July 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીની દેગામ મુખ્‍ય પ્રાથમિક શાળામાં ‘વિશ્વ આદિવાસી દિવસ’ કરાયેલી ઉજવણી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ઓલપાડ, તા.10: 9 ઓગસ્‍ટ વિશ્વ આદિવાસી દિવસ. માનવ ચાંદ ઉપર પહોંચી ગયો છે પણ તે પ્રકૃતિ અને કુદરતનાં ખોળે જ્‍યારે પણ રજા મળે ત્‍યારે આરામની પળો શોધે છે અને ત્‍યાં તેને જવું પડે છે. આધુનિક યુગમાં જ્‍યાં આજનો માનવી પ્રકૃતિનાં ખોળે વિસામો લેવા જાય છે તે છે આદિવાસી. આગળ જઈએ તો આદિમાનવ એટલે પૃથ્‍વી ઉપર જીવનસૃષ્ટિની ઉત્‍પત્તિથી સર્જાયેલા બીજા કોઈ નહિ પણ આપણે જ છીએ. કાળક્રમે વિકસતાં જતાં આજે આપણે આદિમાનવ, આદિવાસી, ગ્રામજન કે શહેરીજન બની ગયા છીએ. પણ દેશમાં હજી 10 કરોડથી વધુ એવાં લોકો છે જેને પોતાની પ્રકૃતિ, કુદરત, નિસર્ગ, નદી, પહાડ, ઝરણાં, નદી, જમીન અને જંગલને છોડયા નથી. તેઓ આજે પણ કુદરત વચ્‍ચે નૈસર્ગિક જીવન જીવે છે. તેઓ કુદરતનાં સમીપ અને પ્રકૃતિ વચ્‍ચે જ રહે છે.
ગુજરાતમાં અંબાજીથી લઈ આહવા – ઉમરગામ સુધી આદિવાસી પટ્ટી આવેલી છે. આ જિલ્લામાં તેઓની પરંપરા, પહેરવેશ, ઉત્‍સવ, પ્રાકૃતિક ઈલાજ, માન્‍યતા, સંસ્‍કૃતિ, વાદ્યો, મેળા, રીતિરિવાજ આજે પણ આપણા માટે એક પહેલી અને આヘર્ય જ છે. વિશ્વમાં 195 દેશોમાંથી 90 દેશોમાં 5000 જેટલાં આદિવાસીઓનાં સમુદાયવસે છે. આદિવાસીઓની આવી અનેકવિધ હકીકતોથી ભાવિ પેઢી માહિતગાર થાય એ અનુસંધાને વલસાડ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત વાપી તાલુકાની દેગામ મુખ્‍ય પ્રાથમિક શાળામાં ‘વિશ્વ આદિવાસી દિવસ’ ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે બિરસા મુંડાનાં જીવનમાંથી પ્રેરણા લેવા બાળકોએ વેશભૂષા, સાંસ્‍કૃતિક નૃત્‍ય અને ચિત્ર સ્‍પર્ધામાં ભાગ લીધો. જય આદિવાસીનાં નારાથી સમગ્ર શાળા પરિસર ગૂંજી ઉઠ્‍યું હતું.

Related posts

દાનહ વન વિભાગ દ્વારા ઉમરકુઇના બેહરૂન પાડામાં ‘લાઈફ સ્‍ટાઇલ ફોર ધ એન્‍વાયરોમેન્‍ટ’ પહેલ અંતર્ગત જાગૃતિ શિબિર યોજાઈ

vartmanpravah

કોઈપણ વ્‍યક્‍તિ બાળકનો ઉપયોગ ભીખ માંગવા માટે કરે તો દંડ સહિત સજાને પાત્ર થશે

vartmanpravah

વાપી વોર્ડ નં.11 ડુંગરાના ચમોલાઈ હળપતિ વિસ્‍તારના રસ્‍તાનું નિરાકરણ કરાયું

vartmanpravah

કેબીએસ કોમર્સ એન્‍ડ નટરાજ પ્રોફેશનલ સાયન્‍સિસ કોલેજ વાપી ખાતે ચાર્ટર્ડ એકાઉન્‍ટન્‍ટ ડેની ઉજવણી

vartmanpravah

જંગલ જનજીવન આંદોલન દ્વારા આયોજીત અસ્‍મિતા રેલીમાં દાનહના બેદરકાર અને લાપરવાહ રાજકીય નેતાઓના કારણે આદિવાસી સમાજને થઈ રહેલા અન્‍યાયનો પડેલો પડઘો

vartmanpravah

ઉપ રાષ્‍ટ્રપતિનો સંઘપ્રદેશ પ્રવાસઃ પ્રશાસક પ્રફુલભાઈ પટેલનું બોલેલું કામ

vartmanpravah

Leave a Comment