવારની બેગમાં રહેલુ લેપટોપ સેરવી લઈને ફરાર થઈ ગયો હતો.
વલસાડ અટક પારડીમાં એક બાઈક સવારને એક અજાણ્‍યા બાઈકને થોભાવી જણાવ્‍યું કે, પોલીસ વાળો છું, મને લિફટ આપ. બાઈક ચાલકે લિફટ આપી થોડા દુર ગયા પછી વાંકી નદીના પુલ પાસે પાનના ગલ્લા સામે પેલો અજાણ્‍યો ઈસમ ઉતરી ગયો. ત્‍યાર પછી બાઈક ચાલક આગળ ગયો ત્‍યારે બેગમાં વજન ઓછું જણાતા બેગ ચેક કરી તો લેપટોપ ગાયબ હતું તેથી તે પાનના ગલ્લે પરત આવી જોયુ તો પેલો ગૂમ થઈ ગયો હતો. આ સમગ્ર ઘટના ગલ્લાના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. બાઈક સવારે પોલીસમાં લેપટોપની તડફંચી કરનાર અજાણ્‍યા ઈસમ વિરૂધ્‍ધ લેખિતમાં ફરિયાદ નોંધાવી હતી.

Related posts

કપરાડાના મેઘવાળ ગામના યુવાને ટ્રેડિંગના નામે લોકોને રોકાણ કરાવી છેતરપિંડી કરવા બાબતે મચેલો હંગામો

vartmanpravah

વાપીમાં પ્રથમ નોરતાથી જ સૂર, તાલ અને થનગનાટ સાથે ખેલૈયાઓએ કરેલી ઠેર ઠેર જમાવટ

vartmanpravah

12 જાન્‍યુઆરીએ ધરમપુરમાં વિવેકાનંદજીની જન્‍મજયંતિ નિમિત્તે યુવા રેલી અને યુવા સંમેલન

vartmanpravah

દાદરાની ગુજરાતી માધ્‍યમ હાઈસ્‍કૂલની વિદ્યાર્થીનીઓએ શિક્ષિકા વિરૂદ્ધ કલેક્‍ટરશ્રીને કરેલી ફરિયાદ

vartmanpravah

વલસાડના કચીગામે બાથરૂમમાં દિપડો ભરાયો: પિતા-પૂત્રને ઘાયલ કર્યા, ગામ ભયભીત બન્‍યું

vartmanpravah

વાપી ભાજપ સંગઠન દ્વારા ભારતરત્‍ન અટલ બિહારી બાજપાઈની 5મી પુણ્‍યતિથિએ પુષ્‍પાંજલિનો કાર્યક્રમ યોજાયો

vartmanpravah

Leave a Comment