June 30, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી સમર્પણ જ્ઞાન સ્‍કૂલમાં આંતરરાષ્‍ટ્રીય આદિવાસી દિવસની ઉજવણી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.10: તારીખ 9મી ઓગસ્‍ટ જે દેશભરમાં આંતરરાષ્‍ટ્રીય આદિવાસી દિવસ તરીકે ઉજવાય છે. જેના સંદર્ભમાં આજરોજ વાપી ખાતે આવેલ સીબીએસસી સ્‍કૂલ સમર્પણ જ્ઞાન સ્‍કૂલમાં આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમા ખાસ પ્રાર્થના સભાનુ આયોજન કરાયુ અને વિદ્યાર્થીઓને આદિવાસી દિવસ કેમ ઉજવાય તેની માહિતી આપવામાં આવી તેમજ અંગ્રેજો અને મોગલો સામે આઝાદી માટે શહીદી વહોરી દેશને આઝાદી અપાવનારી અનેક લડતોમાં વધારે પડતા ભાગ આપનાર આદિવાસીઓના અમૂલ્‍ય યોગદાનની વાતો કહેવામાં આવી. સાથે સાથે તેમની પરંપરા, પહેરવેશ, ઉત્‍સવ, પ્રાકળતિક ઈલાજ, માન્‍યતા, સંસ્‍કળતિ, વાદ્યો, મેળા, રીતિ રિવાજ જેઆજે પણ આપણા માટે એક પહેલી અને આヘર્ય છે તે બાળકોને સમજાવવામાં આવ્‍યુ. વેગડા ભીલ, તાત્‍યાભીલ, રૂપા નાયક અને બિરસા મુંડા જેવા મહાન વિરોના જીવન ચરિત્ર વિશે ટૂંકમાં વાતો કહેવામાં આવી. તેમજ ધોરણ 1 થી 12ના બાળકોની ‘‘વારલી પેઇંટીંગ”ની સ્‍પર્ધા પણ યોજાઈ અને બાળકોએ સુંદર કલાકળતિનુ પ્રદર્શન પણ કર્યુ. વારલી પેઇંટીંગએ આદિવાસી લોકોની અદ્‌ભૂત અને હજારો વર્ષ જૂની એટલે કે પ્રાચીન કાળની પરંપરાગત ચિત્રકળા છે. ગુજરાતમાં આદિવાસી સમાજને પ્રોત્‍સાહિત કરવા માટે સરકારે મોટી પહેલ કરી છે. જેમા શાળા પોતાનુ નાનકડુ યોગદાન આપી કાર્યસિધ્‍ધી માટે સહકાર આપી રહી છે. આ ખાસ દિવસની ઉજવણી કરવા પાછળ શાળા એવું ઈચ્‍છે છે કે આદિવાસીઓના મહાન યોગદાન વિશે નવી પેઢી જાણે તેમજ સમાન નાગરિકતાના સારા ગુણો કેળવાય અને ચિત્ર સ્‍પર્ધા દ્વારા દેશની પ્રાચીન ચિત્રકળા અને સુંદરતાને જાણે તેમજ સમજે સાથેસાથે તેમની ચિત્રકામ પ્રત્‍યે રૂચી પણ વધે. આ સમગ્ર કાર્ય શાળાના ફાઉંડર ર્ટ્‍સ્‍ટી લાયન મૂકેશ પટેલ અને સ્‍કૂલ ચેઅરપર્સન લાયન હિના પટેલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્‍યુ હતું.

Related posts

વાપીમાં હજુ ચોમાસુ ચાલું છે… રેલવેનું મોટું ગરનાળું બે-ત્રણ દિવસથી પાણીથીછલકાઈ રહ્યું છેઃ વાહન ચાલકો પરેશાન

vartmanpravah

કપરાડા નાનાપોંઢા હદમાં આવેલ કોલક નદી ચેકડેમના 33 માંથી 32 દરવાજા ગાયબ થઈ ગયા

vartmanpravah

વાપી ગુંજનમાંથી રૂા.5.33 લાખના એમ.ડી. ડ્રગ સાથે કર્ણાટકી એક ઈસમની પોલીસે ધરપકડ કરી

vartmanpravah

તુંબની કંપની સામે સેન્‍ટ્રલ ગ્રાઉન્‍ડ વોટર બોર્ડમાં પાણી ચોરીની ફરિયાદ

vartmanpravah

વલસાડ જિલ્લાના તલાટીઓની નાણાંમંત્રી કનુભાઈ દેસાઈ સાથે યોજાયેલ મીટિંગ સફળ રહી : હડતાલ સમેટાઈ

vartmanpravah

પ્રધાનમંત્રીશ્રીની દાનહ અને દમણ મુલાકાત માટે હવે માત્ર એક સપ્તાહનો સમય બાકી હોવાથી કાઉન્‍ટ ડાઉન શરૂ

vartmanpravah

Leave a Comment