(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દીવ, તા.17: કેન્દ્ર શાસિત પ્રદેશ દીવના વણાકબારા ખાતે શિવ સાગર સપ્લાયર્સ એસોસિયેશનએ દરિયામાં ડૂબી ગયેલ બોટને આર્થિક સહાય માટે ચેક એનાયત કર્યો હતો. ગત તારીખ 16/9/2024 ના રોજ રાધે ક્રિષ્ના નામની બોટ ખરાબ વાતાવરણ અને ભારે પવન વાવાઝોડાને લીધે દરિયામાં જળ સમાધી લીધી હતી જેથી બોટ માલિક રમેશભાઈ રાજાભાઈને ભારે નુકસાની ભોગવવી પડી હતી. આજરોજ તેમની આર્થિક સ્થિતિમાં શિવ સાગર સપ્લાયર્સ એસોસિયેશન દ્વારા ફુલ નહિ તો ફુલની પાંખડી એટલે કે એસોસિયેશનના હોદેદારો અને સભ્યોએ ભેગા મળી ફાળો એકઠો કરી અને આજે તેમને 225936/- રૂપિયાનો ચેક એનાયતકરી તેમને મદદરૂપ બન્યા હતા. આ રીતે કુદરતી આફતને લીધે નુકસાન થાય તો સરકાર પણ તેમને કોઈ સહાયતા પ્રદાન કરે તો બોટ માલિક ફરીથી આર્થિક પગભર થઈ શકે.