October 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી તાલુકાના વંકાલમાં જિલ્લા કલેકટરને સ્‍થાનિકોની રજૂઆતની સાથે જ ગ્રામ પંચાયત દ્વારા તળાવમાંથી નકામું વહી જતું પાણી બંધ કરી દેવામાં આવતા સ્‍થાનિકોને મોટી રાહત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી (વંકાલ), તા.11: વંકાલ ગામના વાણિયાતળાવ ફળીયામાં આવેલ સરકારી તળાવના તળિયામાંથી નાંખવામાં આવેલ આરસીસી પાઈપમાંથી વરસાદનુંસંગ્રહ થયેલ પાણી વહી રહ્યું હતું. અને તળાવ ખાલી થવા માંડતા ગામના પૂર્વ સરપંચ વાસંતીબેન ઉપરાંત દીપકભાઈ સહિતના સ્‍થાનિકો દ્વારા આ નકામું વહી જતું પાણી અટકાવવામાં અને તળિયામાં આરસીસીના પાઈપ નાખી કોના દ્વારા પાણીનો નિકાલ કરવાનું તળાવ ખાલી રાખવાનું પ્રયોજન કરાયું હતું. તેની તપાસની માંગ કરતા જિલ્લા કલેકટરના આદેશ બાદ ટીડીઓ મામલતદાર સહિતનાઓએ ગતરોજ સ્‍થળ નિરીક્ષણ કર્યું હતું.
આ દરમિયાન જીસીબી દ્વારા માટી પુરાણ કરી તળાવમાંથી નકામું વહી જતું પાણી બંધ કરી દેવામાં આવ્‍યું હતું. જેને પગલે સ્‍થાનિકોને મોટી રાહત થવા પામી છે. બીજી તરફ આજરોજ અંબિકા સબ ડિવિઝન અને જિલ્લા પંચાયત સિંચાઈ અધિકારીઓ દ્વારા સ્‍થળ મુલાકાત કરી નિરીક્ષણ કરવામાં આવ્‍યું હતું. સિંચાઈ વિભાગના અધિકારીઓ દ્વારા જરૂરી અહેવાલ પ્રાંત અધિકારીને સોંપવામાં આવશે.
જોકે તળાવમાંથી પાણી વહેતું બંધ કરી દેવાની ફરજ પડી છે ત્‍યારે તળાવમાં વરસાદી પાણીનો સંગ્રહ ન થાય અને ચોમાસા બાદ જલ્‍દી સુકાઈ જાય અને માટી ઉલેચી શકાય તેવી ફિરાકમાં રહેનારાઓની આશા પર પાણી ફરી વળ્‍યું હોવાની ચર્ચા એ જોર પકડ્‍યું છે. જોકે આ તળાવ સરકારી હોય તેવા સંજોગોમાં પાણીનો વ્‍યય થતો અટકાવવામાં જવાબદારો સામે તંત્ર દ્વારાકાર્યવાહી થશે કે કેમ તે જોવું રહ્યું.

વંકાલના પૂર્વ સરપંચ વાસંતીબેન પટેલના જણાવ્‍યાનુસાર તળાવમાંથી પાણી વહી જવાની બાબતે તટસ્‍થ તપાસ ન થાય અને આ પાણીના ગેરકાયદેસર રીતે નિકાલ માટે જવાબદાર સામે પગલાં ન લેવાશે તો અમો વડી અદાલતના દ્વાર ખખડાવીશું.

પ્રાંત અધિકારી અમિતભાઈ ચૌધરીના જણાવ્‍યાનુસાર વંકાલ તળાવની બાબતે આજે સિંચાઈ વિભાગના અધિકારીઓએ સ્‍થળ મુલાકાત કરી છે. ત્‍યારે તેઓનો રિપોર્ટ આવ્‍યા બાદ હકીકત ખબર પડશે.

Related posts

ઉમરસાડી માછીવાડમાં કરિયાણાની દુકાનમાં લાગી આગ

vartmanpravah

દાનહ ખેલ અને યુવા વિભાગ દ્વારા ઓપન લેવલ બેડમિન્‍ટન સિંગલ અને ડબલ્‍સ સ્‍પર્ધાનું આયોજન કરાયું

vartmanpravah

ચીખલી તાલુકા પંચાયતની ખાસ સામાન્‍ય સભામાં રૂા.80 લાખના કામોને મંજૂરી

vartmanpravah

તીઘરામાં લગ્ન મંડપમાં ડી.જે પર ગીત બદલવાના મુદ્દે મારામારી

vartmanpravah

આજથી વાપી ચલા ભાઠેલા પ્‍લોટમાં શ્રી શિવશક્‍તિ મહાયજ્ઞનો પ્રારંભ થશે

vartmanpravah

વલસાડ વાઘલધરા હાઈવે ઉપર થયેલ ટેન્‍કર અગ્નિકાંડમાં ફરિયાદ નોંધાઈ : ટેન્‍કર માલિકની શોધ શરૂ

vartmanpravah

Leave a Comment