Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કલગામના ગ્રામજનો દ્વારા મારી માટી મારો દેશ કાર્યક્રમની ભવ્‍ય ઉજવણી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.11: ઉમરગામ તાલુકાની કલગામ ગ્રામપંચાયત તથા ગુજરાત રિઝર્વ પોલિસ દળ-14 કલગામ ના સંયુક્‍ત ઉપક્રમે રાજ્‍યભરમાં ચાલી રહેલા મારી માટી મારો દેશ અભિયાન કાર્યક્રમની ભવ્‍ય ઉજવણી કરવામાં આવી હતી.
ઉમરગામ તાલુકાના કલગામ ખાતે આવેલા હનુમાન મંદિર તળાવ પર યોજાયેલા આ કાર્યક્રમાં વલસાડ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતિ અલકાબેન શાહ અને સરપંચ રોહિતભાઈ હળપતિના હસ્‍તે અમૃત સરોવર પર શીલા ફલકમનુ અનાવરણ કરવામાં આવ્‍યુ હતું. એસ.આર.પી કેમ્‍પ-14 કલગામના ડી.વાય.એસ.પી. એચ.વી.દેસાઈ, માર્ગ-મકાન વિભાગના કાર્યપાલક ઈજનેર તેજસ પટેલ, ઉમરગામ એપીએમસીના પ્રમુખ હર્ષદભાઈ છાજેલ, ઉપ પ્રમુખ પ્રકાશ પટેલ, ઉમરગામ તાલુકા પંચાયત ઉપ પ્રમુખ શ્રીમતિ પ્રતિમાબેન પટેલ, યુવા શક્‍તિના ચેરીટેબલ ટ્રસ્‍ટના ચેરમેન રાકેશ રાય, વલસાડ એસ.ટી. વિભાગના કર્મચારી મહામંડળના સેક્રટરી ધનસુખ પટેલ, ગામના અગ્રણી અશોક ઠાકુર વિગેરે મહાનુભાવોના હસ્‍તે દિપ પ્રાગટય કરી કાર્યક્રમની શરૂઆત કરી, કલગામ પટેલવાડના માજી સૌનિક રામાભાઈ જોગી તથા નિવૃત્ત પોલિસ જવાન એવાસ્‍વ.બાવા ખુશાલ સોરઠી, સ્‍વ.બાબુભાઈ સોમલના સોરઠીના પરિવારજનોને ગ્રામ પંચાયત દ્વારા મરણોત્તર સન્‍માનપત્ર આપી સન્‍માનિત કર્યા હતા. કાર્યક્રમમાં ઉપસ્‍થિત મહાનુભાવોએ દેશપ્રેમ અને વતન પ્રેમ અંગે આપણે દેશના અને ગામના નાગરિક તરીકે આપણી નૈતિક જવાબદારીઓ અદા કરી દેશની આઝાદીનું જતન કરવાની જવાબદારીઓ સાથે દેશના અનેક શહિદો અને સ્‍વાતંત્ર્ય સેનાનિઓના બલીદાનો પ્રત્‍યે રૂણ અદા કરીયે એવી વતન પ્રેમની ભાવના સાથે મોટી સંખ્‍યામાં હાજર ગ્રામજનોએ હાથમાં માટી લઈ સંકલ્‍પ કર્યો હતો.
કાર્યક્રમમાં રાષ્‍ટ્રધ્‍વજને સલામી સાથે પોલિસ દળના પોલિસ જવાનોએ શિસ્‍તબધ્‍ધ રીતે પોલિસ બેન્‍ડ વગાડી રાષ્‍ટ્રગાન કરી સૌના હૃદય જીતી લીધા હતા. કાર્યક્રમની આભારવિધી ગ્રામ પંચાયતના ઉપ સરપંચ રસીક પટેલે કરી હતી. કાર્યક્રમનું સંચાલન મુકેશભાઈ બારી તથા તલાટી કમ મંત્રી શૈલેષભાઈ બાંભણીયાએ કરી હતી. કાર્યક્રમના અંતમાં તળાવની પાળે ગ્રામજનો અને મહાનુભાવોના હસ્‍તે 200થી વધુ વૃક્ષો રોપીને તળાવને હરિયાળુ બનાવવાનો સંકલ્‍પ કર્યો હતો. આ સમગ્ર કાર્યક્રમમાં એસઆરપી કેમ્‍પ-14 કલગામના પોલિસ જવાનોની પરેડ સાથે પોલિસ અલગ અલગ કાર્યક્રમો સમયે વાગતી પોલિસ બેન્‍ડ સૌ ગ્રામજનોમાં આકર્ષણનું કેન્‍દ્ર બની રહેવા સાથે સમગ્ર તાલુકામાં કલગામ ગ્રામપંચાયત દ્વારા યોજાયેલ મારી માટી મારો દેશ કાર્યક્રમની અનોખી રીતે ભવ્‍ય ઉજવણી કરવામાં આવી હતી.

Related posts

વલસાડની માત્ર દોઢ વર્ષની બાળકીએ મોડેલિંગ અને એક્‍ટિંગમાં વલસાડનું નામ રોશન કર્યું

vartmanpravah

વાપી કેબીએસ ઍન્ડ નટરાજ કોલેજમાં વાર્ષિક દિનની કરવામાં આવેલી ઉજવણી

vartmanpravah

મોટી દમણ પરિયારી ખાતે રાત્રિ ચૌપાલ યોજાઈ

vartmanpravah

ભારત સરકારના આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ મંત્રાલય દ્વારા ટી.બી. ઉન્‍મૂલનના ક્ષેત્રમાં મહત્‍વપૂર્ણ પ્રગતિ અને ઉત્‍કૃષ્‍ટ કાર્ય માટે દમણ અને દીવ જિલ્લાનું પ્રશસ્‍તિ પત્ર અને મેડલથી કરાયેલું સન્‍માન

vartmanpravah

હોળી ધૂળેટીના પર્વમાં માઁ વિશ્વંભરી તીર્થયાત્રા ધામે દર્શનાર્થીઓની ભીડ ઉમટી

vartmanpravah

ઈન્‍સ્‍ટીટયુટ ઓફ કંપની સેક્રેટરી ઓફ ઈન્‍ડીયાની પરિક્ષામાં વાપીનો યુવાન દેશમાં 11મો અને વાપીમાં પ્રથમ આવ્‍યો

vartmanpravah

Leave a Comment