October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી સ્ટાર્ટઅપ કોમ્યુનિટી દ્વારા વુમન્સ-ડે ની ઉજવણી અંતર્ગત વુમન્સ ઍચિવેર્સ ઍવોડર્સ-૩ અને ફાયર સાઈડ ચેટ ઍપિસોડ-૨નું કરાયેલું આયોજન

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.20: વાપીની સ્‍ટાર્ટઅપ વાપી કૉમ્‍યુનિટી દ્વારા તા.18-03-2023 ના રોજ વુમન્‍સ-ડે ની ઉજવણીના ભાગ રૂપે વુમન્‍સ અચિવેર્સ એવોર્ડ્‍સ એડિશન 3 તેમજ ફાયર સાઈડ ચેટ એપિસોડ-2 નું અયોજન કરવામાં આવ્‍યું હતું.
આ સમારોહમાં મુખ્‍ય અતિથિ તરીકે યુક્‍તિ કપૂર મેહેંદીરતા ( મિ.સ ગ્‍લેડરેક્‍સ ઈન્‍ડિયા અપ 2008), સી.ઈ.ઑ એસ.બી.વાય એકેડેમી, વી કૉસ કન્‍સલટનસી, એ હાજરી આપી હતી. વુમન્‍સ અચિવેર્સ એવોર્ડ્‍સમાં આંઠ અલગ અલગ કેટેગરીમાં પોતાના નોંધનીય પ્રદર્શન માટે મહિલાઓને સમ્‍માનિત કરવામાં આવી હતી. જેમાં એક્‍સસલેન્‍સ ઈન કોર્પોરેટ રોલમાં સુધા પ્રજાપતિ, એક્‍સસલેન્‍સ ઈન બિઝનેસમાં ભાનુબેન પટેલ, ઈન્‍સ્‍પીરીંગ હોમપ્રેનુરમાં ફાલ્‍ગુની શાહ, એન્‍ટરપ્રેનર ઓફ ધી ઈયરમાં સ્‍વાતિ દેસાઈ, ક્રેએટિવ એન્‍ટરપ્રેનરમાં દમનવાલા, ફિટનેસ ઈકોનમાં ઉજ્‍વલા લાડગે, ઈનફલુએન્‍સર ઓફ ધી ઈયરમાં દિવ્‍યાપરિતોષ શાહ, એક્‍સસલેન્‍સ ઈન પર્ર્ફોમિંગ આર્ટસમાં રાજુલ જૈનને સમ્‍માનિત કરવામાં આવ્‍યા હતા. મુખ્‍ય અતિથિ યુક્‍તિ કપૂર એ ફાયરસાઈડ ચેટમાં પોતાના અનુભવો અને પ્રોફેશનલ યાત્રા વર્ણવીને ઉપસ્‍થિત લોકોને, ખાસ કરીને મહિલાઓને પ્રેરણા પુરી પાડી હતી. અત્રે જણાવવાનું કે ફાયર સાઈડ ચેટનું સંચાલન સ્‍ટાર્ટઅપ કોમ્‍યુનિટીના ફોઉંડૅર કળષિત શાહ દ્વારા કરવામાં આવ્‍યું હતું. વિજેતાના કુટુંબીજનો, કોમ્‍યુનિટીના મેન્‍ટોર પાર્થિવ મેહતા, પ્રમુખ ડેવેલોપર્સના સી.ઈ. ઑ શ્રી રામભાઈ કંડોરીયા, વુમન્‍સ એચિવર્સના એડિશન 1 અનેય 2 ના વિજેતાઓ, સ્‍ટાર્ટઅપ વાપી કોમ્‍યુનિટીના મૅમ્‍બર્સ તેમજ અન્‍ય આમંત્રિત મહાનુભાવોએ હાજરી આપી આ સમારંભની શોભા વધારી હતી.

Related posts

વાપી છીરી ગ્રામ પંચાયતની બેદરકારીને લીધે વરસાદમાં 150 ઉપરાંત પરિવારોનો રાતવાસો રોડ ઉપર

vartmanpravah

વલસાડ એન.એચ. કોમર્સ કોલેજમાં પેપર ફૂટવાના આક્ષેપ મામલે વિદ્યાર્થીઓએ કોલેજ માથે લીધી

vartmanpravah

તાજેતરમાં સંસદમાં અકસ્‍માત સમયે ડ્રાઈવરો માટે ઘડાયેલ નવા કાયદાનો વાપી ટ્રાન્‍સપોર્ટએસો.એ વિરોધ કર્યો

vartmanpravah

દીવનો છ દિવસીય પ્રવાસ પૂર્ણ કરી પ્રશાસક પ્રફુલભાઈ પટેલ દમણ માટે રવાના: દીવની મુલાકાત દરમિયાન પ્રશાસક પ્રફુલભાઈ પટેલે અનેક લોક કલ્‍યાણના કામોનું કરેલું ઉદ્‌ઘાટન : વિવિધ વિકાસના કામોની પણ કરેલી સમીક્ષા

vartmanpravah

નાણાં મંત્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે પારડીના અંબાચ ખાતેથી 25.68 કરોડના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરાયું

vartmanpravah

સેલવાસ પોલીસે લૂંટ અને મારામારીના કેસમાં પાંચ આરોપીઓની કરેલી ધરપકડ

vartmanpravah

Leave a Comment