October 13, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહ વન વિભાગ દ્વારા ઉમરકુઇના બેહરૂન પાડામાં ‘લાઈફ સ્‍ટાઇલ ફોર ધ એન્‍વાયરોમેન્‍ટ’ પહેલ અંતર્ગત જાગૃતિ શિબિર યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.11 : સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ વન વિભાગ દ્વારા ‘લાઈફ સ્‍ટાઇલ ફોર ધ એન્‍વાયરોમેન્‍ટ’ પહેલ અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેના ઉપલક્ષમાં આજે ઉમરકુઈના બેહરૂન પાડા ખાતે ગ્રામજનો માટે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં વન વિભાગના અધિકારીઓ દ્વારા ગ્રામજનોને પર્યાવરણનું રક્ષણ કરવા અંગે વિસ્‍તારથી સમજ આપવામાં આવી હતી.
અત્રે યાદ રહે કે, વર્ષ 2021ના સ્‍કોટલેન્‍ડના ગ્‍લાસગો ખાતે સંયુક્‍ત રાષ્‍ટ્રદ્વારા આયોજીત 26મા ‘જળવાયુ પરિવર્તન’ સમ્‍મેલન દરમ્‍યાન ભારત દ્વારા ‘લાઈફ સ્‍ટાઈલ ફોર ધ એન્‍વાયરોમેન્‍ટ’ અભિયાનનો વિચાર રજૂ કરવામાં આવ્‍યો હતો. આ પહેલ પર્યાવરણ પ્રત્‍યે જાગરૂક જીવનશૈલીને પ્રોત્‍સાહન આપે છે જે મનુષ્‍ય અને વિનાશકારી ખપતની જગ્‍યાએ મનુષ્‍ય અને જાણીજોઈને ઉપયોગ પર કેન્‍દ્રિત છે તેના સારા-નરસા પરિણામની માહિતી બાબતે ગત 5મી મે, 2023થી 5મી જૂન સુધી વનવિભાગ દ્વારા વિવિધ જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આગામી 14મી મે, 2023 રવિવારે સાયક્‍લોથોન, 20મી મેના રોજ નાઈટ કેમ્‍પ, 4થી જૂનના રોજ વોકેથોન અને 5મી જૂનના ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ નિમિત્તે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન નિર્ધારિત કરવામાં આવ્‍યું છે.

Related posts

વાંસદાના ખુડવેલમાં કોંગ્રેસે જનમંચ કાર્યક્રમ યોજ્‍યો

vartmanpravah

દાનહ જનતા દળ (યુ)ના પ્રદેશ પ્રમુખ ધર્મેશસિંહ ચૌહાણે રાષ્‍ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે દ્રૌપદી મુર્મુની કરેલી પસંદગીને આવકારીઃ શુભકામના પાઠવી

vartmanpravah

કેન્‍દ્ર શાસિત પ્રદેશ લક્ષદ્વીપ અને દાનહ-દમણ-દીવના પ્રશાસક પ્રફુલભાઈ પટેલને અંદામાન નિકોબારનો પણ હવાલો સુપ્રત કરવા ઘડાતો તખ્‍તો

vartmanpravah

દમણ અને દીવમાં 7 તથા દાનહમાં 6 ઉમેદવારોના નામાંકન માન્‍યઃ આજે ચિત્ર સ્‍પષ્‍ટ બનશે

vartmanpravah

વાપી પશ્ચિમમાં પુલ ધ્‍વંશ કરવાની કામગીરીમાં રસ્‍તા ઉપર અનેક લટકતા જોખમી વાયરો દુર્ઘટનાને આમંત્રી રહ્યા છે

vartmanpravah

પારડી ટ્રાફિક પોલીસનો સપાટોઃ લાયસન્‍સ અને હેલ્‍મેટ વિના રોમીયોગીરી કરનારાઓની 20થી વધુ બાઈકો કબજે લેવાઈ

vartmanpravah

Leave a Comment