Vartman Pravah
Breaking Newsગુજરાતદમણવાપી

લાયન્‍સ પરિવાર દમણ દ્વારા વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના અંતરિયાળ ગામડા તોશીંગપાડામાં ધાબળા અને કપડાનું વિતરણ કરાયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.11
લાયન્‍સ પરિવાર દમણ દ્વારા છેલ્લા સાત વર્ષની જેમ આ વર્ષે પણ તા.09/11/ર0ર1ના રવિવારના રોજ વલસાડ ડિસ્‍ટ્રીક્‍ટના, કપરાડા તાલુકાના અંતરિયાળ ગામડા તોશીંગપાડામાં ધાબળા અને કપડા વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્‍યો હતો.
કાર્યક્રમ ચેરમેન લાયન શ્રી પ્રવિણ પ્રભાકરના વડપણ હેઠળ તોશિંગપાડા ગામે આજુબાજુના ગામો વડ, દિવા, બોતરી, વળવી, ખોંગે વગેરેથી આવેલ ખુબજ જરૂરિયાતમંદ લોકોને પ00 નંગ ધાબળા, (બ્‍લેકેટ) અને કપડાઓનું વિતરણ કરવામાં આવ્‍યું હતું. આ પ્રસંગે મોટી સંખ્‍યામાં હાજર રહેલ બાળકોને પણ પાઉચ, કપડા, બિસ્‍કિટ અને ચોકલેટનું મોટા પાયે વિતરણ કરવામાં આવ્‍યું હતું. આ પ્રસંગે આ એરિયાના સેવાભાવી અગ્રણી શ્રી સોમાભાઈ, વડ ગામના સરપંચ શ્રી નવસુભાઈ, દિવા ગામના સરપંચ શ્રી ભગુભાઈ, બોતરી ગામના સરપંચ શ્રી સોનજીભાઈ, વળવી ગામના સરપંચ શ્રી જાનુભાઈ અને ખોંગે ગામના સરપંચ શ્રી મંગળભાઈએ તેમની હાજરી અને સહયોગ આપ્‍યો હતો.
લાયન પરિવાર દ્વારા દમણમાં છેલ્લા સાત વર્ષથી વલસાડ જિલ્લા અને સેલવાસના અંતરિયાળ ગામોમાં જઈનેજરૂરિયાતમંદોને સતત મદદ કરી રહેલ છે અને આ કાર્યક્રમ માટે લાયન પરિવારના સભ્‍યો અને દમણના દાતાઓનો પણ મોટો સહકાર મળી રહ્યો છે.
આજના આ પ્રસંગે લાયન પરિવાર દમણના પ્રેસિડેન્‍ટ શ્રી વિજયભાઈ, નોન ચેયરમેન ઉષા રાણા, શ્રી પ્રવિણભાઈ પટેલ, શ્રી હર્ષદ સાહુ, શ્રી પ્રવિણ પ્રભાકર, શ્રી ખુશમન ઢીમ્‍મર, શ્રી કાન્‍તિ પામસી, શ્રી નિતિન પટેલ, શ્રી અશોક રાણા, શ્રી કાન્‍તિ દમણિયા, શ્રી ધનસુખભાઈ, શ્રી હિરાભાઈ, શ્રી રોહિત, ધર્મિષ્‍ઠાબેન, જ્‍યોત્‍સનાબેન, કવિતાબેન, સવિતાબેન, જ્‍યોતિબેન, રિટાબેન, ગાયત્રીબેન, રશ્‍મિબેન, વર્ષાબેન, પાર્વતીબેન, પ્રજ્ઞાબેન, લિયો ધ્‍વનિત અને લિયો સલોનીએ પોતાની સેવા અને હાજરી આપી હતી.

Related posts

બાઈક પર ત્રિપ્‍પલ સવારી દરમિયાન એક વ્‍યક્‍તિ પડી જવાના બનાવમાં દાનહ જિલ્લા કોર્ટના સિવિલ જજ અને જયુડિશિયલ મેજિસ્‍ટ્રેટ બી.એચ.પરમારે બાઈકચાલકને એક દિવસની જેલ અને રૂા.નવ હજાર રોકડનો ફટકારેલો દંડ

vartmanpravah

રાજ્‍યવનમંત્રી રમણલાલ પાટકરે આસલોણા પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્રની મુલાકાત લીધી

vartmanpravah

આજે ઉમરગામના મરોલીમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈની ઉપસ્‍થિતિમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી થશે

vartmanpravah

વલસાડના સેગવી ગામની સર્વોદય હાઇસ્‍કૂલમાં જિલ્લા કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનની પૂર્ણાહુતિ

vartmanpravah

વલસાડના તિથલ ખાતે દરિયાઈ તટ મેરેથોન યોજાઈઃ 1191 દોડવીરો ઉત્‍સાહભેર દોડયા

vartmanpravah

શ્રી સ્‍વામિનારાયણ સેકન્‍ડરી એન્‍ડ હાયર સેકન્‍ડરી સ્‍કૂલ સલવાવના વિદ્યાર્થીઓની ધો.૧૦ બોર્ડમાં ઝળહળતી સિધ્ધિ

vartmanpravah

Leave a Comment