પ્રત્યેક ચોમાસામાં કેટલીક કંપનીઓ ટ્રીટમેન્ટ કર્યા વગરનું પ્રદૂષિત પાણી છોડી રહી છે છતાં જીપીસીબી ચૂપ કેમ?
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.24: ચોમાસુ સામાન્ય રીતે ખેડૂતો માટે આશિર્વાદ રૂપ ગણાય છે. પરંતુ આ ચોમાસું વાપી જીઆઈડીસીની કેટલીક કંપનીઓ માટે પણ આશિર્વાદ રૂપ નિવડતું જોવા મળી રહ્યું છે. આજે શનિવારે પડેલા વધુ વરસાદને લઈ રોડ ઉપર વહેતા વરસાદી પાણીની સાથે કેટલીક કંપનીઓ પ્રદૂષિત પાણી કોઈ હીચકીચાટ વગર બિંદાસ છોડતી જોવા મળી હતી.
વાપી જીઆઈડીસીમાં એર પોલ્યુશનની બુમાબુમ છે જ સાથે સાથે વોટર પોલ્યુશન પણ ખાનગી રાહી સરેઆમ કંપની દ્વારા કરવામાંઆવી રહ્યું છે. ક્યારેક બિલખાડીમાં અનેકવાર રંગીન કેમિકલ યુક્ત પાણી જોવા મળે છે. આજે વધુ વરસાદ હોવાનો કંપનીઓએ સીધો લાભ લીધેલો જોવા મળ્યો હતો. ટ્રીટમેન્ટ કર્યા સિવાયનું પ્રદૂષિત પાણી એસ્ટેટમાં વરસાદી પાણી સાથે જોવા મળી રહ્યું છે. કંપનીઓ દ્વારા વોટર એન્ડ એર પોલ્યુશન ફેલાવવામાં આવી રહ્યું છે તેમ છતાં જી.પી.સી.બી. ગાંધીજીની ત્રણ બંદરની મુદ્રામાં નિહાળાઈ રહેલ જણાય છે. ઘણી કંપનીઓ ડ્રેનેજ અથવા બીલખાડીમાં પ્રદૂષિત પાણી બેફામ છોડી જાહેર આરોગ્ય સાથે ચેડા કરી રહી છે.