September 2, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લામાં વધુ 244 ગામમાં ‘‘મારી માટી, મારો દેશ” કાર્યક્રમ યોજાયો

વીરોને અંજલી આપીને તેમના બલિદાન તથા દેશસેવાને બિરદાવાઈ: ગામના આગેવાનોએ વૃક્ષારોપણ કરી પંચ પ્રણ પતિજ્ઞા પણ લીધી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.11: સ્વાતંત્ર્ય પર્વનાં અવસરે માતૃભૂમિના વીર અને વીરાંગનાઓ તથા રાષ્ટ્રની માટીને વંદન કરવાના હેતુથી કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા આગામી તા.૩૦ ઓગસ્ટ, ૨૦૨૩ સુધી સમગ્ર દેશમાં ”મારી માટી, મારો દેશ” કાર્યક્રમ યોજાઇ રહ્યો છે. જે અંતર્ગત શુક્રવારે વલસાડ જિલ્લામાં બીજા તબક્કામાં ગુરૂવારે ૧૩૨ ગામમાં અને આજે શુક્રવારે ૧૧૨ ગામમાં “મારી માટી મારો દેશ” કાર્યક્રમ દેશભક્તિના માહોલમાં યોજાયો હતો.
જિલ્લાના વિવિધ ગામોમાં ગ્રામ પંચાયતના આગેવાનોના હસ્તે શિલાફલકમનું વંદન કરાયું હતુ. આ તકે સરપંચે વીરોને અંજલી આપી તેઓના બલિદાન તથા દેશસેવાને બિરદાવાઈ હતી. આ ઉપરાંત વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું તથા અમૃતકળશમાં ગામની માટીને એકત્ર કરવામાં આવી હતી.
ઉમરગામ તાલુકાના ભીલાડ ગ્રામ પંચાયત ખાતે આયોજિત મારી માટી, મારો દેશ કાર્યક્રમ અન્વયે BSFમાં ૨૧ વર્ષ દેશના પૂર્વોતર રાજ્ય એવા મણીપુરથી લઇ જમ્મુ કશ્મીર, પંજાબ, રાજસ્થાન ખાતે સેવા આપી નિવૃત્ત થયેલા અર્જુનભાઈ વારલી (Rtd. Instructor, BSF) નું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતુ. સાથે સાથે પંચ પ્રણ પ્રતિજ્ઞા અને વૃક્ષારોપણ તથા દેશના વિરોની શહાદતનું સ્મરણ કરી કાર્યક્રમ સફળતાં પૂર્વક પૂર્ણ થયો હતો.
વલસાડ તાલુકાના શંકર તળાવ અને ઉમરગામ તાલુકાના કલગામમાં પણ ગામના આગેવાન સભ્યો અને અધિકારીશ્રીઓ, વિસ્તારનાં આગેવાનો સહિતના લોકોએ ઉત્સાહભેર આ કાર્યક્રમમાં ભાગ લઇને વૃક્ષારોપણ કરી પંચ પ્રણ પ્રતિજ્ઞા પણ લીધી હતી.

Related posts

જિલ્લા કક્ષાએ યોજાયેલ સ્‍પોર્ટ્‍સ ફેસ્‍ટમાં વાપી હરિયા સ્‍કૂલના વિદ્યાર્થીઓએ મેદાન માર્યું

vartmanpravah

નવસારીમાં જૂનિયર ચેમ્‍બર ઈન્‍ટરનેશનલ દ્વારા સિનિયર સીટીઝન પેઈન રિલીફ કેમ્‍પ યોજાયો

vartmanpravah

ઉપ રાષ્‍ટ્રપતિ જગદીપ ધનખડે મોટી દમણના જમ્‍પોર ખાતે પક્ષીઘરનું કરેલું લોકાર્પણ

vartmanpravah

સલવાવ ગુરુકુળમાં મધર ક્રિએશન સોલ્‍ટ સ્‍પર્ધા યોજાઈ: 175 વાલીઓએ ભાગ લીધો

vartmanpravah

દમણમાં કોંગ્રેસની યોજાઈ વિશાળ જાહેર સભા

vartmanpravah

મંગળવારે દાનહમાં 01 કોરોના પોઝિટિવ કેસ નોંધાયો

vartmanpravah

Leave a Comment